Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૬૦૭
સમ્યકત્વ સંસારના મૂળ હેતુઓનો વિશેષ નાશ કરવાને અર્થે બાહ્ય અને અંતરંગ ક્રિયાનો જ્ઞાની પુરુષને નિરોધ થાય તેનું નામ 'પરમ સમ્યફચારિત્ર' વીતરાગોએ કહ્યું છે. મોક્ષના હેતુરૂપ એ બન્ને ચારિત્ર ધ્યાનથી અવશ્ય મુનિઓ પામે છે, એટલા માટે પ્રયત્નવાન ચિત્તથી
ધ્યાનનો ઉત્તમ અભ્યાસ કરો. (પૃ. ૫૮૪-૫). D હે સમ્મચારિત્રી ! હવે શિથિલપણું ઘટતું નથી. ઘણો અંતરાય હતો તે નિવૃત્ત થયો, તો હવે નિરંતરાય
પદમાં શિથિલતા શા માટે કરે છે? (પૃ. ૮૧૯) | સંબંધિત શિર્ષક ચારિત્ર સમ્યકજ્ઞાન D જ્ઞાનીએ નિરૂપણ કરેલાં તત્ત્વોનો યથાર્થ બોધ થવો તે “સમ્યકજ્ઞાન”. (પૃ. ૭૬૪) T કોઈ પણ પ્રકારનું દર્શન થાય તેને સમ્યફજ્ઞાન મોટા પુરુષોએ ગયું છે, એમ સમજવાનું નથી.
પદાર્થનો યથાર્થ બોધ પ્રાપ્ત થાય તેને સમ્યકજ્ઞાન ગણવામાં આવ્યું છે. (પૃ. ૩૦૮) D રાગાદિકથી વિરક્ત થવું એ જ સમ્યકજ્ઞાન. (પૃ. ૧૦)
જીવાદિ તત્ત્વો પ્રત્યે આસ્થારૂપ આત્મસ્વભાવ તે “સમ્યફદર્શન; જેથી માઠા આગ્રહથી રહિત “સમ્યફજ્ઞાન” થાય છે. સંશય, વિપર્યય અને ભ્રાંતિથી રહિત આત્મસ્વરૂપ અને પરસ્વરૂપને યથાર્થપણે ગ્રહણ કરી શકે તે સમ્યફજ્ઞાન", સાકારોપયોગરૂપ છે. તેના ઘણા ભેદ છે.
છvસ્થને પ્રથમ દર્શન અને પછી જ્ઞાન થાય છે. કેવળી ભગવાનને બન્ને સાથે થાય છે. (પૃ. ૫૮૪). T સર્વજ્ઞના જ્ઞાનમાં ભાસ્યમાન તત્ત્વોની સભ્યપ્રતીતિ થવી તે “સમ્યક્દર્શન' છે. તે તત્ત્વનો બોધ થવો
તે “સમ્યકજ્ઞાન” છે. (પૃ. ૫૮૫) T સમ્યફદર્શન સહિત જાણપણું હોય તે સમ્યકજ્ઞાન. (પૃ. ૭૩૪). T સમ્યફજ્ઞાન વિના વીતરાગ થઇ શકાય નહીં. સમ્યફદર્શન વિના જ્ઞાન અસમ્યફ કહેવાય છે. વસ્તુની જે સ્વભાવે સ્થિતિ છે, તે સ્વભાવે તે વસ્તુની સ્થિતિ સમજાવી તેને સમ્યકજ્ઞાન કહીએ છીએ.
(પૃ. ૮૨૬). 1 મોલતરનું બીજ શું? ક્રિયાસહિત સમ્યફજ્ઞાન. (પૃ. ૧૫) | સંબંધિત શિર્ષક : જ્ઞાન સમ્યકત્વ
સર્વગુણાંશ તે સમ્યકત્વ. (પૃ. ૨૦૭) D તત્ત્વાર્થની પ્રતીતિ તે ‘સમ્યકત્વ'. (પૃ. ૫૯૨) E ધર્માસ્તિકાયાદિના સ્વરૂપની પ્રતીતિ તે “સમ્યકત્વ'. (પૃ. ૧૯૫) D દેવ અરિહંત, ગુરુ નિગ્રંથ અને ધર્મ કેવળીનો પ્રરૂપેલો, એ ત્રણેની શ્રદ્ધાને જૈનમાં સમ્યકત્વ કહ્યું છે.