Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૫૪૯
શાંતિ |
| સનાતન આત્મધર્મ તે શાંત થવું, વિરામ પામવું તે છે; આખી દ્વાદશાંગીનો સાર પણ તે જ છે. તે
પદર્શનમાં સમાય છે, અને તે પડ્રદર્શન જૈનમાં સમાય છે. (પૃ. ૭૬૫) 1 જ્ઞાનીઓ જોકે વાણિયા જેવા હિસાબી સૂક્ષ્મપણે શોધન કરી તત્ત્વો સ્વીકારનારા) છે, તોપણ છેવટે લોક
જેવા લોક (એક સારભૂત વાત પકડી રાખનાર) થાય છે. અર્થાતુ છેવટે ગમે તેમ થાય પણ એક , શાંતપણાને ચૂકતા નથી; અને આખી દ્વાદશાંગીનો સાર પણ તે જ છે. (પૃ. ૭૬૫). [ આવા સાંકડા સમયમાં તો છેક જ સાંકડો માર્ગ, પરમશાંત થવું તે ગ્રહણ કરવો. તેથી જ ઉપશમ,
લયોપશમ અને ક્ષાયિકભાવ થાય છે. (પૃ. ૭૭૧) 'D હે જીવ! હવે ભોગથી શાંત થા, શાંત. વિચાર તો ખરો કે એમાં કયું સુખ છે? (પૃ. ૧૫).
શાંતપણું પ્રાપ્ત કરવાથી જ્ઞાન વધે છે. આત્મસિદ્ધિ માટે દ્વાદશાંગીનું જ્ઞાન જાણતાં ઘણો વખત જાય.
જ્યારે એક માત્ર શાંતપણું સેવાથી તરત પ્રાપ્ત થાય છે. (પૃ. ૭૪૪-૫). D જીવ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે શાંતપણામાં વિચરે તો અંતર્મુહૂર્તમાં મુક્ત થાય છે. (પૃ. ૭૬)
શાંત ચાલથી ચાલું. (પૃ. ૧૩૯) શાંતિ |
જે જ્ઞાની પુરુષો ભૂતકાળને વિષે થઈ ગયા છે, અને જે જ્ઞાની પુરુષો ભાવિકાળને વિષે થશે, તે સર્વ પુરુષોએ શાંતિ (બધા વિભાવપરિણામથી થાકવુ, નિવૃત્ત થવું તે)ને સર્વ ધર્મનો આધાર કહ્યો છે. જેમ ભૂતમાત્રને પૃથ્વી આધારભૂત છે, અર્થાત્ પ્રાણીમાત્ર પૃથ્વીના આધારથી સ્થિતિવાળાં છે, તેનો આધાર પ્રથમ તેમને હોવો યોગ્ય છે, તેમ સર્વ પ્રકારના કલ્યાણનો આધાર, પૃથ્વીની પેઠે “શાંતિ’ને જ્ઞાની પુરુષે
કહ્યો છે. (સૂયગડાંગ) (પૃ. ૩૯૧) D કોઈ માણસ ઉતાવળો બોલે તેને કષાય કહેવાય, કોઈ ધીરજથી બોલે તેને શાંતિ દેખાય, પણ
'અંતરિણામ હોય તો જ શાંતિ કહેવાય. (પૃ. ૭૧૪). || ભંગજાળમાં પડવું નહીં. માત્ર આત્માની શાંતિનો વિચાર કરવો ઘટે છે. (પૃ. ૭૭૫) 1 જો ખરા વૈદ્યની પ્રાપ્તિ થાય તો દેહનો વિધર્મ સહેજે ઔષધિ વડે વિધર્મમાંથી નીકળી સ્વધર્મ પકડે છે.
તેવી રીતે જો ખરા ગુરુની પ્રાપ્તિ થાય, તો આત્માની શાંતિ ઘણી જ સુગમતાથી અને સહેજમાં થાય છે. તેથી તેવી ક્રિયા કરવામાં પોતે તત્પર એટલે અપ્રમાદી થવું, પ્રમાદ કરીને ઊલટા કાયર થવું નહીં. (પૃ. ૭૭૧) દુષમકાળનું પ્રબળ રાજ્ય વર્તે છે, તોપણ અડગ નિશ્રયથી, સપુરુષની આજ્ઞામાં વૃત્તિનું અનુસંધાન કરી જે પુરુષો અગુપ્તવીર્યથી સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્રને ઉપાસવા ઈચ્છે છે, તેને પરમ શાંતિનો માર્ગ હજી પણ પ્રાપ્ત થવા યોગ્ય છે. (પૃ. ૪૨૦) આત્મશાંતિ જે જિંદગીનો ધૃવકાંટો છે તે જિંદગી ગમે તો એકાકી અને નિર્ધન, નિર્વસ્ત્ર હોય તોપણ
પરમ સમાધિનું સ્થાન છે. (પૃ. ૬૫૮) 1 જ્યાં સુધી આત્મા આત્મભાવથી અન્યથા એટલે દેહભાવે વર્તશે, હું કરું છું એવી બુદ્ધિ કરશે, હું રિદ્ધિ