Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૫૭૬
સલ્ફાસ્ત્ર (ચાલુ)
સત્સમાગમ, સાસ્ત્ર અને સદાચારમાં દ્રઢ નિવાસ એ આત્મદશા થવાનાં પ્રબળ અવલંબન છે. સત્સમાગમનો યોગ દુર્લભ છે. તોપણ મુમુક્ષએ તે યોગની તીવ્ર જિજ્ઞાસા રાખવી અને પ્રાપ્તિ કરવી યોગ્ય છે. તે યોગના અભાવે તો અવશ્ય કરી સન્શાસ્ત્રરૂપ વિચારના અવલંબને કરી સદાચારની
જાગૃતિ આવે રાખવી ઘટે છે. (પૃ. ૧૧). T સત્સમાગમના વિયોગમાં જીવે આત્મબળને વિશેષ જાગ્રત રાખી સાસ્ત્ર અને શુભેચ્છા સંપન્ન
પુરુષોના સમાગમમાં રહેવું યોગ્ય છે. (પૃ. ૬૧૨). D મહાત્મા મુનિવરોના ચરણની, સંગની ઉપાસના અને શાસ્ત્રનું અધ્યયન મુમુક્ષુઓને આત્મબળની
વર્ધમાનતાના સદુપાય છે. જેમ જેમ ઇન્દ્રિયનિગ્રહ, જેમ જેમ નિવૃત્તિયોગ તેમ તેમ તે સત્સમાગમ અને સન્શાસ્ત્ર અધિક અધિક ઉપકારી થાય છે. (પૃ. ૬૪૩). એ જોગ (સત્સંગ, સાસ્ત્રાદિક સંબંધી) માટે પ્રમાદભાવ કરવો યોગ્ય જ નથી; માત્ર પૂર્વની કોઈ
ગાઢી પ્રતિબદ્ધતા હોય, તો આત્મા તો એ વિષયે અપ્રમત્ત હોવો જોઇએ. (પૃ. ૨૭૭-૮). _ ચિત્તમાં વૈરાગ્ય ઉપશમાદિ વિશેષ પ્રદીપ્ત રહેવામાં સાસ્ત્ર એક વિશેષ આધારભૂત નિમિત્ત જાણી,
શ્રી “સુંદરદાસાદિ’ના ગ્રંથનું બને તો બેથી ચાર ઘડી નિયમિત વાંચવું પૂછવું થાય તેમ કરવાને લખ્યું હતું. શ્રી સુંદરદાસના ગ્રંથો પ્રથમથી કરીને પ્રાંત સુધી વિશેષ અનુપ્રેક્ષાથી હાલ વિચારવા.
(પૃ. ૪૯૨-૩). T ઘણાં શાસ્ત્રો અને વાક્યોના અભ્યાસ કરતાં પણ જો જ્ઞાની પુરુષોની એકેક આજ્ઞા જીવ ઉપાસે તો ઘણાં
શાસ્ત્રથી થતું ફળ સહજમાં પ્રાપ્ત થાય. (પૃ. ૩૭). T સંબંધિત શિર્ષક: શાસ્ત્ર
સત્કૃત
શાંતરસનું જેમાં મુખ્યપણું છે, શાંતરસના હેતુએ જેનો સમસ્ત ઉપદેશ છે, સર્વે રસ શાંતરસગર્ભિત
જેમાં વર્ણવ્યા છે, એવાં શાસ્ત્રનો પરિચય તે સદ્ભૂતનો પરિચય છે. (પૃ. ૬૧૮). I સત્કૃતનો પરિચય જીવે અવશ્ય કરીને કર્તવ્ય છે. મળ, વિક્ષેપ અને પ્રમાદ તેમાં વારંવાર અંતરાય કરે
છે, કેમકે દીર્ધકાળ પરિચિત છે; પણ જો નિશ્ચય કરી તેને અપરિચિત કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે
તો તેમ થઈ શકે એમ છે. મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્રય છે. I આત્મસ્વભાવની નિર્મળતા થવાને માટે મુમુક્ષુ જીવે બે સાધન અવશ્ય કરીને સેવવા યોગ્ય છે; સત્કૃત
અને સત્સમાગમ. પ્રત્યક્ષ સત્પરુષોનો સમાગમ ક્વચિત્ ક્વચિત્ જીવને પ્રાપ્ત થાય છે. પણ જો જીવ સદ્દ્રષ્ટિવાન હોય તો સત્કૃતના ઘણા કાળના સેવનથી થતો લાભ પ્રત્યક્ષ સત્યરુષના સમાગમથી બહ અલ્પ કાળમાં પ્રાપ્ત કરી શકે છે; કેમકે પ્રત્યક્ષ ગુણાતિશયવાન નિર્મળ ચેતનના પ્રભાવવાળાં વચન અને વૃત્તિ ક્રિયાચેષ્ટિતપણું છે. જીવને સમાગમયોગ પ્રાપ્ત થાય એવું વિશેષ પ્રયત્ન કર્તવ્ય છે. તેવા યોગના અભાવે સત્કૃતનો પરિચય અવશ્ય કરીને કરવા યોગ્ય છે. (પૃ. ૧૮). શુભેચ્છાથી માંડીને ક્ષીણમોહપર્યત સદ્ભુત અને સત્સમાગમ સેવવા યોગ્ય છે. સર્વકાળમાં એ સાધનનું
જીવને દુર્લભપણું છે. તેમાં આવા કાળમાં દુર્લભપણું વર્તે તે યથાસંભવ છે. (પૃ. ૧૮). D ઇન્દ્રિયનિગ્રહના અભ્યાસપૂર્વક સત્કૃત અને સત્સમાગમ નિરંતર ઉપાસવા યોગ્ય છે. (પૃ. ૩૭)