Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
સત્સંગ (ચાલુ)
૫૭૮ અને સ્વાર્થ હોય છે ત્યાં સત્સંગ જ હોતો નથી. રાજહંસની સભાનો કાગ દેખાવે કદાપિ ન કળાય તો અવશ્ય રાગે કળાશે, મૌન રહ્યો તો મુખમુદ્રાએ કળાશે; પણ તે અંધકારમાં જાય નહીં, તેમજ માયાવીઓ સત્સંગમાં સ્વાર્થે જઇને શું કરે ? ત્યાં પેટ ભર્યાની વાત તો હોય નહીં. બે ઘડી ત્યાં જઈ તે વિશ્રાંતિ લેતો હોય તો ભલે કે જેથી રંગ લાગે; અને રંગ લાગે નહીં તો, બીજી વાર તેનું આગમન હોય નહીં. જેમ પૃથ્વી પર તરાય નહીં, તેમ સત્સંગથી બુડાય નહીં; આવી સત્સંગમાં ચમત્કૃતિ છે. નિરંતર એવા નિર્દોષ સમાગમમાં માયા લઈને આવે પણ કોણ? કોઈ જ દુર્ભાગી; અને તે પણ અસંભવિત છે. સત્સંગ એ આત્માનું પરમ હિતૈષી ઔષધ છે. (પૃ. ૭૫-૬) જેની ભક્તિ નિષ્કામ છે એવા પુરુષોનો સત્સંગ કે દર્શન એ મહતુ પુણ્યરૂપ જાણવા યોગ્ય છે. (પૃ. ૬૧૩).
૧૩) I જેની પાસેથી ધર્મ માગવો તેવા પૂર્ણજ્ઞાનીનું ઓળખાણ જીવને થયું હોય ત્યારે તેવા જ્ઞાનીઓનો સત્સંગ
કરવો અને સત્સંગ થાય તે પૂર્ણ પુણ્યોદય સમજવો. (પૃ. ૩૮૨). 1 જો જ્ઞાનીની યથાર્થ પ્રતીતિ આવી હોય, અને બરાબર તપાસ્યું છે કે “આ સત્પરુષ છે, આની દશા
ખરેખરી આત્મદશા છે. તેમ એમનાથી કલ્યાણ થશે જ,’ અને એવા જ્ઞાનીના વચન પ્રમાણે પ્રવર્તે, તો ઘણા જ દોષ, વિક્ષેપ મટી જાય. જ્યાં જ્યાં જુઓ ત્યાં ત્યાં અહંકાર રહિત વર્તે અને તેનું બધું પ્રવર્તન
સવળું જ થાય. એમ સત્સંગ, સટુરુષનો યોગ અનંત ગુણનો ભંડાર છે. (પૃ. ૬૯૬). D સત્સંગ હોય તો બધા ગુણો સહેજે થાય. (પૃ. ૭૨૫) || આ દુષમકાળને વિષે સત્સંગની સમીપતા કે દૃઢ આશ્રય વિશેષ જોઈએ અને અસત્સંગથી અત્યંત
નિવૃત્તિ જોઇએ. (પૃ. ૪૪૭-૮) સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ
પ્રાપ્ત થાય છે. (પૃ. ૪૫૧); g અસત્સંગપ્રસંગનો ઘેરાવો વિશેષ છે, અને આ જીવ તેથી અનાદિકાળનો હીનસત્ત્વ થયો હોવાથી તેથી
અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે તો કોઈ રીતે પુરુષાર્થયોગ્ય થઈ વિચારદશાને પામે. (પૃ. ૪૫૧) D સત્સંગ એ મોટામાં મોટું સાધન છે. (પૃ. ૨૫૨). D પરમાર્થ ઉપર પ્રીતિ થવામાં સત્સંગ એ સર્વોત્કૃષ્ટ અને અનુપમ સાધન છે; પણ આ કાળમાં તેવો
જોગ બનવો બહુ વિકટ છે; માટે જીવે એ વિકટતામાં રહી પાર પાડવામાં વિકટ પુરુષાર્થ કરવો યોગ્ય છે, અને તે એ કે “અનાદિ કાળથી જેટલું જાણ્યું છે, તેટલું બધુંય અજ્ઞાન જ છે; તેનું વિસ્મરણ
કરવું.'' (પૃ. ૨૬૬) પર 2,0 T મોટા પુરુષોએ અને તેને લઇને અમે એવો દ્રઢ નિશ્ચય કર્યો છે કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ
સાધન છે. પોતાની સન્માર્ગને વિષે યોગ્યતા જેવી છે, તેવી યોગ્યતા ધરાવનારા પુરુષોનો સંગ તે સત્સંગ કહ્યો છે. મોટા પુરુષના સંગમાં નિવાસ છે, તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ કારણ એના જેવું કોઈ