Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
| સપુરુષ (ચાલુ) પ૭૦
| એમ મારું આધીન મત છે. (પૃ. ૨૦૨)
સપુરુષના અંતઃકરણે આચર્યો કિંવા કહ્યો તે ધર્મ. (પૃ. ૧૫૭) T જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિષે સંતોષમાં રહેવું એવો હે રામ ! સપુરુષોનો કહેલો સનાતન ધર્મ
છે, એમ વસિષ્ઠ કહેતા હતા. (પૃ. ૩૩૯). D એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન પુરુષો કરે છે.
(પૃ. ૧૭૯) D ગૃહસ્થાશ્રમમાં પુરુષ રહે છે તેનો ચિત્રપટ જોઈ વિશેષ વૈરાગ્યની પ્રતીતિ થાય છે. યોગદશાનો ચિત્રપટ જોઈ આખા જગતને વૈરાગ્યની પ્રતીતિ થાય પણ ગૃહસ્થાશ્રમમાં રહેતા છતાં ત્યાગવૈરાગ્ય યોગદશા જેવાં રહે છે એ કેવી અદૂભુત દશા છે ! યોગમાં જે વૈરાગ્ય રહે તેવો અખંડ વૈરાગ્ય સપુરુષ ગૃહસ્થાશ્રમમાં રાખે છે. તે અદ્ભુત વૈરાગ્ય જોઈ મુમુક્ષુને વૈરાગ્ય, ભક્તિ થવાનું નિમિત્ત બને છે. લૌકિકદ્રષ્ટિમાં વૈરાગ્ય, ભક્તિ નથી.
ગૃહસ્થાશ્રમની બધી સ્થિતિ સપુરુષની પ્રશસ્ત છે. બધા જોગ પૂજવા યોગ્ય છે. (પૃ. ૭૧૦) || દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જે સસ્તુરુષોને પ્રતિબંધ નથી તે પુરુષોને નમસ્કાર.
(પૃ. ૧૧) પરમસુખસ્વરૂપ, પરમોત્કૃષ્ટ શાંત, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમાધિને સર્વ કાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર, તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેનો તે પુરુષોને નમસ્કાર. (પૃ. ૬૨૧)
જે સત્પરુષોએ જન્મ, જરા, મરણનો નાશ કરવાવાળો, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ > કહ્યો છે, તે સત્પરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર
સ્તવવામાં આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ સત્પરુષો, તેના ચરણારવિંદ સદાય યને વિષે સ્થાપન રહો! જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેનાં વચનને અંગીકાર કર્યો સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ. નિર્ભય થાય છે. તે વચનના કહેનાર એવા સત્પરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે, કેમ કે જેનો પ્રત્યપકાર ન થઈ શકે એવો પરમાત્મભાવ તે જાણે કંઈ પણ ઇચ્છયા વિના માત્ર નિષ્કારણ કરૂણાશીલતાથી આપ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ મારો શિષ્ય છે, અથવા ભક્તિનો કર્તા છે, માટે મારો છે, એમ કદી જોયું નથી, એવા જે સત્પરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હો ! જે સત્પરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઇ અન્ય સ્વચ્છંદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે સપુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો! જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઇ નથી, પણ જેના વચનના વિચારયોગે શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે, તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો, તે પુરુષના ઉપકારને