Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૫૯૯
સમતા (ચાલુ) સુખદુઃખ પર સમભાવ કરું. (પૃ. ૧૩૮) પૂર્વકર્મને અનુસરી જે કંઈ પણ સુખદુઃખ પ્રાપ્ત થાય તે સમાનભાવથી વેદવું એ જ્ઞાનીની શિખામણ
સાંભરી આવી છે, તે લખી છે. માયાની રચના ગહન છે. (પૃ. ૩૨૦) T સમય માત્ર પણ અપ્રમત્તધારાને નહીં વિસ્મરણ કરતું એવું જે આત્માકાર મન તે વર્તમાન સમયે ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે; અને જે કોઈ પણ પ્રકારે વર્તાય છે, તેનું કારણ પૂર્વે નિબંધન કરવામાં આવેલો એ ઉદય છે. તે ઉદયને વિષે પ્રીતિ પણ નથી, અને અપ્રીતિ પણ નથી. સમતા છે; કરવા યોગ્ય પણ,
એમ જ છે. (પૃ. ૩૨૪-૫). 'T ઉદય આવેલો અંતરાય સમપરિણામે દવા યોગ્ય છે, વિષમ પરિણામે વેદવા યોગ્ય નથી.
કોઈ પણ પ્રકારે ભવિષ્યનો સાંસારિક વિચાર છોડી વર્તમાનમાં સમપણે પ્રવર્તવાનો દ્રઢ નિશ્ચય કરવો એ તમને યોગ્ય છે; ભવિષ્યમાં જે થવા યોગ્ય હશે, તે થશે, તે અનિવાર્ય છે, એમ ગણી પરમાર્થ-પુરુષાર્થ ભણી સન્મુખ થવું યોગ્ય છે. લજ્જા અને આજીવિકા મિથ્યા છે. કુટુંબાદિનું મમત્વ રાખશો તોપણ જે થવાનું હશે તે થશે. તેમાં સમપણું રાખશો તોપણ જે થવા યોગ્ય હશે તે થશે; માટે નિઃશંકપણે નિરભિમાની થવું યોગ્ય છે. સમપરિણામે પરિણમવું યોગ્ય છે, અને એ જ અમારો બોધ છે. આ જ્યાં સુધી નહીં પરિણમે ત્યાં સુધી
યથાર્થ બોધ પણ પરિણમે નહીં. (પૃ. ૩૩૧). T સત્સંગના અભાવમાં સમપરિણતિ રહેવી એ વિકટ છે; તથાપિ એમ કરવામાં જ આત્મસાધન રહ્યું
હોવાથી ગમે તેવા માઠાં નિમિત્તમાં પણ જે પ્રકારે સમપરિણતિ આવે તે પ્રકારે પ્રવર્તવું એ જ યોગ્ય છે. જ્ઞાનીના આશ્રયમાં નિરંતર વાસ હોય તો સહજ સાધન વડે પણ સમપરિણામ પ્રાપ્ત હોય છે, એમાં તો નિર્વિવાદતા છે, પણ જ્યારે પૂર્વકર્મનાં નિબંધનથી અનુકૂળ નહીં એવાં નિમિત્તમાં નિવાસ પ્રાપ્ત થયો છે, ત્યારે ગમે તેમ કરીને પણ તેના પ્રત્યે અષપરિણામ રહે એમ પ્રવર્તવું એ જ અમારી વૃત્તિ છે, અને એ જ શિક્ષા છે. સપુરુષનો દોષ જે પ્રકારે તેઓ ન ઉચ્ચારી શકે, તે પ્રકારે જો તમારાથી (શ્રી અંબાલાલભાઇથી) પ્રવર્તવાનું બની શકે તેમ હોય તો વિકટતા વેઠીને પણ તેમ પ્રવર્તવું યોગ્ય છે. હાલ અમારી તમને એવી કોઈ શિક્ષા નથી કે તમારે તેમનાથી ઘણી રીતે પ્રતિકુળ વર્તન કરવું પડે. કોઈ બાબતમાં તેઓ તમને બહુ પ્રતિકુળ ગણતા હોય તો તે જીવનો અનાદિ અભ્યાસ છે એમ જાણી સહનતા રાખવી એ
વધારે યોગ્ય છે. (પૃ. ૩૪૮). D ફ્રેબાદિક સંગ વિષે લખ્યું તે ખરું છે. તેમાં પણ આ કળમાં એવા સંગમાં જીવે સમપણે પરિણમવું એ
મહા વિકટ છે, અને જેઓ એટલે છતાં પણ સમપણે પરિણમે, તે નિકટભવી જીવ જાણીએ છીએ. (પૃ.
૩૦૫) 1 ઉદય આવ્યે ભોગવવું જ જોઈએ, સમતા રાખે તેને સમતાનું ફળ. સહુ સહુના પરિણામ પ્રમાણે કર્મ
ભોગવવાં પડે છે. (પૃ. ૭૩૪). I વ્યવહારના પ્રસંગને સાવધાનપણે, મંદ ઉપયોગે, સમતાભાવે નિભાવ્યો આવજે. બીજા તારું કેમ માનતા નથી એવો પ્રશ્ન તારા અંતરમાં ન ઊગો. બીજા તારું માને છે એ ઘણું યોગ્ય છે, એવું સ્મરણ તને ન થાઓ. (પૃ. ૨૧૪)