Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૫૭
સત્પુરુષ (ચાલુ) D પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે; પણ તે ધ્યાવન આત્મા સત્પુરુષના ચરણકમળની વિનયોપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી, એ નિગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. (પૃ. ૧૮૮)
D ઉદય આવેલાં કર્મોને ભોગવતાં નવાં કર્મ ન બંધાય તે માટે આત્માને સચેત રાખવો એ સત્પુરુષોનો મહાન બોધ છે. (પૃ. ૧૮૧)
D સત્પુરુષની યથાર્થ જ્ઞાનદશા, સમ્યક્ત્વદશા, ઉપશમદશા તે તો જે યથાર્થ મુમુક્ષુ જીવ સત્પુરુષના સમાગમમાં આવે તે જાણે કેમકે પ્રત્યક્ષ તે ત્રણે દશાનો લાભ શ્રી સત્પુરુષના ઉપદેશથી કેટલાક અંશે થાય છે. જેમના ઉપદેશે તેવી દશાના અંશો પ્રગટે તેમની પોતાની દશામાં તે ગુણ કેવા ઉત્કૃષ્ટ રહ્યા હોવા જોઇએ તે વિચારવું સુગમ છે; અને એકાંત નયાત્મક જેમનો ઉપદેશ હોય તેથી તેવી એક પણ દશા પ્રાપ્ત થવી સંભવતી નથી તે પણ પ્રત્યક્ષ સમજાશે. સત્પુરુષની વાણી સર્વ નયાત્મક વર્તે છે. (પૃ. ૬૪૭)
પારસમણિનો સંગ થયો, ને લોઢાનું સુવર્ણ ન થયું તો કાં તો પારસમણિ નહીં; અને કાં તો ખરું લોઢું નહીં. તેવી જ રીતે જે ઉપદેશથી સુવર્ણમય આત્મા ન થાય તે ઉપદેષ્ટા કાં તો સત્પુરુષ નહીં, અને કાં તો સામો માણસ યોગ્ય જીવ નહીં. યોગ્ય જીવ અને ખરા સત્પુરુષ હોય તો ગુણો પ્રગટયા વિના રહે નહીં. (પૃ. ૭૧૦)
યોગ્ય જીવ ન હોય તેને સત્પુરુષ ઉપદેશ આપતા નથી. સત્પુરુષ કરતાં મુમુક્ષુનો ત્યાગ વૈરાગ્ય વધી જવો જોઇએ. (પૃ. ૭૧૧) ,
” સૂત્ર, સિદ્ધાંત, શાસ્ત્રો સત્પુરુષના ઉપદેશ વિના ફળતાં નથી. (પૃ. ૭૫૪)
બહુલ કર્મના યોગે પંચમકાળમાં ઉત્પન્ન થયા, પણ કાંઇક શુભના ઉદયથી જે યોગ મળ્યો છે તેવો ઘણા જ થોડા આત્માને મર્મબોધ મળે છે; અને તે રુચવું બહુ દુર્ઘટ છે. તે સત્પુરુષોની કૃપાદૃષ્ટિમાં રહ્યું છે. (પૃ. ૨૧૯)
જે પવન(શ્વાસ)નો જય કરે છે, તે મનનો જય કરે છે. જે મનનો જય કરે છે તે આત્મલીનતા પામે છે. આ કહ્યું તે વ્યવહાર માત્ર છે. નિશ્ચયમાં નિશ્ચયઅર્થની અપૂર્વ યોજના સત્પુરુષના અંતરમાં રહી છે. (પૃ. ૧૮૯)
— તમારી પેઠે જે જીવ કલ્યાણની આકાંક્ષા રાખે છે, અને પ્રત્યક્ષ સત્પુરુષનો નિશ્ચય છે, તેને પ્રથમ ભૂમિકામાં એ નીતિ (દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાયસંપન્ન રહેવું) મુખ્ય આધાર છે.
જે જીવ સત્પુરુષનો નિશ્ચય થયો છે એમ માને છે, તેને વિષે ઉપર કહી તે નીતિનું જો બળવાનપણું ન હોય અને કલ્યાણની યાચના કરે તથા વાર્તા કરે, તો એ નિશ્ચય માત્ર સત્પુરુષને વંચવા બરોબર છે, જોકે સત્પુરુષ તો નિરાકાંક્ષી છે એટલે, તેને છેતરાવાપણું કંઇ છે નહીં, પણ એવા પ્રકારે પ્રવર્તતા જીવ તે અપરાધયોગ્ય થાય છે.
આ વાત પર વારંવાર તમારે તથા તમારા સમાગમને ઇચ્છતા હોય તે મુમુક્ષુઓએ લક્ષ કર્તવ્ય છે. (પૃ. ૩૯૮)
D સત્પુરુષ અન્યાય કરે નહીં. સત્પુરુષ અન્યાય કરશે તો આ જગતમાં વરસાદ કોના માટે વરસશે ? સૂર્ય કોના માટે પ્રકાશશે ? વાયુ કોના માટે વાશે ? (પૃ. ૬૭૭)