Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૬૧૩
સમ્યકત્વ, ક્ષાયિક (ચાલુ) |
D “ક્ષાયોપથમિક અસંખ્ય, ક્ષાયિક એક અનન્ય.' (અધ્યાત્મ ગીતા) મનન અને નિદિધ્યાસન કરતાં આ વાક્યથી જે પરમાર્થ અંતરાત્મવૃત્તિમાં પ્રતિભાસે તે યથાશક્તિ લખવો યોગ્ય છે. (પૃ. ૬૪૯-૫૦).
ક્ષાયિક સમ્યકત્વ અથવા ગાઢ-અવગાઢ સમ્યકત્વ એકસરખું છે. (પૃ. ૭૭૮) 2 “આજે ક્ષાયિકસમકિત ન હોય' એ વગેરે સંબંધી વ્યાખ્યાનના પ્રસંગનું તમ (શ્રી ત્રિભોવનભાઈ) લિખિત પત્ર પ્રાપ્ત થયું છે; કદાપિ એમ ધારો કે “ક્ષાયિકસમકિત આ કાળમાં ન હોય' એવું સ્પષ્ટ જિનના આગમને વિષે લખ્યું છે; હવે તે જીવે વિચારવું યોગ્ય છે કે “ક્ષાયિક સમકિત એટલે શું સમજવું? જેમાં એક નવકારમંત્ર જેટલું પણ વ્રત, પ્રત્યાખ્યાન હોતું નથી, છતાં તે જીવ વિશેષ તો ત્રણ ભવે અને નહીં તો તે જ ભવે પરમપદને પામે છે, એવી મોટી આશ્ચર્યકારક તો તે સમકિતની વ્યાખ્યા છે; ત્યારે હવે એવી તે કઈ દશા સમજવી કે જે “ક્ષાયિકસમકિત' કહેવાય ? “ભગવાન તીર્થકરને વિષે દૃઢ શ્રદ્ધા' એનું નામ જો “ક્ષાયિકસમકિત” એમ ગણીએ તો તે શ્રદ્ધા કેમ સમજવી, કે જે શ્રદ્ધા આપણે જાણીએ કે આ તો ખચીત આ કાળમાં હોય જ નહીં. જો એમ જણાતું નથી કે અમુક દશા કે અમુક શ્રદ્ધાને “ક્ષાયિકસમકિત' કહ્યું છે. તો પછી તે નથી, એમ માત્ર જિનાગમના શબ્દોથી જાણવું થયું કહીએ છીએ. હવે એમ ધારો કે તે શબ્દો બીજા આશયે કહેવાયા છે; અથવા કોઇ પાછળના કાળના વિસર્જનદોષે લખાયા છે, તો તેને વિષે આગ્રહ કરીને જે જીવે પ્રતિપાદન કર્યું હોય તે જીવ કેવા દોષને પ્રાપ્ત થાય તે સખેદકરુણાએ વિચારવા યોગ્ય છે. હાલ જેને જિનસૂત્રોને નામે ઓળખવામાં આવે છે, તેમાં ‘ક્ષાયિકસમકિત નથી' એવું સ્પષ્ટ લખેલું નથી, અને પરંપરાગત તથા બીજા કેટલાક ગ્રંથોમાં એ વાત ચાલી આવે છે, એમ વાંચેલું છે, અને સાંભળેલું છે; અને તે વાકય મિથ્યા છે કે મૃષા છે એમ અમારો અભિપ્રાય નથી, તેમ તે વાકય જે પ્રકારે લખ્યું છે તે એકાંત અભિપ્રાયે જ લખ્યું છે, એમ અમને લાગતું નથી. કદાપિ એમ ધારો કે તે વાકય એકાંત એમ જ હોય તો પણ કોઈ પણ પ્રકારે વ્યાકુળપણું કરવું યોગ્ય નથી. કારણ કે તે બધી વ્યાખ્યા જો સત્યરુષના આશયથી જાણી નથી, તો પછી સફળ નથી. એને બદલે કદાપિ ધારો કે જિનાગમમાં લખ્યું હોય કે ચોથા કાળની પેઠે પાંચમા કાળમાં પણ ઘણા જીવો મોક્ષે જવાના છે; તો તે વાતનું શ્રવણ કંઈ તમને અમને કંઈ કલ્યાણકર્તા થાય નહીં, અથવા મોક્ષપ્રાપ્તિનું કારણ હોય નહીં, કારણ કે તે મોક્ષપ્રાપ્તિ જે દશાને કહી છે, તે જ દશાની પ્રાપ્તિ જ સિદ્ધ છે, ઉપયોગી છે, કલ્યાણકર્તા છે, શ્રવણ તો માત્ર વાત છે. તેમજ તેથી પ્રતિકૂળ વાકય પણ માત્ર વાત છે; તે બેય લખી હોય અથવા એક જ લખી હોય અથવા વગર વ્યવસ્થાએ રાખ્યું હોય તોપણ તે બંધ કે મોક્ષનું કારણ. નથી; માત્ર બંધદશા તે બંધ છે, મોક્ષદશા તે મોક્ષ છે, ક્ષાયિકદશા તે ક્ષાયિક છે, અન્ય દશા તે અન્ય છે, શ્રવણ તે શ્રવણ છે, મનન તે મનન છે, પરિણામ તે પરિણામ છે, પ્રાપ્તિ તે પ્રાપ્તિ છે, એમ સહુરુષનો નિશ્વય છે. બંધ તે મોક્ષ નથી, મોક્ષ તે બંધ નથી, જે જે છે તે તે છે, જે જે સ્થિતિમાં છે, તે તે સ્થિતિમાં છે; બંધબુદ્ધિ ટળી નથી, અને મોક્ષ – જીવનમુકતતા - માનવામાં આવે તો તે જેમ સફળ નથી, તેમ અક્ષાયિકદશાએ સાયિક માનવામાં આવે તો તે પણ સફળ નથી. માનવાનું ફળ નથી, પણ દશાનું ફળ
જયારે એ પ્રકારે છે ત્યારે હવે આપણો આત્મા કઈ દશામાં હાલ છે, અને તે ક્ષાયિકસમકિતી જીવની દશાનો વિચાર કરવાને યોગ્ય છે કે કેમ, અથવા તેનાથી ઊતરતી અથવા તેથી ઉપરની દશાનો વિચાર આ જીવ યથાર્થ કરી શકે એમ છે કે કેમ? તે જ વિચારવું જીવને શ્રેયસ્કર છે. (પૃ. ૩૪૪)