Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૫૭૫
સાસ્ત્ર
| સાસ્ત્ર
સાસ્ત્રનો પરિચય નિયમપૂર્વક નિરંતર કરવા યોગ્ય છે. (પૃ. ૬૦૮) T કોઈ પણ પ્રકારની આકુળતા વિના વૈરાગ્યભાવનાએ, વીતરાગભાવે, જ્ઞાની વિષે પરમભક્તિભાવે
સાસ્ત્રાદિક અને સત્સંગનો પરિચય કરવો હાલ તો યોગ્ય છે. (પૃ. ૩૧૮). D જ્યાં સુધી જીવને તે નિત્ય સત્સમાગમના આશ્રયનો) યોગ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કંઈ પણ તેવા
વૈરાગ્યને આધારનો હેતુ તથા અપ્રતિકૂળ નિમિત્તરૂપ એવા મુમુક્ષુજનનો સમાગમ તથા સાસ્ત્રનો પરિચય કર્તવ્ય છે. (પૃ. ૫૦૩) તે (સવુરુષના) સમાગમનો યોગ ન હોય ત્યારે આરંભપરિગ્રહ પ્રત્યેથી વૃત્તિને ઓસરાવી સન્શાસ્ત્રનો પરિચય વિશેષ કરીને કર્તવ્ય છે. વ્યાવહારિક કાર્યોની પ્રવૃત્તિ કરવી પડતી હોય તોપણ તેમાંથી વૃત્તિને મોળી પાડવા જે જીવ ઇચ્છે છે તે જીવ મોળી પાડી શકે છે; અને સન્શાસ્ત્રના પરિચયને અર્થે ઘણો અવકાશ પ્રાપ્ત કરી શકે છે. આરંભપરિગ્રહ પરથી જેની વૃત્તિ ખેદ પામી છે, એટલે તેને અસાર જાણી તે પ્રત્યેથી જે જીવો ઓસર્યા છે, તે જીવોને સપુરુષોનો સમાગમ અને સન્શાસ્ત્રનું શ્રવણ વિશેષ કરીને હિતકારી થાય છે. આરંભપરિગ્રહ પર વિશેષ વૃત્તિ વર્તતી હોય તે જીવમાં સત્યરુષનાં વચનનું અથવા સાસ્ત્રનું પરિણમન થવું કઠણ છે. આરંભપરિગ્રહ પરથી વૃત્તિ મોળી પાડવાનું અને સશાસ્ત્રના પરિચયમાં રુચિ કરવાનું પ્રથમ કઠણ પડે છે; કેમકે જીવનો અનાદિ પ્રકૃતિભાવ તેથી જુદો છે; તોપણ જેણે તેમ કરવાનો નિશ્ચય કર્યો છે, તે તેમ કરી શક્યા છે; માટે વિશેષ ઉત્સાહ રાખી તે પ્રવૃત્તિ કર્તવ્ય છે. સર્વ મુમુક્ષુઓએ આ વાતનો નિશ્રય અને નિત્યનિયમ કરવો ઘટે છે, પ્રમાદ અને અનિયમિતપણું ટાળવું ઘટે છે. (પૃ. ૬૦૭) પ્રસંગની સાવ નિવૃત્તિ અશક્ય થતી હોય તો પ્રસંગ સંક્ષેપ કરવો ઘટે, અને ક્રમે કરીને સાવ નિવૃત્તિરૂપ પરિણામ આણવું ઘટે, એ મુમુક્ષુ પુરુષની ભૂમિકા ધર્મ છે. સત્સંગ, સાસ્ત્રના યોગથી તે ધર્મનું આરાધન વિશેષે કરી સંભવે છે. (પૃ. ૪૭૨). પારમાર્થિક કરુણાબુદ્ધિથી નિષ્પક્ષપાતપણે કલ્યાણનાં સાધનના ઉપદેષ્ટાપુરુષનો સમાગમ, ઉપાસના અને આજ્ઞાનું આરાધન કર્તવ્ય છે. તેવા સમાગમના વિયોગમાં સાસ્ત્રનો યથામતિ પરિચય રાખી
સદાચારથી પ્રવર્તવું યોગ્ય છે. (પૃ. ૬૧૦). D તુચ્છ મતમતાંતર પર દૃષ્ટિ ન આપતાં અસવૃત્તિના નિરોધને અર્થે સ@ાસ્ત્રના પરિચય અને
વિચારમાં જીવની સ્થિતિ કરવી. (પૃ. ૬૧૧) 1 શુદ્ધ સાન વગરના આ જીવને કોઈ પણ યોગથી શુભેચ્છા, કલ્યાણ કરવાની ઇચ્છા પ્રાપ્ત થાય અને નિઃસ્પૃહ પરમ પુરુષનો યોગ બને તો જ આ જીવને ભાન આવવું યોગ્ય છે. તે વિયોગમાં સન્શાસ્ત્ર અને સદાચારનો પરિચય કર્તવ્ય છે; અવશ્ય કર્તવ્ય છે. (પૃ. ૧૪). જે મુમુક્ષુઓ સત્સમાગમ, સદાચાર અને સાસ્ત્રવિચારરૂપ અવલંબનમાં દૃઢ નિવાસ કરે છે, તેને સર્વોત્કૃષ્ટ ભૂમિકાપર્યત પહોંચવું કઠણ નથી; કઠણ છતાં પણ કઠણ નથી. (પૃ. ૧૧)