________________
શરણ (ચાલુ)
૫૪૪ અનુપ્રેક્ષા વિચારી. (પૃ. ૨૦) પોતાનો વીતરાગભાવ, સંતોષભાવ, પરમ સમતાભાવ, એ જ શરણ છે. બીજું કોઇ શરણ નથી. આ જીવના ઉત્તમ ક્ષમાદિક ભાવ પોતે જ શરણરૂપ છે. ક્રોધાદિક ભાવ આ લોક પરલોકમાં આ જીવન ઘાતક છે. આ જીવને કષાયની મંદતા આ લોકમાં હજારો વિપ્નની નાશ કરનારી પરમ શરણરૂપ છે, અને પરલોકમાં નરક તિર્યંચ ગતિથી રક્ષા કરે છે. મંદ-કષાયનું દેવલોકમાં તથા ઉત્તમ મનુષ્યજાતિમાં ઊપજવું થાય છે. (પૃ. ૨૦). I શરણ (આશ્રય), અને નિશ્ચય કર્તવ્ય છે. અધીરજથી ખેદ કર્તવ્ય નથી. ચિત્તને દાદિ ભયનો વિક્ષેપ
પણ કરવો યોગ્ય નથી. અસ્થિર પરિણામ ઉપશમાવવા યોગ્ય છે. (પૃ. ૪૬૫) | શરીર |
યથાર્થ જોઈએ તો શરીર એ જ વેદનાની મૂર્તિ છે. સમયે સમયે જીવ તે દ્વારાએ વેદના જ વેદે છે.
ક્વચિત શાતા અને પ્રાયે અશાતા જ વેદે છે. માનસિક અશાતાનું મુખ્યપણું છતાં તે સુસમ્યફદૃષ્ટિવાનને જણાય છે. શારીરિક અશાતાનું મુખ્યપણું સ્થૂળ દૃષ્ટિવાનને પણ જણાય છે.
(પૃ. ૬૫૦). D શરીર કોનું છે? મોહનું છે. માટે અસંગભાવના રાખવી યોગ્ય છે. (પૃ. ૫૦૯)
શરીરને વિષે વેદનીયનું અશાતાપણે પરિણમવું થયું હોય તે વખતે શરીરનો વિપરિણામી સ્વભાવ વિચારી તે શરીર અને શરીરને સંબંધે પ્રાપ્ત થયેલાં સ્ત્રીપુત્રાદિ પ્રત્યેનો મોહ વિચારવાન પુરુષો છોડી
દે છે; અથવા તે મોહને મંદ કરવામાં પ્રવર્તે છે. (પૃ. ૫૬૦) T સ્ત્રી હોય કે પુરુષ હોય પણ દેહમાંથી આત્મા નીકળી જાય ત્યાં શરીર તો મડદું છે ને ઇન્દ્રિયો ગોખલા
જેવી છે. (પૃ. ૭૩૪) 1 અમુક અમુક મગજમાંની નસો દાબવાથી ક્રોધ, હાસ્ય, ઘેલછા ઉત્પન્ન થાય છે. શરીરમાં મુખ્ય મુખ્ય
સ્થળો જીભ, નાસિકા ઇત્યાદિ પ્રગટ જણાય છે તેથી માનીએ છીએ, પણ આવા સૂક્ષ્મ સ્થાનો પ્રગટ જણાતાં નથી એટલે માનતા નથી, પણ તે જરૂર છે. (પૃ. ૭૭૮)
સંબંધિત શિર્ષકો : કાયા, ચરમશરીરી, દેહ, મનુષ્ય | શરીર, કાર્મણ - તેજસ - ઔદારિક | D કાર્મણ, તૈજસ, આહારક, વૈક્રિય અને ઔદારિક એ પાંચ શરીરનાં પરમાણુ એકનાં એક એટલે સરખાં
છે; પરંતુ તે આત્માના પ્રયોગ પ્રમાણે પરિણમે છે. (પૃ. ૭૭૭) ભાવકર્મના હેતુથી જીવ પુદ્ગલ ગ્રહે છે. તેથી તૈજસાદિ શરીર અને ઔદારિક શરીરનો યોગ થાય છે. (પૃ. ૮૨૭) | તેજસ અને કાર્મણ શરીર પૂલદેહપ્રમાણ છે. તેજસ શરીર ગરમી કરે છે, તથા આહાર પચાવવાનું કામ
કરે છે. શરીરનાં અમુક અમુક અંગ ઘસવાથી ગરમ જણાય છે, તે તેજસના કારણથી જણાય છે. માથા ઉપર વૃતાદિ મૂકી તે શરીરની પરીક્ષા કરવાની રૂઢિ છે. તેનો અર્થ એ કે તે શરીર સ્થલ શરીરમાં છે કે શી રીતે ? અર્થાત્ સ્કૂલ શરીરમાં જીવની માફક તે આખા શરીરમાં રહે છે.