Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૫૪૧
વ્રત (ચાલુ) D સર્વવિરતિ કરી છે એવા મુનિને સર્વવિરતિ કરતી વખતના પ્રસંગમાં ‘સર્વાં પાળવાય વ્યવસ્વામિ, सव्वं मुसावायं पच्चक्खामि सव्वं अदिन्नादाणं पच्चक्खामि सव्वं मेहुणं पच्चक्खामि सव्वं પરિા。. પન્દ્વવામિ,' આ ઉદ્દેશનાં વચન ઉચ્ચારવાનાં કહ્યાં છે; અર્થાત્ ‘સર્વ પ્રાણાતિપાતથી હું નિવર્તુ છું’, ‘સર્વ પ્રકારના મૃષાવાદથી હું નિવર્તી છું,’ ‘સર્વ પ્રકારના અદત્તાદાનથી હું નિવર્યું છું,' ‘સર્વ પ્રકારના મૈથુનથી નિવર્તી છું', અને ‘સર્વ પ્રકારના પરિગ્રહથી નિવર્તી છું.' (સર્વ પ્રકારના રાત્રિભોજનથી તથા બીજાં તેવાં તેવાં કારણોથી નિવર્યું છું, એમ તે સાથે ઘણાં ત્યાગનાં કારણો જાણવાં.) એમ જે વચનો કહ્યાં છે તે, સર્વવિરતિની ભૂમિકાના લક્ષણે કહ્યાં છે, તથાપિ તે પાંચ મહાવ્રતમાં ચાર મહાવ્રત, મૈથુનત્યાગ સિવાયમાં ભગવાને પાછી બીજી આજ્ઞા કરી છે, કે જે આજ્ઞા પ્રત્યક્ષ તો મહાવ્રતને બાધકારી લાગે, પણ જ્ઞાનવૃષ્ટિથી જોતાં તો રક્ષણકારી છે.
‘સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી નિવર્તી છું', એવાં પચખાણ છતાં નદી ઊતરવા જેવા પ્રાણાતિપાતરૂપ પ્રસંગની આજ્ઞા કરવી પડી છે; જે આશા લોકસમુદાયને વિશેષ સમાગમે કરી સાધુ આરાધશે તો પંચમહાવ્રત નિર્મૂળ થવાનો વખત આવશે એવું જાણી, નદીનું ઊતરવું ભગવાને કહ્યું છે. તે પ્રાણાતિપાતરૂપ પ્રત્યક્ષ છતાં પાંચ મહાવ્રતની રક્ષાના અમૂલ્ય હેતુરૂપ હોવાથી પ્રાણાતિપાતની નિવૃત્તિરૂપ છે, કારણ કે પાંચ મહાવ્રતની રક્ષાનો હેતુ એવું જે કારણ તે પ્રાણાતિપાતની નિવૃત્તિનો પણ હેતુ જ છે. પ્રાણાતિપાત છતાં અપ્રાણાતિપાતરૂપ એમ નદીના ઊતરવાની આજ્ઞા થાય છે, તથાપિ ‘સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી નિવર્તી છું' એ વાક્યને તે કારણથી એક વાર આંચકો આવે છે; જે આંચકો ફરીથી વિચાર કરતાં તો તેની વિશેષ દૃઢતા માટે જણાય છે, તેમ જ બીજાં વ્રતો માટે છે.
‘પરિગ્રહની સર્વથા નિવૃત્તિ કરું છું' એવું વ્રત છતાં વસ્ત્ર, પાત્ર, પુસ્તકનો સંબંધ જોવામાં આવે છે, તે અંગીકાર કરવામાં આવે છે. તે પરિગ્રહની સર્વથા નિવૃત્તિના કારણને કોઇ પ્રકારે રક્ષણરૂપ હોવાથી કહ્યાં છે; અને તેથી પરિણામે અપરિગ્રહરૂપ હોય છે. મૂર્છારહિતપણે નિત્ય આત્મદશા વધવાને માટે પુસ્તકનો અંગીકાર કહ્યો છે. શરીરસંઘયણનું આ કાળનું હીનપણું દેખી, ચિત્તુસ્થિતિ પ્રથમ સમાધાન રહેવા અર્થે વસ્ત્રપાત્રાદિનું ગ્રહણ કહ્યું છે; અર્થાત્ આત્મહિત દીઠું તો પરિગ્રહ રાખવાનું કહ્યું છે.
પ્રાણાતિપાત ક્રિયા પ્રવર્તન કહ્યું છે; પણ ભાવનો આકારફેર છે. પરિગ્રહબુદ્ધિથી કે પ્રાણાતિપાતબુદ્ધિથી એમાંનું કંઇ પણ ક૨વાનું ક્યારે પણ ભગવાને કહ્યું નથી. પાંચ મહાવ્રત, સર્વથા નિવૃત્તિરૂપ, ભગવાને જ્યાં બોધ્યાં ત્યાં પણ બીજા જીવના હિતાર્થે કહ્યાં છે; અને તેમાં તેના ત્યાગ જેવો દેખાવ દેનાર એવો અપવાદ પણ આત્મહિતાર્થે કહ્યો છે; અર્થાત્ એક પરિણામ હોવાથી ત્યાગ કરેલી ક્રિયા ગ્રહણ કરાવી છે. ‘મૈથુનત્યાગ’માં જે અપવાદ નથી તેનો હેતુ એવો છે કે રાગદ્વેષ વિના તેનો ભંગ થઇ શકે નહીં; અને રાગદ્વેષ છે તે આત્માને અહિતકારી છે; જેથી તેમાં કોઇ અપવાદ ભગવાને કહ્યો નથી. નદીનું ઊતરવું રાગદ્વેષ વિના પણ થઇ શકે; પુસ્તકાદિનું ગ્રહણ પણ તેમ થઇ શકે; પણ મૈથુનસેવન તેમ ન થઇ શકે, માટે ભગવાને અનપવાદ એ વ્રત કહ્યું છે; અને બીજામાં અપવાદ આત્મહિતાર્થે કહ્યા છે; આમ હોવાથી જિનાગમ જેમ જીવનું, સંયમનું રક્ષણ થાય તેમ કહેવાને અર્થે છે. (પૃ. ૪૦૧)
E સંબંધિત શિર્ષક : નિયમ