Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
શુષ્કજ્ઞાની (ચાલુ)
પપ૨ 1 જ્ઞાનીની આજ્ઞાએ વર્તતા એવા ભદ્રિક મુમુક્ષુ જીવને “બ્રહ્મચર્ય પાળવું એટલે સ્ત્રીઆદિકના પ્રસંગમાં ન
જવું' એવી આજ્ઞા ગુરુએ કરી હોય તો તે વચન પર દ્રઢ વિશ્વાસ કરી તે તે સ્થાનકે ન જાય; ત્યારે જેને માત્ર આધ્યાત્મિક શાસ્ત્રાદિક વાંચી મુમુક્ષુતા થઈ હોય, તેને એમ અહંકાર રહ્યા કરે કે, “એમાં તે શું જીતવું છે ?' આવી ઘેલછાના કારણથી તે તેવા સ્ત્રીઆદિકના પ્રસંગમાં જાય. કદાચ તે પ્રસંગથી એક વાર, બે વાર બચે, પણ પછી તે પદાર્થ પ્રત્યે દ્રષ્ટિ દેતાં “આ ઠીક છે' એમ કરતાં કરતાં તેને તેમાં આનંદ થાય, અને તેથી સ્ત્રીઓ સેવે. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે બાળોભોળો જીવ તો વર્તે, એટલે તે બીજા વિકલ્પો નહીં કરતાં તેવા પ્રસંગમાં ન જ જાય. આ પ્રકારે, જે જીવને ‘આ સ્થાનકે જવું યોગ્ય નથી' એવાં જે જ્ઞાનીનાં વચનો તેનો દૃઢ વિશ્વાસ છે તે બ્રહ્મચર્યવ્રતમાં રહી શકે છે, અર્થાત્ તે આ અકાર્યમાં પ્રવૃત્ત ન થાય. ત્યારે જ્ઞાનીના આજ્ઞાંકિત નથી એવા માત્ર આધ્યાત્મિક શાસ્ત્રો વાંચી થયેલા મુમુક્ષુઓ અહંકારમાં ફર્યા કરે, અને માન્યા કરે કે એમાં તે શું જીતવું છે? આવી માન્યતાને લઇને આ જીવ પડી જાય છે, અને આગળ વધી શકે નહીં. ખરા જ્ઞાની છે તે સિવાયને તો અબ્રહ્મચર્ય વશ ન થવાય એમ કહેવામાત્ર છે. શુષ્કજ્ઞાનીઓને પ્રથમ તો એમ અભિમાન રહ્યા કરે છે, એમાં શું જીતવું છે? પણ પછી ધીમે ધીમે
સ્ત્રીઆદિ પદાર્થોમાં સપડાઇ જાય છે; જ્યારે ખરા જ્ઞાનીને તેમ થતું નથી. (પૃ. ૬૮૫). U પુદ્ગલભાવે ભોગવે અને આત્માને કર્મ લાગતાં નથી એમ કહે તે જ્ઞાનીની દૃષ્ટિનું વચન નથી,
વાચાજ્ઞાનીનું વચન છે. (પૃ. ૬૪૭). T સર્વ જીવોને એટલે સામાન્ય મનુષ્યોને જ્ઞાની અજ્ઞાનીની વાણીનો ભેદ સમજાવો કઠણ છે, એ વાત
યથાર્થ છે; કેમકે કંઈક શુષ્કજ્ઞાની શીખી લઈને જ્ઞાનીના જેવો ઉપદેશ કરે, એટલે તેમાં વચનનું સમતુલ્યપણું જોયાથી શુષ્કજ્ઞાનીને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માને, મંદ દશાવાન મુમુક્ષુ જીવો પણ તેવાં વચનથી ભ્રાંતિ પામે; પણ ઉત્કૃષ્ટદશાવાન મુમુક્ષુ પુરુષ શુષ્કજ્ઞાનીની વાણી જ્ઞાનીની વાણી જેવી શબ્દ જોઈ પ્રાયે ભ્રાંતિ પામવા યોગ્ય નથી, કેમકે શુષ્કજ્ઞાનીની વાણીમાં આશયે જ્ઞાનીની વાણીની તુલના હોતી નથી. જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે; અને અનુભવસહિતપણું હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે. શુષ્કજ્ઞાનીની વાણીમાં તથારૂપ ગુણો હોતા નથી; સર્વથી ઉત્કૃષ્ટ ગુણ જે પૂર્વાપર અવિરોધપણું તે શુષ્કજ્ઞાનીની વાણીને વિષે વર્તવા યોગ્ય નથી, કેમકે યથાસ્થિત પદાર્થદર્શન તેને હોતું નથી; અને તેથી ઠામઠામ કલ્પનાથી યુક્ત તેની વાણી હોય છે. એ આદિ નાના પ્રકારના ભેદથી જ્ઞાની અને શુષ્કજ્ઞાનીની વાણીનું ઓળખાણ ઉત્કૃષ્ટ મુમુક્ષુને થવા યોગ્ય છે. જ્ઞાની પુરુષને તો સહજસ્વભાવે તેનું ઓળખાણ છે, કેમકે પોતે ભાનસહિત છે અને ભાનસહિત પુરુષ વિના આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં, એમ સહેજે તે જાણે છે. અજ્ઞાન અને જ્ઞાનનો ભેદ જેને સમજાયો છે, તેને અજ્ઞાની અને જ્ઞાનીનો ભેદ સહેજે સમજાવા યોગ્ય છે. અજ્ઞાન પ્રત્યેનો જેનો મોહ વિરામ પામ્યો છે, એવા જ્ઞાની પુરુષને શુષ્કજ્ઞાનીનાં વચન શ્રાંતિ કેમ કરી શકે ? બાકી સામાન્ય જીવોને અથવા મંદદશા અને મધ્યમદશાના મુમુક્ષુને શુષ્કજ્ઞાનીનાં વચનો સાદ્રશ્યપણે જોવામાં આવ્યાથી બન્ને જ્ઞાનીનાં વચનો છે એમ ભ્રાંતિ થવાનો સંભવ છે. ઉત્કૃષ્ટ મુમુક્ષને ઘણું કરીને તેવી ભ્રાંતિનો સંભવ નથી, કેમકે જ્ઞાનીનાં વચનોની પરીક્ષાનું બળ તેને વિશેષપણે સ્થિર