Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
|| સપુરુષ (ચાલુ)
૫૬૮ T કોઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય એમ નિષ્કારણ છે કે, કરૂણાશીલ એવા ઋષભાદિ તીર્થકરોએ પણ કર્યું છે, કારણ કે પુરુષોના સંપ્રદાયની સનાતન એવી
કરુણાવસ્થા હોય છે કે, સમયમાત્રના અનવકાશે આખો લોક આત્માવસ્થા પ્રત્યે હો, આત્મસ્વરૂપ પ્રત્યે હો; આત્મસમાધિ પ્રત્યે હો, અન્ય અવસ્થા પ્રત્યે ન હો, અન્ય સ્વરૂપ પ્રત્યે ન હો, અન્ય આધિ પ્રત્યે ન હો: જે જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ હોય છે, તે જ્ઞાન સર્વ જીવો પ્રત્યે પ્રગટ હો, અનવકાશપણે સર્વ જીવ તે જ્ઞાન પ્રત્યે રુચિપણે હો, એવો જ જેનો કરુણાશીલ સહજ સ્વભાવ છે, તે સંપ્રદાય સનાતન સત્યરુષોનો છે. (પૃ. ૩૬૩) – 4 - :: જે સત્યરુષો બીજા જીવોને ઉપદેશ દઈ કલ્યાણ બતાવે છે તે પુરુષોને તો અનંતો લાભ પ્રાપ્ત થયો છે. સત્યરુષો પરજીવની નિષ્કામ કરુણાના સાગર છે. વાણીના ઉદય પ્રમાણે તેમની વાણી નીકળે છે. તેઓ કોઈ જીવને “દીક્ષા લે તેવું કહે નહીં. સપુરુષ કે સમકિતીને પણ એવી (સકામ) ઉપદેશ દેવાની ઇચ્છા હોય નહીં. તે પણ નિષ્કારણ દયાની
ખાતર ઉપદેશ દે છે. (પૃ. ૭૩૦) a દેવદેવીની તુષમાનતાને શું કરીશું? જગતની તુષમાનતાને શું કરીશું? તુષમાનતા સન્દુરુષની ઇચ્છો.
(પૃ. ૧૫૭). T સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. (પૃ. ૧૭૯)
જો જ્ઞાનીની યથાર્થ પ્રતિતિ આવી હોય, અને બરાબર તપાસ્યું છે કે “આ પુરુષ છે, આની દશા ખરેખરી આત્મદશા છે. તેમ એમનાથી કલ્યાણ થશે જ,” અને એવા જ્ઞાનીના વચન પ્રમાણે પ્રવર્તે, તો ઘણા જ દોષ, વિક્ષેપ મટી જાય. જ્યાં જ્યાં જુઓ ત્યાં ત્યાં અહંકાર રહિત વર્તે અને તેનું બધું પ્રવર્તન
સવળું જ થાય. એમ સત્સંગ, સપુરુષનો યોગ અનંત ગુણનો ભંડાર છે. (પૃ. ૬૮ I જીવને પુરુષનો યોગ મળવો દુર્લભ છે. (પૃ. ૬૮૫) T સૃષ્ટિમાં અનેક પુરુષો ગુપ્તરૂપે રહ્યા છે. વિદિતમાં પણ રહ્યા છે. તેમના ગુણને સ્મરો. તેઓનો પવિત્ર સમાગમ કરો. (પૃ. ૧૭૭)
ક્ષત્તિ સન્વનરાંતિ,
भवति भवार्णवतरणे नौका." ક્ષણવારનો પણ સત્પરુષનો સમાગમ તે સંસારરૂપ સમુદ્ર તરવાને નૌકારૂપ થાય છે. એ વાક્ય મહાત્મા
શંકરાચાર્યજીનું છે; અને તે યથાર્થ જ લાગે છે. (પૃ. ૨૨૪) [ પ્રત્યક્ષ સત્પરુષોનો સમાગમ ક્વચિત્ ક્વચિત્ જીવને પ્રાપ્ત થાય છે, પણ જો જીવ સદ્ગષ્ટિવાન હોય
તો સદ્ભુતના ઘણા કાળના સેવનથી થતો લાભ પ્રત્યક્ષ સત્પરુષના સમાગમથી બહુ અલ્પકાળમાં પ્રાપ્ત કરી શકે છે; કેમકે પ્રત્યક્ષ ગુણાતિશયવાન નિર્મળ ચેતનના પ્રભાવવાળાં વચન અને વૃત્તિ ક્રિયાયેષ્ટિતપણું છે. જીવને તેવો સમાગમયોગ પ્રાપ્ત થાય એવું વિશેષ પ્રયત્ન કર્તવ્ય છે. તેવા યોગના અભાવે સત્કૃતનો પરિચય અવશ્ય કરીને કરવા યોગ્ય છે. (પૃ. ૧૮) સટુરુષો કહેતા નથી, કરતા નથી; છતાં તેની સત્પષતા નિર્વિકાર મુખમુદ્રામાં રહી છે. (પૃ. ૧૫૯) I યોગબળસહિત, એટલે જેમનો ઉપદેશ ઘણા જીવોને થોડા પ્રયાસે મોક્ષસાધનરૂપ થઈ શકે એવા