Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
| સમકિતી (ચાલુ)
૫૯૬ આ ગુણો સમકિતી જીવમાં સહેજે હોય. પ્રથમ સાચા પુરુષનું ઓળખાણ થાય, તો પછી આ ચાર ગુણો
આવે. (પૃ. ૭૧૬) T સમકિતવૃષ્ટિને અલ્પ હર્ષ, અલ્પ શોક ક્વચિત્ થઈ આવે પણ પાછો સમાવેશ પામી જાય, અંગનો
હર્ષ ન રહે, ખેદ થાય તેવો ખેંચી લે. તે “આમ થવું ન ઘટે' એમ વિચારે છે, અને આત્માને નિંદે છે. હર્ષ શોક થાય તો પણ તેનું (સમકિતનું) મૂળ જાય નહીં. સમકિતવૃષ્ટિને અંશે સહજપ્રતીતિ પ્રમાણે સદાય સમાધિ છે. કનકવાની દોરી જેમ હાથમાં છે તેમ સમકિતવૃષ્ટિના હાથમાં તેની વૃત્તિરૂપી દોરી
સમકિતવૃષ્ટિ જીવને સહજસમાધિ છે. સત્તામાં કર્મ રહ્યાં હોય, પણ પોતાને સહજસમાધિ છે. બહારનાં કારણોથી તેને સમાધિ નથી, આત્મામાંથી મોહ ગયો તે જ સમાધિ છે. પોતાના હાથમાં દોરી નથી તેથી મિથ્યાદૃષ્ટિ બહારનાં કારણોમાં તદાકાર થઈ જઈ તે રૂપ થઈ જાય છે. સમકિતવૃષ્ટિને બહારનાં દુઃખ આબે ખેદ હોય નહીં; જોકે રોગ ના આવે એવું ઇચ્છે નહીં; રોગ આવ્યે રાગદ્વેષ પરિણામ થાય
નહીં. (પૃ. ૭૨૧) D શ્રેણિકરાજા નરકમાં છે, પણ સમભાવે છે, સમકિતી છે, માટે તેને દુઃખ નથી. (પૃ. ૯૦) T સમકિતીને કેવળજ્ઞાનની ઇચ્છા નથી ! (પૃ. ૭૨૨) | સંબંધિત શિર્ષકો જ્ઞાની, સમ્યફદ્રષ્ટિ સમજણ D જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે. તેથી ઉપયોગ અન્ય વિકલ્પરહિત થયો તેનું
નામ શમાવું છે. વસ્તુતાએ બન્ને એક જ છે. જેમ છે તેમ સમજાવાથી ઉપયોગ સ્વરૂપમાં સમાયો, અને આત્મા સ્વભાવમય થઈ રહ્યો એ પ્રથમ વાક્ય “સમજીને શમાઇ રહ્યા” તેનો અર્થ છે. અન્ય પદાર્થના સંયોગમાં જે અધ્યાસ હતો, અને તે અધ્યાસમાં આત્માપણું માર્યું હતું, તે અધ્યાસરૂપ આત્માપણું સમાઈ ગયું. એ બીજું વાક્ય “સમજીને શમાઇ ગયા” તેનો અર્થ છે. પર્યાયાંતરથી અર્થાતર થઈ શકે છે. વાસ્તવ્યમાં બન્ને વાક્યનો પરમાર્થ એક જ વિચારવા યોગ્ય છે. જે જે સમજ્યા તેણે તેણે મારે તારે એ આદિ અહંત, મમત્વ શમાવી દીધું; કેમકે કોઈ પણ નિજ સ્વભાવ તેવો દીઠો નહીં; અને નિજ સ્વભાવ તો અચિંત્ય અવ્યાબાધ સ્વરૂપ, કેવળ ન્યારો જોયો એટલે તેમાં જ સમાવેશ પામી ગયા. આત્મા સિવાય અન્યમાં સ્વમાન્યતા હતી તે ટાળી પરમાર્થે મૌન થયા; વાણીએ કરી આ આનું છે એ આદિ કહેવાનું બનવારૂપ વ્યવહાર, વચનાદિ યોગ સુધી ક્વચિત્ રહ્યો, તથાપિ આત્માથી આ મારું છે એ વિકલ્પ કેવળ સમાઈ ગયો; જેમ છે તેમ અચિંત્ય સ્વાનુભવગોચરપદમાં લીનતા થઇ. એ બન્ને વાક્ય લોકભાષામાં પ્રવર્તી છે, તે “આત્મભાષા'માંથી આવ્યાં છે. જે ઉપર કહ્યા તે પ્રકારે ન શમાયા તે સમજ્યા નથી એમ એ વાક્યનો સારભૂત અર્થ થયો; અથવા જેટલે અંશે શમાયા એટલે અંશે સમજ્યા, અને જે પ્રકારે શમાયા તે પ્રકારે સમજ્યા, એટલો વિભાગાર્થ થઇ શકવા યોગ્ય છે, તથાપિ મુખ્યાર્થમાં ઉપયોગ વર્તાવવો ઘટે છે.