Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૬૧૧
સમ્યકત્વ (ચાલુ) ઉ૮ માંહીથી દશા ફરે ત્યારે સમ્યક્ત્વની ખબર એની મેળે પોતાને પડે.
સદેવ એટલે રાગદ્વેષ ને અજ્ઞાન જેનાં ક્ષય થયાં છે તે. સદ્ગુરુ કોણ કહેવાય? મિથ્યાત્વગ્રંથિ જેની છેદાઈ છે તે. સદ્ગુરુ એટલે નિગ્રંથ. સતધર્મ એટલે જ્ઞાની પુરુષોએ બોધેલો ધર્મ.
આ ત્રણે તત્ત્વ યથાર્થ રીતે જાણે ત્યારે સમ્યકત્વ થયું ગણાય. (પૃ. ૭૧૨) T સમ્યકત્વ સર્વને જણાય એમ પણ નહીં, તેમ કોઇને પણ ન જણાય એમ પણ નહીં. વિચારવાનને તે
જણાય છે. (પૃ. ૭૪૦) D સમ્યત્વ એવી વસ્તુ છે કે એ આવે ત્યારે છાનું ના રહે. (પૃ. ૬૯૭) I જે જીવને સમ્યક્ત્વ ઉત્પન્ન થાય, તેને સર્વ પ્રકારની સંસારી ક્રિયા તે જ સમયે ન હોય એવો કંઈ નિયમ
નથી. સમ્યક્ત્વ ઉત્પન્ન થવા પછી સંસારી ક્રિયા રસરહિતપણે થવી સંભવે છે. ઘણું કરી એવી કોઈ પણ ક્રિયા તે જીવની હોતી નથી કે જેથી પરમાર્થને વિષે ભ્રાંતિ થાય; અને જ્યાં સુધી પરમાર્થને વિષે ભ્રાંતિ
થાય નહીં ત્યાં સુધી બીજી ક્રિયાથી સમ્યક્ત્વને બાધ થાય નહીં. (પૃ. ૩૭૭). T મૂળ જાણ્યા પછી ઉત્તર વિષય માટે આવું કેમ હશે, એવું જાણવા આકાંક્ષા થાય તેનું સમ્યક્ત્વ જાય
નહીં, અર્થાત્ તે પતિત હોય નહીં. (પૃ. ૭૦૫-૬) T સમ્યક્ત્વ આવવાથી (પ્રાપ્ત થવાથી) જીવ ફરે છે, (જીવની દશા ફરે છે); એટલે પ્રતિકૂળ હોય તો
- અનુકૂળ થાય છે. (પૃ. ૭૫૩) 0 અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ સમ્યકત્વ સિવાય ગયાં સંભવે નહીં, એમ જે કહેવાય છે
તે યથાર્થ છે. (પૃ. ૩૭૮) D કર્મપ્રકૃતિ ૧૫૮ છે. સમ્યક્ત્વ આવ્યા વિના તેમાંની કોઇ પણ પ્રકૃતિ સમૂળગી ક્ષય થાય નહીં.
અનાદિથી જીવ નિર્જરા કરે છે, પરંતુ મૂળમાંથી એક પણ પ્રકૃતિ ક્ષય થતી નથી ! સમ્યકૃત્વમાં એવું સામર્થ્ય છે, કે તે પ્રકૃતિને મૂળમાંથી ક્ષય કરે છે. તે આવી રીતે કે :- અમુક પ્રકૃતિ ક્ષય થયા પછી તે
આવે છે; અને જીવ બળિયો થાય તો આસ્તે આસ્તે સર્વ પ્રકૃતિ અપાવે છે. (પૃ. ૭૪૦) D સમ્મફત્વ પ્રાપ્ત થાય તેની દશા અદ્ભુત વર્તે. ત્યાંથી પાંચમે, છકે, સાતમે અને આઠમે જઈ બે ઘડીમાં મોક્ષ થઈ શકે છે. એક સમ્યક્ત્વ પામવાથી કેવું અદ્ભુત કાર્ય બને છે ! આથી સમ્યક્ત્વની ચમત્કૃતિ
અથવા તેનું માહાત્મ કોઇ અંશે સમજી શકાય તેમ છે. (પૃ. ૭૫૩) T સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી વધારેમાં વધારે પંદર ભવની અંદર મુક્તિ છે, અને જો ત્યાંથી તે પડે છે તો
અર્ધપુદ્ગલપરાવર્તનકાળ ગણાય. અર્ધપુદ્ગલપરાવર્તનકાળ ગણાય તોપણ તે સાદિસાંતના ભાંગામાં આવી જાય છે, એ વાત નિઃશંક છે. (પૃ. ૭૪ર) T સમ્યકત્વ અન્યોક્ત રીતે પોતાનું દૂષણ બતાવે છે - “મને ગ્રહણ કરવાથી ગ્રહણ કરનારની ઇચ્છા ન
થાય તોપણ મારે તેને પરાણે મોક્ષે લઈ જવો પડે છે; માટે મને ગ્રહણ કરવા પહેલાં એ વિચાર કરવો કે મોક્ષે જવાની ઇચ્છા ફેરવવી હશે તોપણ કામ આવવાની નથી; મને ગ્રહણ કરવા પછી નવમે સમયે તો મારે તેને મોક્ષે પહોંચાડવો જોઇએ. ગ્રહણ કરનાર કદાચ શિથિલ થઈ જાય તોપણ બને તો તે જ ભવે, અને ન બને તો વધારેમાં વધારે પંદર ભવે મારે તેને મોશે પહોંચાડવો જોઇએ. કદાચ મને છોડી દઈ મારાથી વિરુદ્ધ આચરણ કરે અથવા પ્રબળમાં પ્રબળ એવા મોહને ધારણ કરે તોપણ