Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
વીર્યાતરાય
૫૨૪ | વીર્યંતરાય D વેદના વેદવામાં કેટલાક પ્રસંગે વિશેષ ઉપયોગ રોકાય છે અને બીજા પ્રદેશનું તે ભણી કેટલાક
પ્રસંગમાં સહજ આકર્ષણ પણ થાય છે. કોઈ પ્રસંગમાં વેદનાનું બહુલપણું હોય તો સર્વ પ્રદેશ મૂર્છાગત સ્થિતિ પણ ભજે છે, અને કોઈ પ્રસંગમાં વેદના કે ભયના બહુલપણે સર્વ પ્રદેશ એટલે આત્માની દશદ્વાર આદિ એક સ્થાનમાં સ્થિતિ થાય છે. આમ થવાનો હેતુ પણ અવ્યાબાધ નામનો જીવસ્વભાવ તથા પ્રકારે પરિણામી નહીં હોવાથી, તેમ વીયતરાયના ક્ષયોપશમનું સમવિષમપણું હોય છે.
(પૃ. ૪૮૧) | સંબંધિત શિર્ષક: અંતરાય | વીશદોહરા D આ જીવ અત્યંત માયાના આવરણે દિશામૂઢ થયો છે, અને તે યોગે કરી તેની પરમાર્થદ્રષ્ટિ ઉદય
પ્રકાશતી નથી. અપરમાર્થને વિષે પરમાર્થનો દૃઢાગ્રહ થયો છે; અને તેથી બોધ પ્રાપ્ત થવાના યોગે પણ તેમાં બોધ પ્રવેશ થાય એવો ભાવ હુરતો નથી, એ આદિ જીવની વિષમ દશા કહી, પ્રભુ પ્રત્યે દીનત્વ કહ્યું છે કે “હે નાથ ! હવે મારી કોઈ ગતિ (માર્ગ) મને દેખાતી નથી. કેમકે સર્વસ્વ લુંટાયા જેવો યોગ મેં કર્યો છે, અને સહજ ઐશ્વર્ય છતાં, પ્રયત્ન કર્યો છતે, તે ઐશ્વર્યથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે, તે તે યોગથી મારી નિવૃત્તિ કર, અને તે નિવૃત્તિનો સર્વોત્તમ સદુપાય એવો જે સદ્ગુરુ પ્રત્યેનો શરણભાવ તે ઉત્પન્ન થાય, એવી કૃપા કર.” એવા ભાવના વીશ દોહરા કે જેમાં પ્રથમ વાક્ય
હે પ્રભુ ! હે પ્રભુ! શું કહું? દીનાનાથ દયાળ' છે, તે દોહરા તમને સ્મરણમાં હશે. તે દોહરાની વિશેષ અનુપ્રેક્ષા થાય તેમ કરશો તો વિશેષ ગુણાવૃત્તિનો હેતુ છે. (પૃ. ૪૩૩-૪)
I જ્ઞાનીપુરુષને શિષ્ય પ્રશ્ન પૂછયું, “બાર ઉપાંગ તો બહુ ગહન છે; અને તેથી મારાથી સમજી શકાય
તેમ નથી; માટે બાર ઉપાંગનો સાર જ બતાવો કે જે પ્રમાણે વર્તે તો મારું કલ્યાણ થાય.” સદ્ગુરુએ ઉત્તર આપ્યો, બાર ઉપાંગનો સાર તમને કહીએ છીએ કે, “વૃત્તિઓને ક્ષય કરવી.” આ વૃત્તિઓ બે પ્રકારની કહી એક બાહ્ય અને બીજી અંતરૂ. બાહ્યવૃત્તિ એટલે આત્માથી બહાર વર્તવું તે. આત્માની અંદર પરિણમવું, તેમાં શમાવું, તે અંતરવૃત્તિ. પદાર્થનું તુચ્છપણું ભાસ્યમાન થયું હોય તો અંતરવૃત્તિ રહે. જેમ અલ્પ કિંમતનો એવો જે માટીનો ઘડો તે ફૂટી ગયો અને પછી તેનો ત્યાગ કરતાં આત્માની વૃત્તિ ક્ષોભ પામતી નથી, કારણ કે તેમાં તુચ્છપણું સમજાયું છે. આવી રીતે જ્ઞાનીને જગતના સર્વ પદાર્થ તુચ્છ ભાસ્યમાન છે. જ્ઞાનીને એક રૂપિયાથી માંડીને સુવર્ણ ઇત્યાદિક પદાર્થમાં સાવ માટીપણું જ ભાસે છે.
સ્ત્રી એ હાંડમાંસનું પૂતળું છે એમ સ્પષ્ટ જાણ્યું છે તેથી વિચારવાનની વૃત્તિ ત્યાં લોભ પામતી નથી; તોપણ સાધુને એવી આજ્ઞા કરી છે કે હજારો દેવાંગનાથી ન ચળી શકે તેવા મુનિએ પણ નાક કાન છેદેલી એવી જે સો વરસની વૃદ્ધ સ્ત્રી તેની સમીપ પણ રહેવું નહીં, કારણ કે તે વૃત્તિને ક્ષોભ પમાડે જ એવું જ્ઞાનીએ જાણ્યું છે. સાધુને તેટલું જ્ઞાન નથી કે તેનાથી ન જ ચળી શકે, એમ ધારી તેની સમીપ રહેવાની આજ્ઞા કરી નથી. એ વચન ઉપર જ્ઞાનીએ પોતે વિશેષ ભાર મૂકયો છે; એટલા માટે જો - વૃત્તિઓ પદાર્થોમાં ક્ષોભ પામે તો તરત ખેંચી લઇ તેવી બાહ્યવૃત્તિઓ ક્ષય કરવી. (પ