Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
| શાસ્ત્ર (ચાલુ)
૫૪૮ | એક નયથી એવી વિચારણા પણ થઇ શકે છે કે શાસ્ત્રો (લખેલાંનાં પાનાં) ઉપાડવાં અને ભણવાં એમાં કંઈ અંતર નથી, જો તત્ત્વ ન મળ્યું તો. કારણ બેયે બોજો જ ઉપાડયો. પાનાં ઉપાડયાં તેણે કાયાએ બોજો ઉપાડયો, ભણી ગયા તેણે મને બોજો ઉપાડયો, પરંતુ વાસ્તવિક લક્ષ્યાર્થ વિના તેનું નિરુપયોગીપણું થાય એમ સમજણ છે. જેને ઘેર આખો લવણસમુદ્ર છે તે તૃષાતુરની તૃષા મટાડવા સમર્થ નથી; પણ જેને ઘેર એક મીઠા પાણીની વીરડી છે, તે પોતાની અને બીજા કેટલાકની તૃષા મટાડવા સમર્થ છે; અને જ્ઞાનવૃષ્ટિએ જોતાં મહત્વ તેનું જ છે; તોપણ બીજા નય પર હવે દ્રષ્ટિ કરવી પડે છે, અને તે એ કે કોઈ રીતે પણ શાસ્ત્રાભ્યાસ હશે તો કંઈ પાત્ર થવાની જિજ્ઞાસા થશે, અને કાળે કરીને પાત્રતા પણ મળશે અને પાત્રતા બીજાને પણ આપશે. એટલે શાસ્ત્રાભ્યાસનો નિષેધ અહીં કરવાનો હેતુ નથી, પણ મૂળ વસ્તુથી દૂર જવાય એવા શાસ્ત્રાભ્યાસનો તો નિષેધ કરીએ તો એકાંતવાદી નહીં કહેવાઈએ.
(પૃ. ૨૨૭) 1 શાસ્ત્રમાં કહેલી વાતો આત્માને ઉપકાર થાય તેમ પ્રહવી, બીજી રીતે નહીં. (પૃ. ૭૩૪) || દુરાગ્રહ અર્થે જૈનનાં શાસ્ત્ર વાંચવાં નહીં. વૈરાગ્ય ઉપશમ જેમ વધે તેવું જ કરવું. એમાં (માગધી
ગાથાઓમાં) ક્યાં એવી વાત છે કે આને ઢંઢિયો કે આને તપો માનવો? એવી વ્યાખ્યા તેમાં હોતી જ
નથી. (પૃ. ૭૩૫) T સૂત્ર, સિદ્ધાંત, શાસ્ત્રો પુરુષના ઉપદેશ વિના ફળતાં નથી. (પૃ. ૭૫૪) T જે શાસ્ત્રો વૃત્તિને સંક્ષેપે નહીં, વૃત્તિને સંકોચે નહીં પરંતુ વધારે તેવાં શાસ્ત્રોમાં ન્યાય ક્યાંથી હોય?
(પૃ. ૭૧૩) શાસ્ત્રકારે બધાં શાસ્ત્રોમાં ન હોય એવી પણ કોઈ શાસ્ત્રમાં વાત કરી હોય તો કંઈ ચિંતા જેવું નથી. તેની સાથે તે એક શાસ્ત્રમાં કહેલી વાત સર્વ શાસ્ત્રની રચના કરતાં શાસ્ત્રકારના લક્ષમાં જ હતી, એમ સમજવું. વળી બધાં શાસ્ત્ર કરતાં કંઈ વિચિત્ર વાત કોઈ શાસ્ત્રમાં જણાવી હોય તો એ વધારે સમ્મત કરવા જેવી સમજવી, કારણ એ કોઈ વિરલા મનુષ્યને અર્થે વાત કહેવાઈ હોય છે; બાકી તો સાધારણ
મનુષ્યો માટે જ કથન હોય છે. (પૃ. ૨૨૭). D જ્યારે જૈનશાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે જૈની થવાને નથી જણાવતા; વેદાંતશાસ્ત્ર વાંચવા જણાવીએ
ત્યારે વેદાંતી થવા નથી જણાવતા; તેમ જ અન્ય શાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે અન્ય થવા નથી જણાવતા; માત્ર જે જણાવીએ છીએ, તે તમ સર્વને ઉપદેશ લેવા અર્થે જણાવીએ છીએ. જૈની અને
વેદાંતી આદિનો ભેદ ત્યાગ કરો. આત્મા તેવો નથી. (પૃ. ૩૨૬). T નિયમિત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી શાસ્ત્રાવલોકન કર્તવ્ય છે. (પૃ. ૧૯) I એક શાસ્ત્ર પૂરું વાંચ્યા પછી બીજું વિચારશો. (પૃ. ૬૨૭) | આજે એક વાંચ્યું અને કાલે બીજું વાંચ્યું એમ ન કરતાં ક્રમપૂર્વક એક શાસ્ત્ર પૂરું કરવું. (પૃ. ૬૮૬)
શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી. મર્મ તો સત્પરુષના અંતરાત્મામાં રહ્યો છે. (પૃ. ૧૮૪) T સંબંધિત શિર્ષકો : આત્મસિદ્ધિશાસ્ત્ર, પુસ્તકો, સાસ્ત્ર