________________
૫૬૫
સત્પષ વસ્તુસ્વરૂપ, તત્ત્વજ્ઞાન સમાવી દીધું છે. ઉકેલનાર ખોજક જોઇએ. (પૃ. ૬૭૧). સંબંધિત શિર્ષકો અહંત, ઇશ્વર, જિન, તીર્થકર, દેવ, ભગવાન, મહાત્મા, મોટાપુરુષ, વીતરાગ, સપુરુષ, સિદ્ધ
T સત્પરુષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે; શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં
અનુભવમાં આવે તેવું જેનું કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. બાકી તો
કંઈ કહ્યું જાય તેમ નથી. (પૃ. ૧૯૫) 0 નિરાબાદપણે જેની મનોવૃત્તિ વહ્યા કરે છે; સંકલ્પ-વિકલ્પની મંદતા જેને થઈ છે; પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે; ક્લેશનાં કારણ જેણે નિર્મૂળ કર્યા છે; અનેકાંતવૃષ્ટિયુક્ત એકાંતવૃષ્ટિને જે સેવા કરે છે; જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે; તે પ્રતાપી પુરુષ જયવાન વર્તો.
આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો જોઇએ. (પૃ. ૧૯૭) 0 પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે; તથાપિ સ્વરૂપસ્થિતિનું કારણ હોઈ શકતું નથી;
કારણ કે જીવે શું કરવું તે તેવા સ્મરણથી નથી સમજાતું. પ્રત્યક્ષ જોગે વગર સમજાવ્યું પણ સ્વરૂપસ્થિતિ થવી સંભવિત માનીએ છીએ, અને તેથી એમ નિશ્રય થાય છે કે તે જોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે. કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સત્પરુષ છે. મોક્ષે ગયા છે એવા (અતાદિક) પુરુષનું ચિંતન ઘણા કાળે ભાવાનુસાર મોક્ષાદિક ફળદાતા હોય છે. સમ્યક્ત્વ પામ્યા છે એવા પુરુષનો નિશ્ચય થયું અને જોગ્યતાના કારણે જીવ સમ્યકત્વ પામે છે.
(પૃ. ૨૮૭) D સત્પરુષની આજ્ઞામાં વર્તવાનો જેને દ્રઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્રયને આરાધે છે, તેને જ જ્ઞાન
સમ્યકપરિણામી થાય છે, એ વાત આત્માર્થી જીવે અવશ્ય લક્ષમાં રાખવા યોગ્ય છે. અમે જે આ વચન લખ્યાં છે, તેના સર્વ જ્ઞાની પુરુષો સાક્ષી છે. (પૃ. ૫૫૮) બીજું કાંઈ શોધ મા. માત્ર એક સપુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. આમ કર્યા વિના તારો કોઇ કાળે છૂટકો થનાર નથી; આ અનુભવપ્રવચન પ્રમાણિક ગણ. એક સપુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઇચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મોક્ષે જઇશ. (પૃ. ૧૯૪-૫). અનંતકાળમાં કાં તો સત્પાત્રતા થઈ નથી અને કાં તો પુરુષ (જેમાં સદ્ગુરુત્વ, સત્સંગ અને સત્કથા એ રહ્યાં છે) મળ્યા નથી; નહીં તો નિશ્ચય છે, કે મોક્ષ હથેળીમાં છે. ઇષતામ્ભારા એટલે સિદ્ધ-૫થ્વી પર ત્યાર પછી છે. એને સર્વ શાસ્ત્ર પણ સંમત છે, (મનન કરશો.) અને આ કથન ત્રિકાળ સિદ્ધ છે.
(પૃ. ૧૮૩) D ધર્મ મેં ઉપર કહ્યો (જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું) તે જ છે અને તે જ ઉપયોગ રાખજો. ઉપયોગ
એ જ સાધના છે. વિશેષ સાધના તે માત્ર પુરુષનાં ચરણકમળ છે. (પૃ. ૧૭૦)