Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૫૪૫
શાતા-અશાતા
તેમ જ કાર્મણ શરીર પણ છે; જે તેજસ કરતાં સૂક્ષ્મ છે, તે પણ તેજસની માફક રહે છે. સ્થૂલ શરીરની અંદર પીડા થાય છે, અથવા ક્રોધાદિ થાય છે તે જ કાર્મણ શરીર છે. કાર્મણથી ક્રોધાદિ થઇ તેજોલેશ્યાદિ ઉત્પન્ન થાય છે. વેદનાનો અનુભવ જીવ કરે છે, પરંતુ વેદના થવી તે કાર્મણ શરીરને લઈને થાય છે.
કાર્પણ શરીર એ જીવનું અવલંબન છે. (પૃ. ૭૫૫-૬). 2 કાંતિ, દીપ્તિ, શરીરનું વળવું, ખોરાકનું પાચન થવું, લોહીનું ફરવું, ઉપરના પ્રદેશોનું નીચે આવવું,
નીચેનાનું ઉપર જવું (વિશેષ કારણથી સમુદ્ધાતાદિ), રતાશ, તાવ આવવો એ બધી તેજસ્ પરમાણુની ક્રિયાઓ છે. તેમજ સામાન્ય રીતે આત્માના પ્રદેશો ઊંચાનીચા થયા કરે એટલે કંપાયમાન રહે તે પણ તેજસ્ પરમાણુથી.
કાર્મણશરીર તે જ સ્થળે આત્મપ્રદેશોને પોતાના આવરણના સ્વભાવ બતાવે. (પૃ. ૭૭૭) I એક દેહ ત્યાગી બીજો દેહ ધારણ કરતી વખતે કોઈ જીવ જયારે વાટે વહેતો હોય છે ત્યારે અથવા
અપર્યાપ્તપણે માત્ર તેને તૈજસ અને કાર્મણ એ બે શરીર હોય છે; બાકી સર્વ સ્થિતિમાં એટલે સકર્મ સ્થિતિમાં સર્વ જીવને ત્રણ શરીરનો સંભવ શ્રી જિને કહ્યો છે : કાર્મણ, તૈજસુ અને ઔદારિક કે વૈક્રિય એ બેમાંનું કોઇ એક. ફકત વાટે વહેતા જીવને કાશ્મણ તૈજસ્ એ બે શરીર હોય છે; અથવા અપર્યાપ્ત સ્થિતિ જીવની જયાં સુધી છે, ત્યાં સુધીમાં તેને કાશ્મણ, તૈજસ્ શરીરથી નિર્વાહ થઈ શકે, પણ પર્યાપ્ત સ્થિતિમાં તેને ત્રીજા શરીરનો નિયમિત સંભવ છે. પર્યાપ્ત સ્થિતિનું લક્ષણ એ છે કે, આહારાદિનું ગ્રહણ કરવારૂપ બરાબર સામર્થ્ય અને એ આહારાદિનું કંઈ પણ ગ્રહણ છે તે ત્રીજા શરીરનો પ્રારંભ છે, અર્થાત્ તે જ ત્રીજું શરીર શરૂ થયું, એમ સમજવા યોગ્ય છે. (પૃ.૪૧૩).
શંકા
D “આ તો આમ નહીં, આમ હશે એવો જે ભાવ તે “શંકા'. (પૃ. ૭૦૫) D ખોટી ભ્રાંતિ થાય તે શંકા. (પૃ. ૭૦૬) D તને તારું હોવાપણું માનવામાં ક્યાં શંકા છે? શંકા હોય તો તે ખરી પણ નથી. (પૃ. ૨૩૪).
જ્ઞાનીપુરુષ બધી શંકાઓ ટાળી શકે છે; પણ તરવાનું કારણ સત્યરુષની દ્રષ્ટિએ ચાલવું તે છે; અને તો જ * દુઃખ મટે. (પૃ. ૭૧૩) | શાતા-અશાતા
D જેને શાતા અશાતા બન્ને સમાન છે તેને સહજસમાધિ કહી. (પૃ. ૭૨૧). 0 અશાતાનો ઉદય ન હોય ત્યારે કામ કરી લેવું એમ જ્ઞાની પુરુષોએ જીવનું અસામર્થ્યવાનપણું જોઈને કહેલું છે; કે જેથી તેનો ઉદય આવ્યે ચળે નહીં. (પૃ. ૭૮૫) અશાતાના ઉદયમાં જ્ઞાનની કસોટી થાય છે. (પૃ. ૭૬૯). યથાર્થ જોઇએ તો શરીર એ જ વેદનાની મૂર્તિ છે. સમયે સમયે જીવ તે દ્વારાએ વેદના જ વેદે છે. કવચિત્ શાતા અને પ્રાયે અશાતા જ વેદે છે. માનસિક અશાતાનું મુખ્યપણું છતાં તે સૂક્ષ્મ સમ્યફષ્ટિવાનને જણાય છે. શારીરિક અશાતાનું મુખ્યપણું સ્થૂળ દૃષ્ટિવાનને પણ જણાય છે. (પૃ. ૬૫૦)