Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૫૫૪
શ્રદ્ધા
D માહાભ્ય જેનું પરમ છે તેવા નિઃસ્પૃહી પુરુષોનાં વચનમાં તલ્લીનતા તે “શ્રદ્ધા' - “આસ્થા”.
(પૃ. ૨૨) T દરેક જીવે જીવના અસ્તિત્વથી તે મોક્ષ સુધીની પૂર્ણપણે શ્રદ્ધા રાખવી. એમાં જરા પણ શંકા રાખવી નહીં.
આ જગ્યાએ અશ્રદ્ધા રાખવી તે જીવને પતિત થવાનું કારણ છે, અને તે એવું સ્થાનક છે કે ત્યાંથી પડવાથી કાંઈ સ્થિતિ રહેતી નથી. ચારિત્રમોહનો લટક્યો તે ઠેકાણે આવે છે, પણ દર્શનમોહનો પડયો ઠેકાણે આવતો નથી. કારણ, સમજવાફેર થવાથી કરવાફેર થાય છે. વીતરાગરૂપ જ્ઞાનીનાં વચનમાં અન્યથાપણું હોવાનો સંભવ જ નથી. તેના અવલંબને રહી સીસું રેડયું હોય એવી રીતે શ્રદ્ધાને ઓધે પણ મજબૂત કરવી. જયારે જયારે
શંકા થવાનો પ્રસંગ આવે ત્યારે જીવે વિચારવું કે તેમાં પોતાની ભૂલ જ થાય છે. (પૃ. ૬૭૪). 0 હજુ પણ શંકા કરવી હોય તો કરવી; પણ એટલું તો ચોક્કસપણે શ્રદ્ધવું કે જીવથી માંડી મોક્ષ સુધીના જે
પાંચ પદ (જીવ છે, તે નિત્ય છે, તે કર્મનો કર્તા છે, તે કર્મનો ભોકતા છે, મોક્ષ છે) તે છે; અને મોક્ષનો ઉપાય પણ છે; તેમાં કાંઈ પણ અસત્ય નથી. આવો નિર્ણય કર્યા પછી તેમાં તો કોઈ દિવસ શંકા કરવી નહીં; અને એ પ્રમાણે નિર્ણય થયા પછી ઘણું કરીને શંકા થતી નથી. જો કદાચ શંકા થાય તો તે દેશશંકા થાય છે, ને તેનું સમાધાન થઇ શકે છે. પરંતુ મૂળમાં એટલે જીવથી માંડી મોક્ષ સુધી અથવા તેના ઉપાયમાં શંકા થાય તો તે દેશ શંકા નથી પણ સર્વશંકા છે; ને તે શંકાથી ઘણું કરી પડવું થાય છે; અને તે પડવું એટલા બધા જોરમાં થાય છે કે તેની પછાટ અત્યંત લાગે છે.
આ જે શ્રદ્ધા છે તે બે પ્રકારે છેઃ એક “ઓધે અને બીજી વિચારપૂર્વક'. (પૃ. ૭૪૧) T સત્પરુષની શ્રદ્ધા વિના છૂટકો નથી. (પૃ. ૨૫૨) T સંબંધિત શિર્ષક: આસ્થા
શ્રવણ 1 શ્રવણ એ પવનની લહેર માફક છે. તે આવે છે, અને ચાલ્યું જાય છે. મનન કરવાથી છાપ બેસે છે, અને નિદિધ્યાસન કરવાથી ગ્રહણ થાય છે. વધારે શ્રવણ કરવાથી મનનશકિત મંદ થતી જોવામાં આવે છે.
(પૃ. ૭૮૪) || ક્ષયોપશમ પ્રમાણે શ્રવણ થાય છે. (પૃ. ૬૯૭) T કંઈ પણ, બને તો જયાં આત્માર્થ ચર્ચિત થતો હોય ત્યાં જવા આવવા, શ્રવણાદિનો પ્રસંગ કરવા યોગ્ય
છે. ગમે તો જૈન સિવાય બીજા દર્શનથી વ્યાખ્યા થતી હોય તો તે પણ વિચારાર્થે શ્રવણ કરવા યોગ્ય છે. (પૃ. ૪૮૪) “મોક્ષમાર્ગપ્રકાશ” શ્રવણ કરવાની જે જિજ્ઞાસુઓને જિજ્ઞાસા છે, તેમને શ્રવણ કરાવશો. વધારે સ્પષ્ટીકરણથી અને ધીરજથી શ્રવણ કરાવશો. શ્રોતાને કોઈ એક સ્થાનકે વિશેષ સંશય થાય તો તેનું સમાધાન કરવું યોગ્ય છે. કોઈ એક સ્થળે સમાધાન અશક્ય જેવું દેખાય તો કોઇ એક મહાત્માને યોગે સમજવાનું જણાવીને શ્રવણ અટકાવવું નહીં; તેમ જ કોઇ એક મહાત્મા સિવાય અન્ય સ્થાનકે તે સંશય પૂછવાથી વિશેષ ભ્રમનો હેતુ થશે, અને નિઃસંશયપણાથી થયેલા શ્રવણનો લાભ વૃથા જેવો થશે, એવી