Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
સત્સંગ (ચાલુ)
૫૮૪ (પૃ. ૪૨૨) T સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે. (પૃ. ૪૧૩) T સત્સંગ થાય ત્યારે માયા વેગળી રહે છે અને સત્સંગનો યોગ મટયો કે પાછી તૈયાર ને તૈયાર ઊભી
છે. માટે બાહ્ય ઉપાધિ ઓછી કરવી. તેથી સત્સંગ વિશેષ થાય છે. આ કારણથી બાહ્યત્યાગ શ્રેષ્ઠ છે. (પૃ. ૭૦૬) લોકલાજ પરિગ્રહ આદિ શલ્ય છે. એ શલ્યને લઈને જીવનું પાણી ભભકતું નથી. તે શલ્યને સત્પરુષનાં વચનરૂપી ટાંકણે કરી તડ પડે તો પાણી ભભકી ઊઠે. જીવના શલ્ય, દોષો હજારો દિવસના પ્રયત્ન પણ જાતે ન ટળે, પણ સત્સંગનો યોગ એક મહિના સુધી થાય, તો ટળે; ને રસ્તે જીવ ચાલ્યો જાય. (પૃ. ૭૨૬) - જીવે મુખ્યમાં મુખ્ય આ વાત વિશેષ ધ્યાન આપવા જેવી છે, કે સત્સંગ થયો હોય તો સત્સંગમાં સાંભળેલ શિક્ષાબોધ પરિણામ પામી, સહેજે જીવમાં ઉત્પન્ન થયેલ કદાગ્રહાદિ દોષો તો છૂટી જવા જોઇએ, કે જેથી સત્સંગનું અવર્ણવાદપણું બોલવાનો પ્રસંગ બીજા જીવોને આવે નહીં. (પૃ. ૩૮૨). " લોકોને કંઈ જૂઠું કહીને સદ્ગુરુ પાસે સત્સંગમાં આવવાની જરૂર નથી. (પૃ. ૬૮૪) માણેકદાસજી એક વેદાંતી હતા. તેઓએ એક ગ્રંથમાં મોક્ષ કરતાં સત્સંગ વધારે યથાર્થ ગણ્યો છે. કહ્યું
નિજછંદનાઁ ના મિલે, હેરો વૈકુંઠ ધામ;
સંતકૃપાસું પાઈએ, સો હરિ સબસે ઠામ. (પૃ. ૭૦૫) પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વ શક્તિએ સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થંકર એમ કહે છે કે જે કોઇ તે આજ્ઞા ઉપાસે છે, તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે. (દ્વાદશાંગીનું સળંગ સૂત્ર) (પૃ. ૩૯૩) – 4 , ,
સત્સંગના અભાવથી ચઢેલી આત્મશ્રેણિ ઘણું કરીને પતિત થાય છે. (પૃ. ૨૩૫) n પ્રત્યક્ષ સત્સંગની તો બલિહારી છે; અને તે પુણ્યાનુબંધી પુણ્યનું ફળ છે; છતાં જ્યાં સુધી પરોક્ષ સત્સંગ
જ્ઞાનીãષ્ટાનુસાર મળ્યા કરશે ત્યાં સુધી પણ મારા ભાગ્યનો ઉદય જ છે. (પૃ. ૧૯૦)
સંબંધિત શિર્ષકો : અસત્સંગ, સમાગમ, સંગ સદાચરણ |
પવિત્રતાનું મૂળ સદાચાર છે. (પૃ. ૫) D જીવે યોગ્ય થવા માટે હિંસા કરવી નહીં; સત્ય બોલવું; અદત્ત લેવું નહીં; બ્રહ્મચર્ય પાળવું; પરિગ્રહની
મર્યાદા કરવી; રાત્રિભોજન કરવું નહીં એ આદિ સદાચરણ શુદ્ધ અંતઃકરણે કરવાનું જ્ઞાનીઓએ કહ્યું
છે; તે પણ જો આત્માને અર્થે લક્ષ રાખી કરવામાં આવતાં હોય તો ઉપકારી છે. (પૃ. ૭૧૫) p દયા, સત્ય આદિ સદાચરણ મુક્તિના રસ્તા છે; માટે સદાચરણ સેવવાં. (પૃ. ૭૨૯) n દયા, સત્ય, અદત્ત ન લેવું એ આદિ સદાચાર એ સત્પરુષની સમીપ આવવાનાં સસાધન છે.