________________
|| સમિતિ
૬૦૬ સમિતિ D સમિતિ = સમ્યફ પ્રકારે જેની મર્યાદા રહી છે તે મર્યાદા સહિત, યથાસ્થિતપણે પ્રવર્તવાનો જ્ઞાનીઓએ
જે માર્ગ કહ્યો છે તે માર્ગ પ્રમાણે માપસહિત પ્રવર્તવું તે. (પૃ. ૭૭૬) T સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ એ જ નિગ્રંથનો પરમ ધર્મ છે. એક સમય પણ ઉપયોગ બહિર્મુખ કરવો
નહીં એ નિગ્રંથનો મુખ્ય માર્ગ છે; પણ તે સંયમાર્થે દેહાદિ સાધન છે તેના નિર્વાહને અર્થે સહજ પણ પ્રવૃત્તિ થવા યોગ્ય છે. કંઈ પણ તેવી પ્રવૃત્તિ કરતાં ઉપયોગ બહિર્મુખ થવાનું નિમિત્ત છે, તેથી તે પ્રવૃત્તિ અંતર્મુખ ઉપયોગ પ્રત્યે રહ્યા કરે એવા પ્રકારમાં ગ્રહણ કરાવી છે; કેવળ અને સહજ અંતર્મુખ ઉપયોગ તો મુખ્યતાએ કેવળ ભૂમિકા નામે તેરમે ગુણસ્થાનકે હોય છે. અને નિર્મળ વિચારધારાના બળવાનપણા સહિત અંતર્મુખ ઉપયોગ સાતમે ગુણસ્થાનકે હોય છે. પ્રમાદથી તે ઉપયોગ અલિત થાય છે, અને કંઈક વિશેષ અંશમાં અલિત થાય તો વિશેષ બહિર્મુખ ઉપયોગ થઈ ભાવઅસંયમપણે ઉપયોગની પ્રવૃત્તિ થાય છે. તે ન થવા દેવાને અને દેહાદિ સાધનના નિર્વાહની પ્રવૃત્તિ પણ ન છોડી શકાય એવી હોવાથી તે પ્રવૃત્તિ અંતર્મુખ ઉપયોગ થઇ શકે એવી અદ્ભુત સંકળનાથી ઉપદેશી છે, જેને પાંચ સમિતિ કહેવાય છે. જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક ચાલવું પડે તો ચાલવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક બોલવું પડે તો બોલવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક આહારાદિ ગ્રહણ કરવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક વસ્ત્રાદિનું લેવું મૂકવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક દીર્ઘશંકાદિ શરીરમળનો ત્યાગ કરવા યોગ્ય ત્યાગ કરવો. એ પ્રકારે પ્રવૃત્તિરૂપ પાંચ સમિતિ કહી છે. જે જે સંયમમાં પ્રવર્તવાના બીજા પ્રકારો ઉપદેશ્યા છે, તે તે સર્વ આ પાંચ સમિતિમાં સમાય છે; અર્થાતું. જે કંઈ નિગ્રંથને પ્રવૃત્તિ કરવાની આજ્ઞા આપી છે, તે પ્રવૃત્તિમાંથી જે પ્રવૃત્તિ ત્યાગ કરવી અશક્ય છે, તેની જ આજ્ઞા આપી છે; અને તે એવા પ્રકારમાં આપી છે કે મુખ્ય હેતુ જે અંતર્મુખ ઉપયોગ તેને જેમ અસ્મલિતતા રહે તેમ આપી છે. તે જ પ્રમાણે વર્તવામાં આવે તો ઉપયોગ સતત જાગ્રત રહ્યા કરે, અને જે જે સમયે જીવની જેટલી જેટલી જ્ઞાનશક્તિ તથા વીર્યશક્તિ છે તે તે અપ્રમત્ત રહ્યા કરે. દીર્ઘશંકાદિ ક્રિયાએ પ્રવર્તતાં પણ અપ્રમત્ત સંયમદ્રષ્ટિ વિસ્મરણ ન થઈ જાય તે હેતુએ તેવી તેવી સંકડાશવાળી ક્રિયા ઉપદેશી છે, પણ સત્પરુષની દ્રષ્ટિ વિના તે સમજાતી નથી. આ રહસ્યવ્રુષ્ટિ સંક્ષેપમાં લખી છે, તે પર ઘણો ઘણો વિચાર કર્તવ્ય છે. સર્વ ક્રિયામાં પ્રવર્તતાં આ દૃષ્ટિ સ્મરણમાં આણવાનો લક્ષ
રાખવા યોગ્ય છે. (પૃ. ૫૯૬). સમ્યફચારિત્ર, I આત્મા શુદ્ધચૈતન્ય, જન્મજરામરણરહિત અસંગ સ્વરૂપ છે; એમાં સર્વ જ્ઞાન સમાય છે; તેની
પ્રતીતિમાં સર્વ સમ્યક્દર્શન સમાય છે; આત્માને અસંગસ્વરૂપે સ્વભાવદશા રહે તે સમ્યક્યારિત્ર,
ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગદશા છે. (પૃ. ૬૦૫) D ઉપાદેય તત્ત્વનો અભ્યાસ થવો તે “સમ્યફચારિત્ર' છે. (પૃ. ૫૮૫) I અશુભભાવથી નિવૃત્તિ અને શુભભાવમાં પ્રવૃત્તિ તે “ચારિત્ર'. વ્યવહારનયથી તે ચારિત્ર વ્રત,
સમિતિ, ગુપ્તિ રૂપે શ્રી વીતરાગોએ કહ્યું છે.