Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
સત્સંગ (ચાલુ)
૫૮૨ (પૃ. ૩૩૨) T સત્સંગ અને સત્યસાધન વિના કોઈ કાળે પણ કલ્યાણ થાય નહીં. જો પોતાની મેળે કલ્યાણ થતું હોય
તો માટીમાંથી ઘડો થવો સંભવે. લાખ વર્ષ થાય તોપણ ઘડો થાય નહીં, તેમ કલ્યાણ થાય નહીં.
સત્સંગ વિના આખું જગત ડૂબી ગયું છે ! (પૃ. ૭૦૩) | આત્મહિત માટે સત્સંગ જેવું બળવાન બીજું નિમિત્ત કોઈ જણાતું નથી, છતાં તે સત્સંગ પણ, જે જીવ
લૌકિકભાવથી અવકાશ લેતો નથી તેને, પ્રાયે નિષ્ફળ જાય છે, અને સહેજ સત્સંગ ફળવાન થયો હોય તોપણ વિશેષ વિશેષ લોકાવેશ રહેતો હોય તો તે ફળ નિર્મુળ થઈ જતાં વાર લાગતી નથી; અને સ્ત્રી, પુત્ર, આરંભ, પરિગ્રહના પ્રસંગમાંથી જો નિજબુદ્ધિ છોડવાનો પ્રયાસ કરવામાં ન આવે તો સત્સંગ ફળવાન થવાનો સંભવ શી રીતે બને? જે પ્રસંગમાં મહા જ્ઞાની પુરુષો સંભાળીને ચાલે છે, તેમાં આ જીવે તો અત્યંત અત્યંત સંભાળથી, સંક્ષેપીને ચાલવું, એ વાત ન જ ભૂલવા જેવી છે એમ નિશ્રય કરી, પ્રસંગે પ્રસંગે. કાર્યું કાર્યો અને પરિણામે પરિણામે તેનો લક્ષ રાખી તેથી મોકળું થવાય તેમ જ કર્યા કરવું. એ શ્રી
વર્ધમાનસ્વામીની છબસ્થ મુનિચર્યાને દૃષ્ટાંતે અમે કહ્યું હતું. (પૃ. ૪૨૩-૪) T સત્સંગ થયો છે તે સત્સંગનું ફળ થવું જોઇએ. કોઈ પણ અયોગ્ય આચરણ થાય અથવા અયોગ્ય વ્રત
સેવાય તે સત્સંગનું ફળ નહીં. સત્સંગ થયેલા જીવથી તેમ વર્તાય નહીં, તેમ વર્તે તો લોકોને નિંદવાનું કારણ થાય, તેમ તેથી સત્પષની નિંદા કરે અને પુરુષની નિંદા આપણા નિમિત્તે થાય એ આશાતનાનું કારણ અર્થાત્ અધોગતિનું કારણ થાય માટે તેમ કરવું નહીં. સત્સંગ થયો છે તેનો શો પરમાર્થ ? સત્સંગ થયો હોય તે જીવની કેવી દશા થવી જોઇએ ? તે ધ્યાનમાં લેવું. પાંચ વરસનો સત્સંગ થયો છે તો તે સત્સંગનું ફળ જરૂર થવું જોઇએ અને જીવે તે પ્રમાણે વર્તવું જોઈએ. એ વર્તન જીવે પોતાના કલ્યાણના અર્થે જ કરવું પણ લોકોને દેખાડવા અર્થે નહીં. જીવના વર્તનથી લોકોમાં એમ પ્રતીત થાય કે જરૂર આને મળ્યા છે તે કોઈ પુરુષ છે. અને તે
સપુરુષના સમાગમનું, સત્સંગનું આ ફળ છે તેથી જરૂર તે સત્સંગ છે એમાં સંદેહ નહીં. (પૃ. ૬૮૭) I જગતને બતાવવા જે કંઈ કરતો નથી તેને જ સત્સંગ ફળીભૂત થાય છે. સત્સંગ અને સત્પરુષ વિના
ત્રણે કાળને વિષે કલ્યાણ થાય જ નહીં. (પૃ. ૬૯૬) T સર્વ ભાવથી અસંગાણું થયું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે; અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું
અત્યંત દુષ્કર છે. એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કહ્યો છે, કે જે સત્સંગના યોગે સહજસ્વરૂપભૂત એવું અસંગપણું જીવન ઉત્પન્ન થાય છે. તે સત્સંગ પણ જીવને ઘણી વાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયો નથી એમ શ્રી વીતરાગે કહ્યું છે, કેમકે તે સત્સંગને ઓળખી, આ જીવે તેને પરમ હિતકારી જાણ્યો નથી; પરમ સ્નેહે ઉપાસ્યો નથી; અને પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય સંજ્ઞાએ વિસર્જન કર્યો છે. એમ કહ્યું છે. આ અમે કહ્યું તે જ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજસમાધિપયત પ્રાપ્ત થયા એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું. અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી, નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે; કે જેથી સર્વ સાધન સુલભ થાય છે, એવો અમારો આત્મસાક્ષાત્કાર છે. તે સત્સંગ પ્રાપ્ત થયે જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો અવશ્ય આ જીવનો જ વાંક છે કેમકે તે