Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
| સજીવનમૂર્તિ
૫૬૦ સજીવનમૂર્તિ T કોઈ પણ પ્રકારે જીવ પોતાની કલ્પનાએ કરી સને પ્રાપ્ત કરી શકતો નથી. સજીવનમૂર્તિ પ્રાપ્ત થયે જ
સત્ પ્રાપ્ત થાય છે, સત્ સમજાય છે, સત્નો માર્ગ મળે છે, સત્ પર લક્ષ આવે છે. સજીવનમૂર્તિના લક્ષ વગર જે કંઈ પણ કરવામાં આવે છે, તે જીવને બંધન છે; આ અમારું હૃય છે. (પૃ. ૨૪૧). જેના વચનબળે જીવ નિર્વાણમાર્ગને પામે છે એવી સજીવનમૂર્તિનો પૂર્વકાળમાં જીવને જોગ ઘણીવાર થઇ ગયો છે; પણ તેનું ઓળખાણ થયું નથી; જીવે ઓળખાણ કરવા પ્રયત્ન ક્વચિત્ કર્યું પણ હશે; તથાપિ જીવને વિષે ગ્રહી રાખેલી સિદ્ધિયોગાદિ, રિદ્ધિયોગાદિ અને બીજી તેવી કામનાઓથી પોતાની દૃષ્ટિ મલિન હતી; દ્રષ્ટિ જો મલિન હોય તો તેવી મૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ રહે છે, જેથી ઓળખાણ પડતું નથી; અને જ્યારે ઓળખાણ પડે છે, ત્યારે જીવને કોઇ અપૂર્વ સ્નેહ આવે છે, તે એવો કે તે મૂર્તિના વિયોગે ઘડી એક આયુષ્ય ભોગવવું તે પણ તેને વિટંબના લાગે છે, અર્થાત તેના વિયોગે તે ઉદાસીનભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે; બીજા પદાર્થોના સંયોગ અને મૃત્યુ એ બન્ને એને સમાન થઈ ગયાં હોય છે. આવી દશા જ્યારે આવે છે, ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હોય છે એમ જાણવું. એવી દશા આવવામાં માયાની સંગતિ બહુ વિટંબનાય છે; પણ એ જ દશા આણવી એવો જેનો નિશ્ચય દ્રઢ છે તેને ઘણું કરીને થોડા વખતમાં તે દશા પ્રાપ્ત થાય છે. તમે બધાએ હાલ તો એક પ્રકારનું અમને બંધન કરવા માંડ્યું છે, તે માટે અમારે શું કરવું તે કાંઈ સૂઝતું નથી. “સજીવન મૂર્તિથી માર્ગ મળે એવો ઉપદેશ કરતાં પોતે પોતાને બંધન કર્યું છે; કે જે ઉપદેશનો લક્ષ તમે અમારા ઉપર જ માંડયો. અમે તો સજીવનમૂર્તિના દાસ છીએ, ચરણરજ છીએ. અમારી એવી અલૌકિક દશા પણ ક્યાં છે ? કે જે દશામાં કેવળ અસંગતા જ વર્તે છે. અમારો
ઉપાધિયોગ તો તમે પ્રત્યક્ષ દેખો તેવો છે. (પૃ. ૨૬૮-૯). સજ્જનતા 1 ચંદ્રમાનાં કિરણો સમાન શ્વેતકીર્તિને ધારણ કરનાર કોણ? સુમતિ ને સજ્જન. (પૃ. ૧૫)
શાંત સ્વભાવ એ જ સજનતાનું ખરું મૂળ છે. ખરા સ્નેહીની ચાહના એ સજ્જનતાનું ખાસ લક્ષણ છે.
(પૃ. ૧૪) Hસજ્જનતા એ ત્રણ ભુવનના તિલકરૂપ છે.
સજ્જનતા ખરી પ્રીતનાં મૂલ્યથી ભરેલો ચળકતો હીરો છે. સજ્જનતા આનંદનું પવિત્ર ધામ છે. સજ્જનતા મોક્ષનો સરળ અને ઉત્તમ રાજમાર્ગ છે. સજ્જનતા એ ધર્મવિષયની વહાલી જનેતા છે. સજ્જનતા જ્ઞાનીનું પરમ અને દિવ્ય ભૂષણ છે. સજ્જનતા સુખનું જ કેવળ સ્થાન છે. સજ્જનતા સંસારની અનિત્યતામાં માત્ર નિત્યતારૂપ છે. સજ્જનતા માણસના દિવ્ય ભાગનો પ્રકાશિત સૂર્ય છે.