Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
શ્રુતજ્ઞાન
૫૫૬
શ્રુતજ્ઞાન
મતિ સ્કુરાયમાન થઈ જણાયેલું જે જ્ઞાન તે “મતિજ્ઞાન', અને શ્રવણ થવાથી થયેલું જે જ્ઞાન તે “શ્રુતજ્ઞાન'; અને તે શ્રુતજ્ઞાનનું મનન થઈ અગમ્યું ત્યારે તે પાછું મતિજ્ઞાન થયું, અથવા તે “શ્રુતજ્ઞાન’ પ્રગમ્યાથી બીજાને કહેવામાં આવ્યું ત્યારે તે જ કહેનારને વિષે મતિજ્ઞાન અને સાંભળનારને માટે શ્રુતજ્ઞાન થાય છે. તેમ શ્રતજ્ઞાન મતિ વિના થઈ શકતું નથી; અને તે જ મતિ પૂર્વે શ્રુત હોવું જોઇએ.
એમ એકબીજાને કાર્યકારણનો સંબંધ છે. (પૃ. ૭૪૪). 2 “જ્ઞાન એહિ જ આત્મા’ એ એકાંત નિશ્ચયનયથી છે. વ્યવહારથી તો એ જ્ઞાન અવરાયેલું છે. તેનો
ઉઘાડ કરવાનો છે. એ ઉઘાડ થવા ભણવું, ગણવું, ઉપદેશશ્રવણ, શાસ્ત્રવાંચન આદિ સાધનરૂપ છે. પણ એ ભણવું, ગણવું, ઉપદેશશ્રવણ અને શાસ્ત્રવાંચન આદિ સમ્યફષ્ટિએ થવું જોઇએ. આ શ્રુતજ્ઞાન કહેવાય છે. સંપૂર્ણ નિરાવરણ જ્ઞાન થતાં સુધી એ શ્રુતજ્ઞાનના અવલંબનની જરૂર છે. “હું જ્ઞાન છું', “હું બ્રહ્મ છું' એમ પોકાર્યું જ્ઞાન કે બ્રહ્મ થઈ જવાતું નથી. તે રૂપ થવા સલ્લાસ્ત્રાદિ સેવવાં
જોઇએ. (પૃ. ૬૩) I આરાધના થવા માટે સઘળાં શ્રુતજ્ઞાન છે, અને તે આરાધનાનું વર્ણન કરવા શ્રુતકેવળી પણ અશક્ય
છે. જ્ઞાન, લબ્ધિ, ધ્યાન અને સમસ્ત આરાધનાનો પ્રકાર પણ એવો જ છે. (પૃ. ૭૭૯) | મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી જે કંઈ જાણી શકાય છે તેમાં અનુમાન સાથે રહે છે, પરંતુ તેથી આગળ અને
અનુમાન વિના શુદ્ધપણે જાણવું એ મન:પર્યવજ્ઞાનનો વિષય છે; એટલે મૂળ તો મતિ, શ્રુત, અને મન:પર્યવજ્ઞાન એક છે, પરંતુ મન:પર્યવમાં અનુમાન વિના મતિની નિર્મલતાએ શુદ્ધ જાણી શકાય છે. (પૃ. ૭૪૧) | એકાંત નિશ્ચયનયથી મતિ આદિ ચાર જ્ઞાન, સંપૂર્ણ શુદ્ધ જ્ઞાનની અપેક્ષાએ વિકલ્પજ્ઞાન કહી શકાય; પણ
સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન એટલે સંપૂર્ણ નિર્વિકલ્પ જ્ઞાન ઉત્પન્ન થવાનાં એ જ્ઞાન સાધન છે. તેમાં પણ શ્રુતજ્ઞાન મુખ્યપણે છે. કેવળજ્ઞાન ઉત્પન્ન થવામાં છેવટ સુધી તે જ્ઞાનનું અવલંબન છે. પ્રથમથી કોઈ જીવ એનો ત્યાગ કરે તો કેવળજ્ઞાન પામે નહીં. કેવળજ્ઞાન સુધી દશા પામવાનો હેતુ શ્રુતજ્ઞાનથી થાય છે. (પૃ. ૫૭) | સર્વ-ઉત્કૃષ્ટ ભૂમિકામાં સ્થિતિ થવા પર્યત શ્રુતજ્ઞાનનું અવલંબન લઈને સપુરુષો પણ સ્વદશામાં સ્થિર રહી શકે છે, એમ જિનનો અભિમત છે તે પ્રત્યક્ષ સત્ય દેખાય છે. સવોત્કૃષ્ટ ભૂમિકા પર્વતમાં શ્રુતજ્ઞાન(જ્ઞાનીપુરુષનાં વચનો)નું અવલંબન જે જે વખતે મંદ પડે છે, તે તે વખતે કંઈ કંઈ ચપળપણું સપુરુષો પણ પામી જાય છે, તો પછી સામાન્ય મુમુક્ષુ જીવો કે જેને વિપરીત સમાગમ, વિપરીત શ્રતાદિ અવલંબન રહ્યાં છે તેને વારંવાર વિશેષ વિશેષ ચપળપણું થવા યોગ્ય છે. એમ છે તોપણ જે મુમુક્ષુઓ સત્સમાગમ, સદાચાર અને સલ્ફાસ્ત્રવિચારરૂપ અવલંબનમાં દ્રઢ નિવાસ કરે છે, તેને સર્વોત્કૃષ્ટ ભૂમિકા પર્યત પહોંચવું કઠણ નથી; કઠણ છતાં પણ કઠણ નથી. (પૃ. ૧૧) કેવળજ્ઞાન ઊપજવાના છેલ્લા સમય સુધી સત્પરુષનાં વચનનું અવલંબન વીતરાગે કહ્યું છે; અર્થાત બારમાં ક્ષીણમોહગુણસ્થાનક પર્યત શ્રુતજ્ઞાનથી આત્માના અનુભવને નિર્મળ કરતાં કરતાં તે નિર્મળતા સંપૂર્ણતા પામ્યું “કેવળજ્ઞાન' ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન થવાના પ્રથમ સમય સુધી સત્પરુષે ઉપદેશેલો . માર્ગ આધારભૂત છે; એમ કહ્યું છે તે નિઃસંદેહ સત્ય છે. (પૃ. ૫૭૦)