Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૫૪૩
શરણ
સમજ્યા, અને જે પ્રકારે શમાયા તે પ્રકારે સમજ્યા, એટલો વિભાગાર્થ થઈ શકવા યોગ્ય છે, તથાપિ મુખ્યાર્થમાં ઉપયોગ વર્તાવવો ઘટે છે. અનંતકાળથી યમ, નિયમ, શાસ્ત્રાવલોકનાદિ કાર્ય કર્યા છતાં સમજાવું અને શમાવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં, અને તેથી પરિભ્રમણનિવૃત્તિ ન થઈ. સમજાવા અને શમાવાનું જે કોઈ ઐક્ય કરે, તે સ્વાનુભવપદમાં વર્તે; તેનું પરિભ્રમણ નિવૃત્ત થાય. સદ્ગુરુની આજ્ઞા વિચાર્યા વિના જીવે તે પરમાર્થ જાણ્યો નહીં; જાણવાનો પ્રતિબંધક અસત્સંગ, સ્વચ્છેદ અને અવિચાર તેને રોધ કર્યો નહીં જેથી સમજાવું અને શમાવું તથા બેયનું ઐક્ય ન બન્યું એવો નિશ્રય પ્રસિદ્ધ છે. અત્રેથી આરંભી ઉપર ઉપરની ભૂમિકા ઉપાસે તો જીવ સમજીને શમાય, એ નિઃસંદેહ છે. અનંત જ્ઞાનીપુરુષે અનુભવ કરેલો એવો આ શાશ્વત સુગમ મોક્ષમાર્ગ જીવને લક્ષમાં નથી આવતો, એથી ઉત્પન્ન થયેલું ખેદ સહિત આશ્રર્ય તે પણ અત્રે શમાવીએ છીએ. સત્સંગ, સદ્વિચારથી શમાવા સુધીનાં
સર્વ પદ અત્યંત સાચાં છે, સુગમ છે, સુગોચર છે, સહજ છે, અને નિઃસંદેહ છે. (પૃ. ૪૮૭-૮) 1 અન્ય સંબંધી જે તાદાભ્યપણું ભાસ્યું છે, તે તાદાભ્યપણે નિવૃત્ત થાય તો સહજસ્વભાવે આત્મા મુક્ત
જ છે; એમ શ્રી ઋષભાદિ અનંત જ્ઞાની પુરુષો કહી ગયા છે, યાવત્ તથારૂપમાં સમાયા છે. (પૃ. ૪૩૮) | તમને હાલમાં બધાથી કંટાળો આવી ગયા વિષે લખ્યું તે વાંચી ખેદ થયો. મારો વિચાર તો એવો રહે છે કે
જેમ બને તેમ તેવી જાતનો કંટાળો શમાવવો અને સહન કરવો. કોઈ કોઈ દુ:ખના પ્રસંગોમાં તેવું થઇ આવે છે અને તેને લીધે વૈરાગ્ય પણ રહે છે, પણ જીવનું ખરું કલ્યાણ અને સુખ તો એમ જણાય છે કે તે બધું કંટાળાનું કારણ આપણું ઉપાર્જન કરેલું પ્રારબ્ધ છે, જે ભોગવ્યા વિના નિવૃત્ત થાય નહીં, અને તે સમતાએ કરી ભોગવવું યોગ્ય છે. માટે મનનો કંટાળો જેમ બને તેમ શમાવવો અને ઉપાર્જન કર્યું ન હોય એવાં કર્મ ભોગવવામાં આવે નહીં, એમ જાણી બીજા કોઇના પ્રત્યે દોષવૃષ્ટિ કર્યાની વૃત્તિ જેમ બને તેમ શમાવી સમતાએ વર્તવું એ યોગ્ય લાગે છે, અને એ જ | જીવને કર્તવ્ય છે. (પૃ. ૩૨૪). D ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા, અને ઉદય આવવાના કષાયોને શમાવો. (પૃ. ૨૨૯). શરણ | [ આ સંસારમાં સમ્યકજ્ઞાન, સમ્યકદર્શન, સમ્યકચારિત્ર, સમ્યકતપ-સંયમ શરણ છે, આ ચાર આરાધના વિના કોઈ શરણ નથી. તથા ઉત્તમ ક્ષમાદિક દશ ધર્મ પ્રત્યક્ષ આ લોકમાં સમસ્ત ક્લેશ, દુ:ખ, મરણ, અપમાન, હાનિથી રક્ષા કરવાવાળા છે. મંદ કષાયનાં ફલ સ્વાધીન સુખ, આત્મરક્ષા, ઉજ્જવળ યશ, ક્લેશરહિતપણું, ઉચ્ચતા આ લોકમાં પ્રત્યક્ષ દેખી એનું શરણ ગ્રહણ કરો. પરલોકમાં એનું ફળ સ્વર્ગલોક
વિશેષમાં વ્યવહારમાં ચાર શરણ છે. અહંત, સિદ્ધ, સાધુ, કેવળજ્ઞાનીનો પ્રકાશેલ ધર્મ એ જ શરણ જાણવું.
એ પ્રમાણે અહીં એના શરણ વિના આત્માની ઉજ્વળતા પ્રાપ્ત નથી થતી એવું દર્શાવનારી અશરણ