________________
સમાગમ (ચાલુ)
૦૨ છે, તે જીવોને સત્પરુષોનો સમાગમ અને સાસ્ત્રનું શ્રવણ વિશેષ કરીને હિતકારી થાય છે. આરંભ પરિગ્રહ પર વિશેષ વૃત્તિ વર્તતી હોય તે જીવમાં સપુરુષનાં વચનનું અથવા સન્શાસ્ત્રનું પરિણમન થવું
કઠણ છે. (પૃ. ૬૦૦-૭) T સત્સમાગમ નિરંતર કર્તવ્ય છે. (પૃ. ૩૭)
ઇન્દ્રિયનિગ્રહના અભ્યાસપૂર્વક સત્કૃત અને સત્સમાગમ નિરંતર ઉપાસવા યોગ્ય છે. (પૃ. ૩૭) મહાત્મા મુનિવરોના ચરણની, સંગની ઉપાસના અને સત્સાસ્ત્રનું અધ્યયન મુમુક્ષોઓને આત્મબળની વર્ધમાનતાના સદુપાય છે. જેમ જેમ ઇન્દ્રિયનિગ્રહ, જેમ જેમ નિવૃત્તિયોગ તેમ તેમ તે સત્સમાગમ અને
સન્શાસ્ત્ર અધિક અધિક ઉપકારી થાય છે. (પૃ. ૬૪૩) T સત્સમાગમમાં જીવ આવ્યો, ને ઇન્દ્રિયોનું લુબ્ધપણું ન જાય તો સત્સમાગમમાં આવ્યો નથી એમ
સમજવું. (પૃ. ૭૨૬). T કોઈનો પણ સમાગમ કરવા યોગ્ય નથી છતાં જ્યાં સુધી તેવી દશા ન થાય ત્યાં સુધી સત્પરુષનો
સમાગમ અવશ્ય સેવવો ઘટે છે. (પૃ. ૧૫૫). T ક્ષણભંગુર દુનિયામાં પુરુષનો સમાગમ એ જ અમૂલ્ય અને અનુપમ લાભ છે. (પૃ. ૧૬૮). T ક્ષણવારનો પણ સત્પરુષનો સમાગમ તે સંસારરૂપ સમુદ્ર તરવાને નૌકારૂપ થાય છે. (પૃ. ૨૨૪) વિશેષ ઊંચી ભૂમિકાને પામેલા મુમુક્ષુઓને પણ સત્પરુષોનો યોગ અથવા સત્સમાગમ આધારભૂત છે, એમાં સંશય નથી. શુદ્ધ સાન વગરના આ જીવને કોઈ પણ યોગથી શુભેચ્છા, કલ્યાણ કરવાની ઇચ્છા પ્રાપ્ત થાય અને નિઃસ્પૃહ પરમ પુરુષનો યોગ બને તો જ આ જીવને ભાન આવવું યોગ્ય છે. તે વિયોગમાં સાસ્ત્ર અને સદાચારનો પરિચય કર્તવ્ય છે; અવશ્ય કર્તવ્ય છે. (પૃ. ૬૧૪). પ્રત્યક્ષ સત્પરુષોનો સમાગમ ક્વચિત્ ક્વચિત્ જીવને પ્રાપ્ત થાય છે, પણ જો જીવ સદ્ગષ્ટિવાન હોય તો સત્કૃતના ઘણા કાળના સેવનથી થતો લાભ પ્રત્યક્ષ સત્પરુષના સમાગમથી બહુ અલ્પકાળમાં પ્રાપ્ત કરી શકે છે; કેમકે પ્રત્યક્ષ ગુણાતિશયવાન નિર્મળ ચેતનના પ્રભાવવાળાં વચન અને વૃત્તિ ક્રિયાચેષ્ટિતપણું છે. જીવને તેવો સમાગમયોગ પ્રાપ્ત થાય એવું વિશેષ પ્રયત્ન કર્તવ્ય છે. (પૃ. ૬૧૮). પ્રમત્ત-પ્રમત્ત એવા વર્તમાન જીવો છે, અને પરમ પુરુષોએ અપ્રમત્તમાં સહજ આત્મશુદ્ધિ કહી છે,
માટે તે વિરોધ શાંત થવા પરમ પુરુષનો સમાગમ, ચરણનો યોગ જ પરમ હિતકારી છે. (પૃ. ૬૪૮). D સત્યરુષનો યોગ તથા સત્સમાગમ મળવો બહુ કઠણ છે, એમાં સંશય નથી. ગ્રીષ્મ ઋતુના તાપથી
તપાયમાન થયેલા પ્રાણીને શીતળ વૃક્ષની છાયાની પેઠે મુમુક્ષુ જીવને સત્પરુષનો યોગ તથા સત્સમાગમ
ઉપકારી છે. સર્વ શાસ્ત્રોમાં તેવો યોગ મળવો દુર્લભ કહ્યો છે. (પૃ. ૬૧૩). D શુભેચ્છાથી માંડીને ક્ષીણમોહપર્યત સદ્ભુત અને સત્સમાગમ સેવવા યોગ્ય છે. સર્વકાળમાં એ સાધનનું
જીવને દુર્લભપણું છે. તેમાં આવા કાળમાં દુર્લભપણું વર્તે તે યથાસંભવ છે. (પૃ. ૧૮) D મનની વૃત્તિ શુદ્ધ અને સ્થિર થાય એવો સત્સમાગમ પ્રાપ્ત થવો બહુ દુર્લભ છે. વળી તેમાં આ
દુષમકાળ હોવાથી જીવને તેનો વિશેષ અંતરાય છે. જે જીવને પ્રત્યક્ષ સત્સમાગમનો વિશેષ લાભ પ્રાપ્ત થાય તે મહત્પષ્યવાનપણું છે. સત્સમાગમના વિયોગમાં સલ્ફાસ્ત્રનો સદાચારપૂર્વક પરિચય