Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૫૧
સજ્જનતા નીતિના માર્ગમાં સમજુ ભોમિયારૂપ છે. સજ્જનતા એ નિરંતર સ્તુતિપાત્ર લક્ષ્મી છે. સજ્જનતા સઘળે સ્થળે પ્રેમ બાંધવાનું સબળ મૂળ છે.
સજ્જનતા ભવ પરભવમાં અનુસરવા લાયક સુંદર સડક છે. એ સજ્જનતાને આપ સન્માન આપો છો એ ખરેખર આ લખનારનું અંતઃકરણ ઠંડું કરવાનું પવિત્ર ઔષધ છે.
વૃંદશતસૈમાં એક દોહરો એવા ભાવાર્થથી સુશોભિત છે કે ‘‘કાનને વીંધીને વધારી શકાય છે પરંતુ આંખને માટે તેમ થઇ શકતું નથી.'' તેવી જ રીતે વિદ્યા વધારી વધે છે પરંતુ સજ્જનતા વધારી વધતી નથી.
સત્
એ મહાન કવિરાજના મતને ઘણે ભાગે આપણે અનુસરીશું તો કાંઇ અયોગ્ય નહીં ગણાય. મારા મત પ્રમાણે તો સજ્જનતા એ જન્મની સાથે જ જોડાવી જોઇએ. ઇશ્વરકૃપાથી અતિ યત્ને પણ પ્રાપ્ત થાય છે ખરી. મન જીતવાની ખરેખરી કસોટી એ છે.
સજ્જનતા માટે શંકરાચાર્યજી એક શ્લોકમાં આવો ભાવાર્થ દર્શાવે છે કે એક ક્ષણ પણ, મૂર્ખના આખા જન્મા૨ાના સહવાસ કરતાં, ઉત્તમ ફળદાયક નીવડે છે. સંસારમાં સજ્જનતા એ જ સુખપ્રદ છે એમ આ શ્લોક દર્શાવે છે.
द्वे फले अमृतोपमे ।
"संसारविषवृक्षस्य વ્યામૃતરસાવાવ ગ્રાપઃ સનનૈ:સહ ॥' (પૃ. ૨૮-૯)
સટ્ટો
મુંબઇમાં નાણાંભીડ વિશેષ છે. સટ્ટાવાળાઓને ઘણું નુકસાન ગયું છે. તમને સૌને ભલામણ છે, કે સટ્ટા જેવે રસ્તે ન ચડાય તેનું પૂરતું ધ્યાન રાખશો. (પૃ. ૪૫૬)
સટ્ટાને વિષે જીવ રહે છે, એ ખેદની વાત છે; પણ તે તો જીવને પોતાથી વિચાર કર્યા વિના ન સમજાય એવું છે. (પૃ. ૩૨૮)
સત્
D‘સત્' સત્ જ છે, સરળ છે, સુગમ છે; સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે; પણ ‘સત્'ને બતાવનાર ‘સત્’ જોઇએ. (પૃ. ૨૬૬)
— ભેદનો ભેદ ટળ્યે વાસ્તવિક સમજાય છે. પરમ અભેદ એવું ‘સત્' સર્વત્ર છે. (પૃ. ૨૮૨)
આ જે કંઇ જોઇએ છીએ, જે કંઇ જોઇ શકાય તેવું છે; જે કંઇ સાંભળીએ છીએ, જે કંઇ સાંભળી શકાય તેવું છે, તે સર્વ એક સત્ જ છે.
જે કંઈ છે તે સત્ જ છે. અન્ય નહીં. તે સત્ એક જ પ્રકારનું હોવાને યોગ્ય છે.
તે
તે જ સત્ જગતરૂપે બહુ પ્રકારનું થયું છે; પણ તેથી તે કંઇ સ્વરૂપથી સ્મુત થયું નથી. સ્વરૂપમાં જ તે એકાકી છતાં અનેકાકી હોઇ શકવાને સમર્થ છે. એક સુવર્ણ, કુંડલ, કડાં, સાંકળાં અને બાજુબંધાદિક