Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
| સમ્યકત્વ (ચાલુ)
૬૦૮ માત્ર ગુરુ અસત્ હોવાથી દેવ અને ધર્મનું ભાન નહોતું. સદ્દગુરુ મળવાથી તે દેવ અને ધર્મનું ભાન થયું. તેથી સદ્ગુરુ પ્રત્યે આસ્થા એ જ સમ્યકત્વ. જેટલી જેટલી આસ્થા અને અપૂર્વપણું તેટલું તેટલું સમ્યકત્વનું નિર્મળપણું સમજવું. આવું સાચું સમ્યક્ત્વ પામવાની ઇચ્છા, કામના સદાય રાખવી.
(પૃ. ૬૮-૭) T સદગુરુ, સદેવ, કેવળીનો પ્રરૂપેલો ધર્મ તેને સમ્યક્ત્વ કહ્યું, પણ સદેવ અને કેવળી એ બે
સદ્ગુરુમાં સમાઈ ગયા. (પૃ. ૬૯૩) “આત્મા આ હશે? ' તેવું જ્ઞાન થાય તે “સમ્યક્ત્વમોહનીય.” “આત્મા આ છે' એવો નિશ્રયભાવ તે
“સમ્યકત્વ'. (પૃ. ૭૦૯) T સાચું સમજાઈ તેની આસ્થા થઈ તે જ સમ્યક્ત્વ છે. જેને ખરાખોટાની કિંમત થઈ છે, તે ભેદ જેને
મટયો છે તેને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય. (પૃ. ૭૩૩). D મિથ્યાત્વની નિવૃત્તિ તે જ “સમ્યકત્વ'. (પૃ. ૭૫૪) | નિજ સ્વભાવ જ્ઞાનમાં કેવળ ઉપયોગે, તન્મયાકાર, સહજ સ્વભાવે, નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે કેવળજ્ઞાન છે. તથારૂપ પ્રતીતિપણે પરિણમે તે સમ્યકત્વ છે. તથારૂપ પ્રતીતિ થયે અન્યભાવ સંબંધી
અહંમમત્વાદિ, હર્ષ, શોક, ક્રમે કરી ક્ષય થાય. (પૃ. ૫૨૦, ૭૨૦) T સમ્યકત્વનું સ્વરૂપ માત્ર વાણીયોગથી કહી શકાય; જો એકદમ કહેવામાં આવે તો ત્યાં આગળ જીવને ઊલટો ભાવ ભાસે; તથા સમ્યકત્વ ઉપર ઊલટો અભાવ થવા માંડે; પરંતુ તે જ સ્વરૂપ જો અનુક્રમે જેમ જેમ દશા વધતી જાય તેમ તેમ કહેવામાં અથવા સમજાવવામાં આવે તો તે સમજવામાં આવી શકવા યોગ્ય છે. જીવને સમજાય તો સમજવા પછીથી બહુ સુગમ છે; પણ સમજવા સારુ જીવે આજ દિવસ સુધી ખરેખરો લક્ષ આપ્યો નથી. સમ્યકત્વ પ્રાપ્ત થવાના જીવને જ્યારે જ્યારે જોગ બન્યા છે ત્યારે ત્યારે બરાબર ધ્યાન આપ્યું નથી, કારણ કે જીવને અંતરાય ઘણા છે. કેટલાક અંતરાયો તો પ્રત્યક્ષ છે, છતાં જાણવામાં આવતા નથી. જો જણાવનાર મળે તો પણ અંતરાયના જોગથી ધ્યાનમાં લેવાનું બનતું નથી.
કેટલાક અંતરાયો તો અવ્યક્ત છે કે જે ધ્યાનમાં આવવા જ મુશ્કેલ છે. (પૃ. ૭૪૦) | દીર્ધકાળ સુધી યથાર્થબોધનો પરિચય થવાથી બોધબીજની પ્રાપ્તિ હોય છે; અને એ બોધબીજ તે પ્રાય
નિશ્રય સમ્યકત્વ હોય છે. (પૃ. ૩૧૭). T સમ્યકત્વ પામ્યા છે એવા પુરુષનો નિશ્રય થયે અને જોગ્યતાના કારણે જીવ સમ્યકત્વ પામે છે. (પૃ. ૨૮૭) ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્રવાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સના ચરણમાં રહેવું. અને એ એક જ લક્ષ ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને પોતાને
શું કરવું યોગ્ય છે, અને શું કરવું અયોગ્ય છે તે સમજાય છે, સમજાતું જાય છે. એ લક્ષ આગળ થયા વિના જપ, તપ, ધ્યાન કે દાન કોઇની યથાયોગ્ય સિદ્ધિ નથી, અને ત્યાં સુધી ધ્યાનાદિક નહીં જેવાં કામનાં છે. માટે એમાંથી જે જે સાધનો થઈ શકતાં હોય તે બધાં એક લક્ષ થવાને અર્થે કરવાં કે જે લક્ષ અમે ઉપર જણાવ્યો છે. જપતપાદિક કંઈ નિષેધવા યોગ્ય નથી; તથાપિ તે બધાં એક લક્ષને અર્થે છે, અને એ લક્ષ