________________
૫૯૫
સમકિતી,
છેવટે પંદરમે ભવે કેવળજ્ઞાન થાય જ. માટે સમકિત સર્વોત્કૃષ્ટ છે. (પૃ. ૭૨૨) T સમકિત છે તે દેશ ચારિત્ર છે; દેશે કેવળજ્ઞાન છે. (પૃ. ૭૨૧). T સમકિતવૃષ્ટિ જીવને “કેવળજ્ઞાન” કહેવાય. વર્તમાનમાં ભાન થયું છે માટે “દેશે કેવળજ્ઞાન' થયું
કહેવાય; બાકી તો આત્માનું ભાન થયું એટલે કેવળજ્ઞાન. તે આ રીતે કહેવાય :- સમકિતવૃષ્ટિને આત્માનું ભાન થાય ત્યારે તેને કેવળજ્ઞાનનું ભાન પ્રગટયું; અને ભાન પ્રગટયું એટલે કેવળજ્ઞાન અવશ્ય થવાનું; માટે આ અપેક્ષાએ સમતિવૃષ્ટિને કેવળજ્ઞાન કહ્યું છે. સમ્યકત્વ થયું એટલે જમીન ખેડી ઝાડ વાવ્યું, ઝાડ થયું, ફળ થયાં, ફળ થોડાં ખાધાં, ખાતાં ખાતાં આયુષ્ય પૂરું થયું તો પછી બીજે ભવ ફળ ખવાય. માટે કેવળજ્ઞાન’ આ કાળમાં નથી, નથી એવું અવળું માની લેવું નહીં; અને કહેવું નહીં. સમ્યકત્વ પ્રાપ્ત થતાં અનંતા ભવ મટી એક ભવ આડો રહ્યો; માટે સમ્યકત્વ ઉત્કૃષ્ટ છે.
સમકિત આબે માંહી - અંતરમાં - દશા ફરે; કેવળજ્ઞાનનું બીજ પ્રગટ થયું. (પૃ. ૭૧૭) D સમકિત આવ્યા વગર કોઈને સહજસમાધિ થાય નહીં. સમતિ થવાથી સહેજે સમાધિ થાય. સમતિ
થવાથી સહેજે આસક્તભાવ મટી જાય. બાકી આસક્તભાવને અમસ્થી ના કહેવાથી બંધ રહે નહીં.
સપુરુષના વચન પ્રમાણે, તેની આજ્ઞા પ્રમાણે વર્તે તેને સમકિત અંશે થયું. (પૃ. ૭૨૧). T સમકિત થાય તો સહેજે સમાધિ થાય, અને પરિણામે કલ્યાણ થાય. (પૃ. ૭૨૨). T સમકિતનાં મૂળ બાર વ્રત - સ્થળ પ્રાણાતિપાત; શૂળ મૃષાવાદ આદિ. બધાં સ્થૂળ કહી જ્ઞાનીએ આત્માનો ઓર જ માર્ગ સમજાવ્યો છે. વ્રત બે પ્રકારનાં છે - (૧) સમકિત વગર બાહ્યવ્રત છે; (૨)
સમકિતસહિત અંતર્ધ્વત છે. સમકિતસહિત બાર વ્રતનો પરમાર્થ સમજાય તો ફળ થાય. (પૃ. ૭૨૬) D સંબંધિત શિર્ષકો સમ્યકત્વ, સમ્યક્દર્શન | સમકિતી | 3D સમકિતી એટલે મિથ્યાત્વમુક્ત. (પૃ. ૭૧૭) D V૦ વ્યવહારમાં ચોથા ગુણસ્થાનકે ક્યા ક્યા વ્યવહાર લાગુ પડે? શુદ્ધ વ્યવહાર કે બીજા ખરા? ઉ0 બીજા બધાય લાગુ પડે. ઉદયથી શુભાશુભ વ્યવહાર છે; અને પરિણતિએ શુદ્ધ વ્યવહાર છે.
પરમાર્થથી શુદ્ધ કર્તા કહેવાય. પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની ખપાવ્યા છે માટે શુદ્ધ વ્યવહારના કર્તા છે. સમકિતીને અશુદ્ધ વ્યવહાર ટાળવાનો છે. સમકિતી પરમાર્થથી શુદ્ધ કર્તા છે.
(પૃ. ૭૨૪-૫) 1 સમકિતીને આઠ મદમાંનો એક્ક મદ ન હોય. (પૃ. ૬૭૮) B ૧. શમ = ક્રોધાદિ પાતળાં પાડવાં તે.
૨. સંવેગ = મોક્ષમાર્ગ સિવાય બીજી કોઈ ઈચ્છા નહીં તે. ૩. નિર્વેદ = સંસારથી થાકી જવું તે, સંસારથી અટકી જવું તે. ૪. આસ્થા = સાચા ગુરુની, સદ્ગુરુની આસ્થા થવી તે. ૫. અનુકંપા = સર્વ પ્રાણી પર સમભાવ રાખવો તે, નિર્વેર બુદ્ધિ રાખવી તે.