________________
૫૭૯
સત્સંગ (ચાલુ) હિતસ્વી સાધન આ જગતમાં અમે જોયું નથી અને સાંભળ્યું નથી. (પૃ. ૨૮૭) T સર્વ પરમાર્થનાં સાધનમાં પરમ સાધન તે સત્સંગ છે, સત્પરુષના ચરણ સમીપનો નિવાસ છે. બધા કાળમાં તેનું દુર્લભપણું છે; અને આવા વિષમ કાળમાં તેનું અત્યંત દુર્લભપણું જ્ઞાની પુરુષોએ જાણ્યું છે.
(પૃ. ૩૭૨). B જવાહિરી લોકોનું એમ માનવું છે કે એક સાધારણ સોપારી જેવું સારા રંગનું, પાણીનું અને ઘાટનું
માણેક (પ્રત્યક્ષ) એબ રહિત હોય તો તેની કરોડો રૂપિયા કિંમત ગણીએ તોપણ તે ઓછું છે. જો વિચાર કરીએ તો માત્ર તેમાં આંખનું ઠરવું અને મનની ઇચ્છા ને કલ્પિત માન્યતા સિવાય બીજું કાંઈ નથી, તથાપિ એક આંખના ઠરવાની એમાં મોટી ખૂબીને માટે અને દુર્લભ પ્રાપ્તિને કારણે જીવો તેનું અદ્દભુત માહાભ્ય કહે છે; અને અનાદિ દુર્લભ, જેમાં આત્મા ઠરી રહે છે એવું જે સત્સંગરૂપ સાધન તેને વિષે કંઈ આગ્રહ-રુચિ નથી, તે આશ્ચર્ય વિચારવા યોગ્ય છે. (પૃ. ૩૮૦) D મુમુક્ષુપણું, સરળપણું, નિવૃત્તિ, સત્સંગ આદિ સાધનો આ કાળને વિષે પરમ દુર્લભ જાણી પૂર્વના
પુરુષોએ આ કાળને હુંડાઅવસર્પિણી કાળ કહ્યો છે, અને તે વાત પણ સ્પષ્ટ છે. પ્રથમનાં ત્રણ સાધનોનો સંયોગ તો ક્વચિત્ પણ પ્રાપ્ત થવો બીજા અમુક કાળમાં સુગમ હતો; પરંતુ સત્સંગ તો સર્વ કાળમાં દુર્લભ જ દેખાય છે; તો પછી આ કાળને વિષે સત્સંગ સુલભ ક્યાંથી હોય?
પ્રથમનાં ત્રણ સાધન કોઈ રીતે આ કાળમાં જીવ પામે તોપણ ધન્ય છે. (પૃ. ૩૬૫) 0 અત્યંત દુષમકાળ છે તેને લીધે અને હતપુણ્ય લોકોએ ભરતક્ષેત્ર ઘેર્યું તેને લીધે પરમસત્સંગ, સત્સંગ
કે સરળપરિણામી જીવોનોં સમાગમ પણ દુર્લભ છે, એમ જાણી જેમ અલ્પકાળમાં સાવધાન થવાય તેમ કરવું ઘટે છે. (પૃ. ૮૦૪). ચિત્તનું સરળપણું, વૈરાગ્ય અને “સતુ” પ્રાપ્ત હોવાની જિજ્ઞાસા એ પ્રાપ્ત થવાં પરમ દુર્લભ છે; અને તેની પ્રાપ્તિને વિષે પરમ કારણરૂપ એવો “સત્સંગ' તે પ્રાપ્ત થવો એ તો પરમ પરમ દુર્લભ છે. મોટેરા પુરુષોએ આ કાળને કઠણ કાળ કહ્યો છે, તેનું મુખ્ય કારણ તો એ છે કે “સત્સંગ'નો જોગ થવો જીવને
બહુ કઠણ છે. (પૃ. ૨૮૨). T કોઈ પણ પ્રકારે સત્સંગનો ભોગ બને તો તે કર્યા રહેવું, એ કર્તવ્ય છે, અને જે પ્રકારે જીવને મારાપણું વિશેષ થયા કરતું હોય અથવા વધ્યા કરતું હોય તે પ્રકારથી જેમ બને તેમ સંકોચાતું રહેવું, એ
સત્સંગમાં પણ ફળ આપનાર ભાવના છે. (પૃ. ૩૨૩) I જેમ બને તેમ સત્સંગના જોગને ઇચ્છવો અને પોતાના દોષને જોવા યોગ્ય છે. (પૃ. ૩૬૯)
આ જગતને વિષે સત્સંગની પ્રાપ્તિ ચતુર્થકાળ જેવા કાળને વિષે પણ પ્રાપ્ત થવી ઘણી દુર્લભ છે, તો આ દુષમકાળને વિષે પ્રાપ્તિ પરમ દુર્લભ હોવી સંભાવ્ય છે એમ જાણી, જે જે પ્રકારેં-સત્સંગના વિયોગમાં પણ આત્મામાં ગુણોત્પત્તિ થાય છે તે પ્રકારે પ્રવર્તવાનો પુરુષાર્થ વારંવાર, વખતોવખત અને પ્રસંગે પ્રસંગે કર્તવ્ય છે; અને નિરંતર સત્સંગની ઇચ્છા, અસત્સંગમાં ઉદાસીનતા રહેવામાં મુખ્ય કારણ તેવો પુરુષાર્થ છે, એમ જાણી જે કંઈ નિવૃત્તિનાં કારણો હોય, તે તે કારણોનો વારંવાર વિચાર
કરવો યોગ્ય છે. (પૃ. ૨૯૪) [ આખો લોક ત્રણે કાળને વિષે દુઃખે કરીને પીડાતો માનવામાં આવ્યો છે; અને તેમાં પણ આ વર્તે છે, તે
તો મહા દુષમકાળ છે; અને સર્વ પ્રકારે વિશ્રાંતિનું કારણ એવો જે “કર્તવ્યરૂપ શ્રી સત્સંગ' તે તો સર્વ