Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
વ્રત (ચાલુ)
૫૪૦ T સમકિતનાં મૂળ બાર વત :- સ્થળ પ્રાણાતિપાત; સ્થળ મૃષાવાદ આદિ. બધાં સ્થૂળ કહી જ્ઞાનીએ
આત્માનો ઓર જ માર્ગ સમજાવ્યો છે. વ્રત બે પ્રકારનાં છે - (૧) સમતિ વગર બાવ્રત છે; (૨) સમકિતસહિત અંતત છે; સમકિતસહિત બાર વ્રતનો પરમાર્થ સમજાય તો ફળ થાય. બાહ્યવ્રત અંતર્ધ્વતને અર્થે છે; જેવી રીતે એકડો શીખવા માટે લીટોડા છે તેમ. પ્રથમ તો લીટોડા કરતાં એકડો વાંકોચૂંકો થાય; અને એમ કરતાં કરતાં પછી એકડો બરાબર થાય. જીવે જે જે સાંભળ્યું છે તે તે અવળું જ ગ્રહણ કર્યું છે. જ્ઞાની બિચારા શું કરે? કેટલુંક સમજાવે ? સમજાવવાની રીતે સમજાવે. મારી કૂટીને સમજાવ્ય આત્મજ્ઞાન થાય નહીં. આગળ જે જે વ્રતાદિ કર્યા તે તે અફળ ગયાં, માટે હવે સત્પરુષની દૃષ્ટિએ તેનો પરમાર્થ જુદો જ સમજાશે. સમજીને કરો. એક ને એક વ્રત હોય પણ મિથ્યાવૃષ્ટિની અપેક્ષાએ બંધ છે; અને સમ્યફષ્ટિની અપેક્ષાએ નિર્જરા છે. પર્વે જે વ્રતાદિ નિષ્ફળ ગયાં છે તે હવે સફળ થવા યોગ્ય સપુરુષનો જોગ થયો છે, માટે પુરુષાર્થ કરવો; સદાચરણ ટેકસહિત સેવવાં, મરણ આવ્યું પણ પાછા હઠવું નહીં. આરંભ, પરિગ્રહથી જ્ઞાનીનાં
વચનો શ્રવણ થતાં નથી; મનને થતાં નથી; નહીં તો દશા બદલાયા વિના કેમ રહે? (પૃ. ૭૨૬). D પ્રાણાતિપાતાદિ પાંચ મહાવ્રત છે તે સર્વ ત્યાગનાં છે, અર્થાત્ સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી નિવર્તવું, સર્વ
પ્રકારના મૃષાવાદથી નિવર્તવું, એ પ્રમાણે પાંચ મહાવ્રત સાધુને હોય છે; અને એ આજ્ઞાએ વર્તે ત્યારે તે મુનિના સંપ્રદાયમાં વર્તે છે, એમ ભગવાને કહ્યું છે. એ પ્રકારે પંચમહાવ્રત ઉપદેશ્યાં છતાં તેમાં પ્રાણાતિપાતનું કારણ છે એવા નદીના ઊતરવા વગેરે ક્રિયાની આજ્ઞા પણ જિને કહી છે. તે એવા અર્થે કે નદી ઊતરવાથી જે બંધ જીવને થશે તે કરતાં એક ક્ષેત્રે નિવાસથી બળવાન બંધ થશે, અને પરંપરાએ પંચ મહાવ્રતની હાનિનો પ્રસંગ આવશે, એવું દેખી તેવો દ્રવ્ય પ્રાણાતિપાત જેમાં છે એવી નદી ઊતરવાની આજ્ઞા શ્રી જિને કહી છે. તેમ જ વસ્ત્ર, પુસ્તક રાખવાથી સર્વપરિગ્રહવિરમણવ્રત રહી શકે નહીં, તથાપિ દેહના શાતાર્થનો ત્યાગ કરાવી આત્માર્થ સાધવા દેહ સાધનરૂપ ગણી તેમાંથી પૂરી મૂછ ટળતાં સુધી વસ્ત્રનો નિઃસ્પૃહ સંબંધ અને વિચારબળ વધતાં સુધી પુસ્તકનો સંબંધ જિને ઉપદેશ્યો છે; એટલે સર્વ ત્યાગમાં પ્રાણાતિપાત તથા પરિગ્રહનું સર્વ પ્રકારે અંગીકૃત કરવું ના છતાં એક પ્રકારે જિને અંગીકૃત કરવાની આજ્ઞા કરી છે. તે સામાન્ય દ્રષ્ટિથી જોતાં વિષમ જણાય, તથાપિ જિને તો સમ જ કહેલું છે. બેય વાત જીવના કલ્યાણ અર્થે કહેલ છે. જેમ સામાન્ય જીવનું કલ્યાણ થાય તેમ વિચારીને કહ્યું છે. એ જ પ્રકારે મૈથુનત્યાગદ્વૈત છતાં તેમાં અપવાદ કહ્યો નથી કારણ કે મૈથુનનું આરાધવું રાગદ્વેષ વિના થઈ શકે નહીં, એવું જિનનું અભિમત છે. એટલે રાગદ્વેષ અપરમાર્થરૂપ જાણી મૈથુનત્યાગ અનપવાદે આરાધવું કહ્યું છે. તેમ જ બૃહત્કલ્પસૂત્રમાં સાધુએ વિચારવાની ભૂમિકાનું પ્રમાણ કહ્યું છે, ત્યાં ચારે દિશામાં અમુક નગર સુધીની મર્યાદા કહી છે, તથાપિ તે ઉપરાંત જે અનાર્ય ક્ષેત્ર છે, તેમાં પણ જ્ઞાન, દર્શન, સંયમની વૃદ્ધિને અર્થે વિચરવાનો અપવાદ કહ્યો છે. કારણ કે આર્ય ભૂમિમાં કોઈ યોગવશાત્ જ્ઞાની પુરુષનું સમીપ વિચરવું ન હોય અને પ્રારબ્ધયોગે અનાર્ય ભૂમિમાં વિચરવું જ્ઞાની પુરુષનું હોય તો ત્યાં જવું, તેમાં - ભગવાને બતાવેલી આજ્ઞા ભંગ થતી નથી. (પૃ. ૪૦૪)