________________
૫૯૭
સમજણ (ચાલુ)
અનંતકાળથી યમ, નિયમ, શાસ્ત્રાવલોકનાદિ કાર્ય કર્યા છતાં સમજાવું અને શમાવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં, અને તેથી પરિભ્રમણનિવૃત્તિ ન થઇ. સમજાવા અને શમાવાનું જે કોઈ ઐક્ય કરે, તે સ્વાનુભવપદમાં વર્તે; તેનું પરિભ્રમણ નિવૃત્ત થાય. સદ્ગુરુની આજ્ઞા વિચાર્યા વિના જીવે તે પરમાર્થ જાણ્યો નહીં; જાણવાનો પ્રતિબંધક અસત્સંગ, સ્વચ્છેદ અને અવિચાર તેનો રોધ કર્યો નહીં જેથી સમજાવું અને શમાવું તથા બેયનું ઐક્ય ન બન્યું એવો નિશ્રય પ્રસિદ્ધ છે. અત્રેથી આરંભી ઉપર ઉપરની ભૂમિકા ઉપાસે તો જીવ સમજીને સમાય, એ નિઃસંદેહ છે. અનંત જ્ઞાની પુરુષે અનુભવ કરેલો એવો આ શાશ્વત સુગમ મોક્ષમાર્ગ જીવને લક્ષમાં નથી આવતો, એથી ઉત્પન્ન થયેલું ખેદ સહિત આશ્રર્ય તે પણ અત્રે શમાવીએ છીએ. સત્સંગ, સદ્વિચારથી શમાવા સુધીનાં સર્વ પદ અત્યંત સાચાં છે, સુગમ છે, સુગોચર છે, સહજ છે, અને નિઃસંદેહ છે. (પૃ. ૪૮૭-૮) D “સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવું' એ જ મુખ્ય તો સમજવાનું છે. બાળજીવોને સમજવા સારુ
સિદ્ધાંતોના મોટાભાગનું વર્ણન જ્ઞાની પુરુષોએ કર્યું છે. (પૃ. ૯૫) T જેને અનુભવ થયો છે એવા અનુભવીના આશ્રયે તે સમજી તેની આજ્ઞા પ્રમાણે વર્તે તો જ્ઞાન થાય
સમજ્યા વિના રસ્તો ભારે વિકટ છે. હીરો કાઢવા માટે ખાણ ખોદવી તે મહેનત છે, પણ હીરો લેવો તેમાં મહેનત નથી. તે જ પ્રમાણે આત્મા સંબંધી સમજણ આવવી દુર્લભ છે; નહીં તો આત્મા કંઈ દૂર
નથી. ભાન નથી તેથી દૂર લાગે છે. (પૃ. ૭૧૩) D આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, નહીં તો અનંત ઉપાય પણ નથી. અને તે સમજવું પણ કંઈ વિકટ
નથી, કેમકે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે; અને તે કંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપવે કે ન જણાવે, તેથી સમજવી ન બને. પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે? (પૃ. ૪૩૬) D અમે સાચું સમજવાના કામી છીએ. કંઈ લાભશરમ, માન, પૂજાદિના કામી નથી; છતાં સાચું કેમ ન
સમજાય? સદ્ગુરુની દૃષ્ટિએ સમજાય. પોતાથી યથાર્થ ન સમજાય. (પૃ. ૨૪૨) 1 જીવે છે જે સાંભળ્યું છે તે તે અવળું જ ગ્રહણ કર્યું છે. જ્ઞાની બિચારા શું કરે ? કેટલુંક સમજાવે ? સમજાવવાની રીતે સમજાવે, મારી કૂટીને સમજાવ્ય આત્મજ્ઞાન થાય નહીં. આગળ જે જે વ્રતાદિ કર્યો તે તે અફળ ગયાં, માટે હવે સત્પરુષની દૃષ્ટિએ તેનો પરમાર્થ જુદો જ સમજાશે. સમજીને કરો. (પૃ. ૭૨૬) એક વાત સમજાય નહીં ત્યાં સુધી બીજી વાત સાંભળવી શું કામની ? એક વાર સાંભળ્યું તે સમજાય નહીં ત્યાં સુધી બીજી વાર સાંભળવું નહીં. સાંભળેલું ભૂલવું નહીં, - એક વાર જમ્યા તે પચ્યા વગર બીજું ખાવું નહીં તેની પેઠે. (પૃ. ૭૧૭-૮). માન અને મતાગ્રહ એ માર્ગ પામવામાં આડા સ્તંભરૂપ છે. તે મૂકી શકાતાં નથી, અને તેથી સમજાતું નથી. સમજવામાં વિનયભક્તિની પહેલી જરૂર પડે છે. તે ભક્તિ માન, મહાગ્રહના કારણથી આદરી
શકાતી નથી. (પૃ. ૭૫૬). D જ્યાં જ્યાં દુરાગ્રહ હોય ત્યાં ત્યાંથી છૂટવું; “એને મારે જોઇતાં નથી' એ જ સમજવાનું છે. (પૃ. ૯૫)