Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૫૩૯
વ્રત (ચાલુ) | D વગર સાક્ષીએ જીવે વ્રત, નિયમ કરવાં નહીં. (પૃ. ૭૧૦). D વ્રત આપનાર અને વ્રત લેનારે બન્નેએ વિચાર તથા ઉપયોગ રાખવા. ઉપયોગ રાખે નહીં, ને ભાર
રાખે તો નિકાચિત કર્મ બંધાય. (પૃ. ૭૧૩) T કોઇ પણ દંભપણે દાળમાં ઉપર મીઠું ન લેતા હોય અને કહે કે “હું ઉપર કાંઈ લેતો નથી, શું નથી
ચાલતું? એથી શું ?' એથી કાંઇ લોકોમાં અસર થાય નહીં. અને ઊલટું કર્યું હોય તે પણ બંધાવા માટે
થાય. માટે તેમ ન કરતાં નિર્દભપણે અને દૂષણો વર્જીને વ્રતાદિ કરવાં. (પૃ. ૬૮૬) 1 જ્ઞાનોપુરુષ કાંઈ વ્રત આપે નહીં અર્થાત જ્યારે પ્રગટ માર્ગ કહે અને વ્રત આપવાનું જણાવે ત્યારે વ્રત
અંગીકાર કરવાં. પણ ત્યાં સુધી યથાશક્તિ સદ્વ્રત અને સદાચાર સેવવાં એમાં સદાય જ્ઞાનીપુરુષની આજ્ઞા છે. દંભ, અહંકાર, આગ્રહ, કંઈ પણ કામના, ફળની ઈચ્છા અને લોકને દેખાડવાની બુદ્ધિ એ સઘળા દોષો છે તેથી રહિત વ્રતાદિ સેવવાં. તેને કોઈ પણ સંપ્રદાય કે મતનાં વ્રત, પચ્ચખાણ આદિ સાથે સરખાવવાં નહીં, કારણ કે લોકો જે વ્રત, પચ્ચખાણ આદિ કરે છે તેમાં ઉપર જણાવેલા દોષો હોય છે. આપણે તો તે દોષોથી રહિત અને આત્મવિચારને અર્થે કરવો છે, માટે તેની સાથે કદી પણ સરખાવવાં નહીં. ઉપર કહ્યા તે દોષો વર્જીને, ઉત્તમ પ્રકારે સવૃત્તિ અને સદાચાર સર્વેએ સેવવાં. નિદભપશે, નિરહંકારપણે અને નિષ્કામપણે જે સદ્વ્રત કરે છે તે દેખીને આડોશીપાડોશી અને બીજા લોકોને પણ તે અંગીકાર કરવાનું ભાન થાય છે. જે કંઈ સદુવ્રત કરવાં તે લોકોને દેખાડવા અર્થે નહીં પણ માત્ર પોતાના હિતને અર્થે કરવાં, નિર્દભપણે થવાથી લોકોમાં તેની અસર તરત થાય છે. (પૃ. ૬૮૬) આત્માની શુદ્ધિથી જેટલું કરશો તેટલું હિતકારી છે. અશુદ્ધિથી કરશો તેટલું અહિતકારી છે, માટે
શુદ્ધતાપૂર્વક સદ્ગત સેવવાં. (પૃ. ૭૦૨) 0 સપુરુષ હાથ ઝાલીને વ્રત આપે ત્યારે લો. જ્ઞાની પુરુષ પરમાર્થનો જ ઉપદેશ આપે છે. મુમુક્ષુઓએ
સાચાં સાધનો સેવવા યોગ્ય છે. (પૃ. ૭૨) 0 પ્રતિજ્ઞા વ્રત તોડું નહીં. (પૃ. ૧૪૦) 1 વ્રત લઇને ઉલ્લાસિત પરિણામે ભાંગશો નહીં. (પૃ. ૧૫૭) D કોઇનું વ્રત ભંગાવું નહીં. (પૃ. ૧૪૬) D એક વ્રત માત્ર લઇને અજ્ઞાનને કાઢવા ઇચ્છે છે તેવાને અજ્ઞાન કહે છે કે તારાં કંઈક ચારિત્ર હું ખાઈ
ગયો છું; તેમાં તે શું મોટી વાત છે? (પૃ. ૭૧૩). D એક વ્રત માત્ર લઇને અજ્ઞાનને કાઢવા ઇચ્છે છે તેવાને અજ્ઞાન કહે છે કે તારાં કંઈક ચારિત્ર હું ખાઈ
ગયો છું; તેમાં તે શું મોટી વાત છે? (પૃ. ૭૧૩) બાહ્યવ્રત વધારે લેવાથી મિથ્યાત ગાળીશું એમ જીવ ધારે પણ તેમ બને નહીં, કેમકે જેમ એક પાડો જે હજારો કડબના પૂળા ખાઈ ગયો છે તે એક તણખલાથી બીએ નહીં, તેમ મિથ્યાત્મરૂપી પાડો જે પૂળારૂપી અનંતાનુબંધી કષાયે અનંતાં ચારિત્ર ખાઇ ગયો તે તણખલારૂપી બાહ્યવ્રતથી કેમ ડરે? પણ જેમ પાડાને એક બંધનથી બાંધીએ ત્યારે આધીન થઈ જાય, તેમ મિથ્યાત્વરૂપી પાડાને આત્માના બળરૂપી બંધનથી બાંધીએ ત્યારે આધીન થાય; અર્થાત્ આત્માનું બળ વધે ત્યારે મિથ્યાત્વ ઘટે. (પૃ. ૬ ૯૭)