Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૫૦૩
વિચાર (ચાલુ) | જ્ઞાન આવે નહીં. આ કારણથી સપુરુષનાં વચનો વારંવાર વિચારવાં. (પૃ. ૭૨૫) 0 હજારો ઉપદેશવચનો, કથન સાંભળવાં કરતાં તેમાંનાં થોડાં વચનો પણ વિચારવાં તે વિશેષ કલ્યાણકારી
છે. (પૃ. ૧૫૫) T જે પુરુષ બીજા બધા પ્રકારનો વિચાર અકર્તવ્યરૂપ જાણી આત્મકલ્યાણને વિષે ઉજમાળ થાય છે, તેને કંઈ
નહીં જાણતાં છતાં, તે જ વિચારના પરિણામમાં જે કરવું ઘટે છે, અને કોઈ પ્રકારે થતું નથી એમ ભાસ્યમાન થયેલું તે પ્રગટ થવાનું તે જીવને વિષે કારણે ઉત્પન્ન થાય છે, અથવા કૃતકૃત્યતાનું સાક્ષાત
સ્વરૂપ ઉત્પન્ન થાય છે. (પૃ. ૨૯૪). 0 આત્મજ્ઞાન વિચારથી થાય છે. (પૃ. ૭૧૫) T સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય
નહીં, અને અસત્સંગ તથા અસત્વસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત્માત્ર સંશય
નથી.
આરંભપરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્યસંગનું બળ ઘટે છે; સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે. (પૃ. ૪૫૧) D વિચારની ઉત્પત્તિ થયા પછી વર્લ્ડમાનસ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી ફરી વિચાર્યું કે આ જીવનું
અનાદિકાળથી ચાર ગતિ વિષે અનંતથી અનંત વાર જન્મવું, મરવું થયાં છતાં, હજુ તે જન્મ મરણાદિ સ્થિતિ ક્ષીણ થતી નથી, તે હવે કેવા પ્રકારે ક્ષીણ કરવાં? અને એવી કઈ ભૂલ આ જીવની રહ્યા કરી છે, કે જે ભૂલનું આટલા સુધી પરિણમવું થયું છે? આ પ્રકારે ફરી ફરી અત્યંત એકાગ્રપણે સબોધનાં વર્ધમાન પરિણામ વિચારતાં વિચારતાં જે ભૂલ ભગવાને દીઠી છે તે જિનાગમમાં ઠામ ઠામ કહી છે; કે જે ભૂલ જાણીને તેથી રહિત મુમુક્ષુ જીવ થાય. જીવની ભૂલ જોતાં તો અનંતવિશેષ લાગે છે; પણ સર્વ ભૂલની બીજભૂત ભૂલ તે જીવે પ્રથમમાં પ્રથમ વિચારવી ઘટે છે, કે જે ભૂલનો વિચાર કર્યાથી સર્વે ભૂલનો વિચાર થાય છે, અને જે ભૂલના મટવાથી સર્વે ભૂલ મટે છે. કોઈ જીવ કદાપિ નાના પ્રકારની ભૂલનો વિચાર કરી તે ભૂલથી છૂટવા ઇચ્છે, તોપણ તે કર્તવ્ય છે, અને તેવી અનેક ભૂલથી છૂટવાની ઇચ્છા મૂળ ભૂલથી છૂટવાનું સહેજે કારણ થાય છે. (પૃ. ૩૯૯) જે જીવને વિચાર નહીં તેનો છૂટવાનો આરો નહીં. જો વિચાર કરે, અને સાચા માર્ગે ચાલે તો છૂટવાનો આરો આવે. (પૃ. ૭૨૯) આત્માર્થે વિચારમાર્ગ અને ભક્તિમાર્ગ આરાધવા યોગ્ય છે. પણ વિચારમાર્ગને યોગ્ય જેનું સામર્થ્ય
નથી તેને તે માર્ગ ઉપદેશવો ન ઘટે. (પૃ. ૩૦૫, ૪૭૮) D જન્મ, જરા, મરણાદિ દુઃખે કરી સમસ્ત સંસાર અશરણ છે. સર્વ પ્રકારે જેણે તે સંસારની આસ્થા તજી તે
જ આત્મસ્વભાવને પામ્યા છે, અને નિર્ભય થયા છે. વિચાર વિના તે સ્થિતિ જીવને પ્રાપ્ત થઈ શકતી
નથી, અને સંગના મોહે પરાધીન એવા આ જીવને વિચાર પ્રાપ્ત થવો દુર્લભ છે. (પૃ. ૪૫૪) D તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફનું દર્શન કરવા જઇએ તો, ત્યાં નેપથ્યમાંથી એવા ધ્વનિ જ નીકળશે કે, તમે કોણ
છો ? ક્યાંથી આવ્યા છો? કેમ આવ્યા છો ? તમારી સમીપ આ સઘળું શું છે? તમારી તમને પ્રતીતિ છે? તમે વિનાશી, અવિનાશી વા લેઇ ત્રિરાશી છો ? એવા અનેક પ્રશ્નો હદયમાં તે ધ્વનિથી. પ્રવેરા