Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
સત્યરુષ (ચાલુ)
૫૬૬ | આત્મા વિનયી થઇ, સરળ અને લઘુત્વભાવ પામી સદૈવ સત્યરુષના ચરણકમળ પ્રતિ રહ્યો, તો જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ય કરી
શકાય. (પૃ. ૧૮૩) [ આ લોક ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ છે. ઝાંઝવાનાં પાણીને લેવા દોડી તૃષા છિપાવવા ઇચ્છે છે,
એવો દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે અતુલ ખેદ, જ્વરાદિક રોગ, મરણાદિક ભય, વિયોગાદિક દુઃખને તે અનુભવે છે; એવી અશરણતાવાળા આ જગતને એક સપુરુષ જ શરણ છે; સત્યરુષની વાણી વિના કોઈ એ તાપ અને તૃષા છેદી શકે નહીં એમ નિશ્રય છે. માટે ફરી ફરી તે સત્પરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ. સંસાર કેવળ અશાતામય છે. કોઈ પણ પ્રાણીને અલ્પ પણ શાતા છે, તે પણ સત્પરુષનો જ અનુગ્રહ છે; કોઇ પણ પ્રકારના પુણ્ય વિના શાતાની પ્રાપ્તિ નથી; અને એ પુણ્ય પણ સત્પષના ઉપદેશ વિના કોઇએ જાણ્યું નથી; ઘણે કાળે ઉપદેશેલું તે પુણ્ય રૂઢિને આધીન થઈ પ્રવર્તે છે; તેથી જાણે તે ગ્રંથાદિકથી પ્રાપ્ત થયેલું લાગે છે, પણ એનું મૂળ એક સત્યરુષ જ છે; માટે અમે એમ જ જાણીએ છીએ કે એક અંશ શાતાથી કરીને પૂર્ણકામતા સુધીની સર્વ સમાધિ, તેનું સત્યરુષ જ કારણ છે; આટલી બધી સમર્થતા છતાં જેને કંઈ પણ સ્પૃહા નથી, ઉન્મત્તતા નથી, પોતાપણું નથી, ગર્વ નથી, ગારવ નથી, એવા આશ્ચર્યની પ્રતિમારૂપ સત્પરુષને અમે ફરી ફરી નામરૂપે સ્મરીએ છીએ. ત્રિલોકના નાથ વશ થયા છે જેને એવા છતાં પણ એવી કોઈ અટપટી દશાથી વર્તે છે કે જેનું સામાન્ય મનુષ્યને ઓળખાણ થવું દુર્લભ છે, એવા સત્પરુષને અમે ફરી ફરી સ્તવીએ છીએ. એક સમય પણ કેવળ અસંગપણાથી રહેવું એ ત્રિલોકને વશ કરવા કરતાં પણ વિકટ કાર્ય છે, તેવા અસંગપણાથી ત્રિકાળ જે રહ્યા છે, એવાં સપુરુષનાં અંતઃકરણ, તે જોઈ અમે પરમશ્રર્ય પામી નમીએ છીએ. હે પરમાત્મા ! અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળમાં પણ જીવનો મોક્ષ હોય. તેમ છતાં જૈન ગ્રંથોમાં ક્વચિત પ્રતિપાદન થયું છે તે પ્રમાણે આ કાળે મોક્ષ ન હોય; તો આ ક્ષેત્રે એ પ્રતિપાદન તું રાખ, અને અમને મોક્ષ આપવા કરતાં સત્યરુષના જ ચરણનું ધ્યાન કરીએ અને તેની સમીપ જ રહીએ એવો યોગ આપ. હે પુરુષપુરાણ ! અમે તારામાં અને સત્યરુષમાં કંઈ ભેદ હોય એમ સમજતા નથી; તારા કરતાં અમને તો સત્યરુષ જ વિશેષ લાગે છે; કારણ કે તું પણ તેને આધીન જ રહ્યો છે, અને અમે સપુરુષને ઓળખ્યા વિના તને ઓળખી શક્યા નહીં; એ જ તારું દુર્ઘટપણું અમને સપુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે. કારણ કે તું વશ છતાં પણ તેઓ ઉન્મત્ત નથી, અને તારાથી પણ સરળ છે, માટે હવે તું કહે તેમ કરીએ? હે નાથ ! તારે ખોટું ન લગાડવું કે અમે તારા કરતાં પણ સત્પરુષને વિશેષ સ્તવીએ છીએ; જગત આખું તને સ્તવે છે; તો પછી અમે એક તારા સામા બેઠા રહીશું તેમાં તેમને ક્યાં સ્તવનની આકાંક્ષા છે; અને ક્યાં તને ન્યૂનપણું પણ છે? (પૃ. ૨૬૯) વારંવાર બોધ સાંભળવાની ઈચ્છા રાખવા કરતાં પુરુષના ચરણ સમીપમાં રહેવાની ઈચ્છા અને ચિંતના વિશેષ રાખવી. (પૃ. ૬૮૭).