Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
સદ્ગુરુનાં લક્ષણ (ચાલુ)
પ૯૨ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી જાય, વિશેષ પ્રગટ થતી જાય; ક્ષીણમોહસ્થાને તેની પરાકાષ્ઠા અને પછી સંપૂર્ણ વીતરાગતા. સમદર્શીપણું એટલે લૌકિકભાવનો સમાનભાવ, અભેદભાવ, એકસરખી બુદ્ધિ, નિર્વિશેષપણું નહીં; અર્થાત કાચ અને હીરો એ બે સમાન ગણવા, અથવા સત્કૃત અને અસત્કૃતમાં સમપણું ગણવું, અથવા સધર્મ અને અસદ્ધર્મમાં અભેદ માનવો, અથવા સદ્ગુરુ અને અસદ્ગુરુને વિષે એકસરખી બુદ્ધિ રાખવી, અથવા સદૈવ અને અસદ્દવને વિષે નિર્વિશેષપણે દાખવવું અર્થાત્ બન્નેને એક સરખા ગણવા, ઈત્યાદિ સમાન વૃત્તિ એ સમદર્શિતા નહીં, એ તો આત્માની મૂઢતા, વિવેકશૂન્યતા, વિવેકનિકળતા. સમદર્શી સને સત્ જાણે, બોધે; અને અસત્ જાણે, નિષેધે; સત્કૃતને સદ્ભૂત જાણે, બોધે; કુશ્રુતને કુશ્રુત જાણે, નિષેધે; સધર્મને સધર્મ જાણે, બોધે; અસધર્મને અસધર્મ જાણે, નિષેધે; સદ્ગુરુને સરુ જાણે, બોધે; અસદ્ગુરુને અસદ્ગુરુ જાણે, નિષેધે; સદેવને સદૈવ જાણે, બોધે; અમદેવને અસદ્વ જાણે, નિષેધે; ઇત્યાદિ જે જેમ હોય તેને તેમ દેખે, જાણે, પ્રરૂપે, તેમાં
રાગદ્વેષ, ઇષ્ટઅનિષ્ટબુદ્ધિ ન કરે; એ પ્રકારે સમદર્શીપણું સમજવું. (પૃ. ૨૩-૪) | સરુની વૈયાવચ્ચ D વળી ઠામ ઠામ એકાકીપણે વિચરવાનો નિષેધ કર્યો છે, અને સદ્ગુરુની સેવામાં વિચરવાનો જ ઉપદેશ
કર્યો છે; તેથી પણ એમ સમજાય છે કે જીવને હિતકારી અને મુખ્ય માર્ગ તે જ છે. (પૃ. ૨૨૯). D જે સદ્ગુરુના ઉપદેશથી કોઇ કેવળજ્ઞાનને પામ્યા, તે સદ્ગુરુ હજુ છદ્મસ્થ રહ્યા હોય, તોપણ જે
કેવળજ્ઞાનને પામ્યા છે એવા તે કેવળીભગવાન છદ્મસ્થ એવા પોતાના સદ્ગુરુની વૈયાવચ્ચ કરે.
(પૃ. ૫૩૫) | સમકિત
D પોતાનું સ્વરૂપ સમજે તે સમકિત. (પૃ. ૭૧૪) T સ્વચ્છંદને તથા પોતાના મતના આગ્રહને તજીને જે સદ્ગુરુના લક્ષે ચાલે તેને પ્રત્યક્ષ કારણ ગણીને
વીતરાગે “સમતિ' કહ્યું છે. (પૃ. ૫૩૪) |પ્રવ સમકિત અધ્યાત્મની શૈલી શી રીતે છે?
ઉ૦ યથાર્થ સમજાયે પરભાવથી આત્યંતિક નિવૃત્તિ કરવી તે અધ્યાત્મ માર્ગ છે. જેટલી જેટલી | નિવૃત્તિ થાય તેટલા તેટલા સમ્યફ અંશ છે. (પૃ. ૬૪૭) બીજી બધા પ્રકારની કલ્પનાઓ મૂકી, પ્રત્યક્ષ સત્પરુષની આજ્ઞાએ વચન સાંભળવાં; તેની સાચી શ્રદ્ધા
કરવી, તે આત્મામાં પરિણમાવવાં તો સમતિ થાય. (પૃ. ૭૨૧). T સમકિત થયું હોય તો દેહાત્મબુદ્ધિ મટે; જોકે અલ્પ બોધ, મધ્યમ બોધ, વિશેષ બોધ જેવો હોય તે
પ્રમાણે પછી દેહાત્મબુદ્ધિ મટે. (પૃ. ૭૩૨) આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારનાં સમકિત ઉપદેશ્યાં છે - ૧. આપ્તપુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વચ્છંદનિરોધપણે આપ્તપુરુષની
ભક્તિરૂપ, એ પ્રથમ સમકિત કહ્યું છે.