Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
સદ્ગુરુનાં લક્ષણ
સદ્ગુરુનાં લક્ષણ
આત્મજ્ઞાનને વિષે જેમની સ્થિતિ છે, એટલે પરભાવની ઇચ્છાથી જે રહિત થયા છે; તથા શત્રુ, મિત્ર, હર્ષ, શોક, નમસ્કાર, તિરસ્કારાદિ ભાવ પ્રત્યે જેને સમતા વર્તે છે; માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલાં એવાં કર્મોના ઉદયને લીધે જેમની વિચરવા આદિ ક્રિયા છે; અજ્ઞાની કરતાં જેની વાણી પ્રત્યક્ષ જુદી પડે છે, અને ષટ્દર્શનના તાત્પર્યને જાણે છે, તે સદ્ગુરુનાં ઉત્તમ લક્ષણો છે.
O
૫૯૦
આત્મસ્વરૂપને વિષે જેની સ્થિતિ છે, વિષય અને માનપૂજાદિ ઇચ્છાથી રહિત છે. અને માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલાં એવાં કર્મના પ્રયોગથી જે વિચરે છે; જેમની વાણી અપૂર્વ છે, અર્થાત્ નિજઅનુભવસહિત જેનો ઉપદેશ હોવાથી અજ્ઞાનીની વાણી કરતાં પ્રત્યક્ષ જુદી પડે છે, અને પરમશ્રુત એટલે ષટ્દર્શનના યથાસ્થિત જાણ હોય, એ સદ્ગુરુના યોગ્ય લક્ષણો છે.
અત્રે સ્વરૂપસ્થિત એવું પ્રથમ પદ કહ્યું તેથી જ્ઞાનદશા કહી. ઇચ્છારહિતપણું કહ્યું તેથી ચારિત્રદશા કહી. ઇચ્છારહિત હોય તે વિચરી કેમ શકે ? એવી આશંકા, ‘પૂર્વપ્રયોગ એટલે પૂર્વનાં બંધાયેલાં પ્રારબ્ધથી વિચરે છે; વિચરવા આદિની બાકી જેને કામના નથી,' એમ કહી નિવૃત્ત કરી. અપૂર્વ વાણી એમ કહેવાથી વચનાતિશયતા કહી, કેમકે તે વિના મુમુક્ષુને ઉપકાર ન થાય. પરમશ્રુત કહેવાથી ષટ્દર્શન અવિરુદ્ધ દશાએ જાણનાર કહ્યા, એટલે શ્રુતજ્ઞાનનું વિશેષપણું દર્શાવ્યું. (પૃ. ૫૩૨)
આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વવાણી ૫૨મશ્રુત, સદ્ગુરુલક્ષણ યોગ્ય.
સદ્ગુરુ યોગ્ય એ લક્ષણો દર્શાવ્યાં તે મુખ્યપણે વિશેષપણે ઉપદેશક અર્થાત્ માર્ગપ્રકાશક સદ્ગુરુનાં લક્ષણ કહ્યાં છે.
આત્મજ્ઞાન, સમદર્શિતા આદિ જે લક્ષણો દર્શાવ્યાં તે સંયતિધર્મે સ્થિત વીતરાગદશાસાધક ઉપદેશક ગુણસ્થાનકે વર્તતા સદ્ગુરુના લક્ષે મુખ્યતાએ દર્શાવ્યાં છે, અને તેમના વિષે તે ગુણો ઘણા અંશે વર્તે છે. તથાપિ તે લક્ષણો સર્વાંશે સંપૂર્ણપણે તો તેરમા ગુણસ્થાનકે વર્તતા સંપૂર્ણ વીતરાગ અને કૈવલ્યસંપન્ન જીવન્મુક્ત સયોગી કેવલી ૫૨મ સદ્ગુરુ શ્રી જિન અરિહંત તીર્થંકરને વિષે વર્તે છે.
તેમના વિષે આત્મજ્ઞાન અર્થાત્ સ્વરૂપસ્થિતિ સંપૂર્ણપણે વર્તે છે, તેમની જ્ઞાનદશા અર્થાત્ ‘જ્ઞાનાતિશય’ સૂચવ્યો.
તેઓને વિષે સમદર્શિતા અર્થાત્ ઇચ્છારહિતપણું સંપૂર્ણપણે વર્તે છે, તે તેમની વીતરાગ ચારિત્રદા અર્થાત્ ‘અપાયાપગમાતિશય' સૂચવ્યો.
સંપૂર્ણપણે ઇચ્છારહિત હોવાથી વિચરવા આદિની તેઓની દૈહિકાદિ યોગક્રિયા પૂર્વપ્રારબ્ધોદય વેદી લેવા પૂરતી જ છે, માટે ‘વિચરે ઉદયપ્રયોગ' કહ્યું
સંપૂર્ણ નિજ અનુભવરૂપ તેમની વાણી અજ્ઞાનીની વાણીથી વિલક્ષણ અને એકાંત આત્માર્થબોધક હોઈ તેમને વિષે વાણીનું અપૂર્વપણું કહ્યું તે તેમનો ‘વચનાતિશય' સૂચવ્યો.
વાણીધર્મે વર્તતું શ્વેત પણ તેઓને વિષે કોઇ પણ નય ન દુભાય એવું સાપેક્ષપણે વર્તે છે, તે તેમનો ‘પરમશ્રુત' ગુણ સૂચવ્યો અને ૫૨મશ્રુત જેને વિષે વર્તે તે પૂજવા યોગ્ય હોઇ તેમનો તેથી ‘પૂજાતિશય’ સૂચવ્યો.