Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
| સમકિત (ચાલુ)
પ૯૪ સાચા મોક્ષમાર્ગને પામેલા એવા પુરુષની તથારૂપ પ્રતીતિથી સિદ્ધાંતમાં ઘણે સ્થળે સમકિત કહ્યું છે. એ સમકિત આવ્યા વિના જીવને ઘણું કરીને જીવ અને અજીવનું યથાર્થ જ્ઞાન પણ થતું નથી. જીવઅજીવનું જ્ઞાન પામવાનો મુખ્ય માર્ગ એ જ છે. (પૃ. ૫૯૭). કદાગ્રહ મૂકીને જીવ વિચારે, તો માર્ગ તો જુદો છે. સમક્તિ સુલભ છે, પ્રત્યક્ષ છે, સહેલું છે. જીવ ગામ
મૂકી આઘો ગયો છે તે પાછો ફરે ત્યારે ગામ આવે. (પૃ. ૭૩૩). T સહુ સામાયિક કરે છે, ને કહે છે કે જ્ઞાની સ્વીકારે તે ખરું. સમતિ હશે કે નહીં તે પણ જ્ઞાની સ્વીકારે
તે ખરું. પણ જ્ઞાની સ્વીકારે શું? અજ્ઞાની સ્વીકારે તેવું તમારું સામાયિક વ્રત અને સમકિત છે ! અર્થાતુ વાસ્તવિક સામાયિક વ્રત અને સમકિત તમારાં નથી. મન, વચન અને કાયા વ્યવહારસમતામાં સ્થિર રહે તે સમકિત નહીં. જેમ ઊંઘમાં સ્થિર યોગ માલૂમ પડે છે છતાં તે વસ્તુતઃ સ્થિર નથી; અને તેટલા માટે તે સમતા પણ નથી. (પૃ. ૭૧૮) D (૧) અવિનય, (૨) અહંકાર, (૩) અર્ધદગ્ધપણું, પોતાને જ્ઞાન નહીં છતાં પોતાને જ્ઞાની માની
બેસવાપણું, અને (૪) રસલુબ્ધપણું, એ ચારમાંથી એક પણ દોષ હોય તો જીવને સમકિત ન થાય. આમ
શ્રી “ઠાણાંગસૂત્ર' માં કહ્યું છે. (પૃ. ૬૭૮) I આત્માને પુત્ર પણ ન હોય અને પિતા પણ ન હોય. જે આવી (પિતા-પુત્રની) કલ્પનાને સાચું માની
બેઠા છે તે મિથ્યાત્વી છે. ખોટા સંગથી સમજાતું નથી; માટે સમકિત આવતું નથી. પુરુષના સંગથી જોગ્ય જીવ હોય તો સમ્યક્ત્વ થાય. (પૃ. ૭૩૨) I અસદ્ગુરુથી સત્ સમજાય નહીં, સમકિત થશે નહીં. (પૃ. ૭૩૪)
ઢુંઢિયાપણું કે તાપણું કર્યા કરો તેથી સમતિ થવાનું નથી; ખરેખરું સાચું સ્વરૂપ સમજાય, માંહીથી દશા ફરે તો સમતિ થાય. (પૃ. ૭૩૪). D લોક કહે છે કે સમક્તિ છે કે નહીં તે કેવળજ્ઞાની જાણે; પણ પોતે આત્મા છે તે કેમ ન જાણે ? કાંઈ
આત્મા ગામ ગયો નથી, અર્થાત્ સમકિત થયું છે તે આત્મા પોતે જાણે. જેમ કોઈ પદાર્થ ખાવામાં આવ્યું તેનું ફળ આપે છે તેમ જ સમકિત આવ્ય, ભ્રાંતિ મટયે, તેનું ફળ પોતે જાણે. જ્ઞાનનું ફળ જ્ઞાન આપે જ. પદાર્થનું ફળ પદાર્થ, લક્ષણ પ્રમાણે આપે જ. આત્મામાંથી, માંહીથી કર્મ જઉં જઉં થયાં હોય તેની પોતાને ખબર કેમ ન પડે? અર્થાત્ ખબર પડે જ. સમકિતીની દશા છાની રહે નહીં. કલ્પિત
સમક્તિ માને તે પીતળની હીરાકંઠીને સોનાની હીરાકંઠી માને તેની પેઠે. (પૃ. ૭૩૨) T સમકિત ને મિથ્યાત્વની તરત ખબર પડે તેવું છે. સમકિતીની અને મિથ્યાત્વીની વાણી ઘડીએ ઘડીએ
જુદી પડે છે. જ્ઞાનીની વાણી એક જ ધારી, પૂર્વાપર મળતી આવે. (પૃ. ૭૩૨). કલાઈનો અને ચાંદીનો રૂપિયો સરખો કહેવાય નહીં. કલાઈ ઉપર સિક્કો પાડો; પણ તેની રૂપિયાની કિંમત થાય નહીં. જ્યારે ચાંદી છે તેના ઉપર સિક્કો ન પાડો તો પણ તેની કિંમત જાય નહીં. તેવી જ
રીતે ગૃહસ્થપણામાં જ્ઞાન પામે, ગુણ પ્રગટે, સમકિત હોય તો તેની કિંમત જાય નહીં. (પૃ. ૭૨૭) T જો સમ્યકત્વથી તથારૂપ (આત્મસ્વભાવના આવિર્ભાવરૂપ, અંશે સ્વરૂપસ્થિતિ) સ્વરૂપસ્થિતિ ન હોત,
તો શ્રેણિકાદિને એકાવતારીપણું કેમ પ્રાપ્ત થાય? એક પણ ત્યાં વ્રત, પચ્ચખાણ નથી અને માત્ર એક
જ ભવ બાકી રહ્યો એવું અલ્પસંસારીપણું થયું તે જ સ્વરૂપસ્થિતિરૂપ સમકિતનું બળ છે. (પૃ. ૫૩૩). T સમકિતને ખરેખરું વિચારે તો નવમે સમયે કેવળજ્ઞાન થાય; નહીં તો એક ભવમાં કેવળજ્ઞાન થાય;