________________
શક્તિ
૫૪૨
શકિત
પદાર્થને વિષે અચિંત્ય શકિત છે. (પૃ. ૭૪૬) 1 જીવને, આત્માની અને એની શક્તિની વિભાવ આડે ખબર નથી. (પૃ. ૬૩)
અયોગ્ય રીતે આજે તારી કોઈ શક્તિનો ઉપયોગ કરીશ નહીં, -મર્યાદાલોપનથી કરવો પડે તો પાપભીરુ રહેજે. (પૃ. ૭). T બીજા પદાર્થો ઉપર ઉપયોગ આપીએ તો આત્માની શક્તિ આવિર્ભાવ થાય છે, તો સિદ્ધિ લબ્ધિ આદિ શંકાને પાત્ર નથી. તે પ્રાપ્ત થતી નથી તેનું કારણ આત્મા નિરાવરણ નથી કરી શકાતો એ છે. એ
શક્તિ બધી સાચી છે. (પૃ. ૭૮૫). 0 શારીરિક વિષય ભોગવતાં શારીરિક શક્તિ ક્ષીણ થાય છે. (પૃ. ૮)
D શમ = ક્રોધાદિ પાતળાં પાડવાં 1 શમ = બધા ઉપર સમભાવ રાખવો. (પૃ. ૭૨૩) T ક્રોધાદિક કષાયોનું શમાઇ જવું, ઉદય આવેલા કષાયોમાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી
અથવા અનાદિકાળની વૃત્તિઓ સમાઈ જવી તે “શમ”. (પૃ. ૨૨) સંબંધિત શિર્ષક : ઉપશમ
શમાનું
જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે. તેથી ઉપયોગ અન્ય વિકલ્પરહિત થયો તેનું નામ શમાન્યું છે. વસ્તુતાએ બન્ને એક જ છે. જેમ છે તેમ સમજાવાથી ઉપયોગ સ્વરૂપમાં સમાયો, અને આત્મા સ્વભાવમય થઇ રહ્યો એ પ્રથમ વાક્ય સમજીને શમાઇ રહ્યા” તેનો અર્થ છે. અન્ય પદાર્થના સંયોગમાં જે અધ્યાસ હતો, અને તે અધ્યાસમાં આત્માપણું માર્યું હતું, તે અધ્યાસરૂપ આત્માપણું સમાઈ ગયું. એ બીજું વાક્ય “સમજીને શમાઈ ગયા' તેનો અર્થ છે. પર્યાયાંતરથી અર્થાતર થઈ શકે છે. વાસ્તવ્યમાં બન્ને વાક્યનો પરમાર્થ એક જ વિચારવા યોગ્ય છે. જે જે સમજ્યા તેણે તેણે મારું તારું એ આદિ અહત્વ, મમત્વ શમાવી દીધું; કેમકે કોઈ પણ નિજ સ્વભાવ તેવો દીઠો નહીં; અને નિજ સ્વભાવ તો અચિંત્ય અવ્યાબાધસ્વરૂપ, કેવળ ન્યારો જોયો એટલે તેમાં જ સમાવેશ પામી ગયા. આત્મા સિવાય અન્યમાં સ્વમાન્યતા હતી તે ટાળી પરમાર્થે મૌન થયા; વાણીએ કરી આ આનું છે એ આદિ કહેવાનું બનવારૂપ વ્યવહાર, વચનાદિ યોગ સુધી ક્વચિત્ રહ્યો, તથાપિ આત્માથી આ મારું છે એ વિકલ્પ કેવળ સમાઈ ગયો; જેમ છે તેમ અચિંત્ય સ્વાનુભવગોચરપદમાં લીનતા થઈ. એ બન્ને વાક્ય લોકભાષામાં પ્રવર્તી છે, તે “આત્મભાષામાંથી આવ્યાં છે. જે ઉપર કહ્યા તે પ્રકારે ન શમાયા તે સમજ્યા નથી એમ એ વાક્યનો સારભૂત અર્થ થયો; અથવા જેટલે અંશે શમાયા તેટલે અંશે