Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૫૨૫
વૃત્તિ (ચાલુ) D દૃઢ નિશ્ચય કરવો કે વૃત્તિઓ બહાર જતી ક્ષય કરી અંતવૃિત્ત કરવી; અવશ્ય એ જ જ્ઞાનીની આજ્ઞા છે. (પૃ. ૬૯૧)
D ચૌદપૂર્વધારી અગિયારમેથી પાછો પડે છે તેનું કારણ પ્રમાદ છે. પ્રમાદના કારણથી તે એમ જાણે કે ‘હવે મને ગુણ પ્રગટયો.' આવા અભિમાનથી પહેલે ગુણસ્થાનકે જઇ પડે છે; અને અનંત કાળનું ભ્રમણ કરવું પડે છે. માટે જીવે અવશ્ય જાગ્રત રહેવું; કારણ કે વૃત્તિઓનું પ્રાબલ્ય એવું છે કે તે હરેક પ્રકારે છેતરે છે.
અગિયા૨મા ગુણસ્થાનકેથી જીવ પડે છે તેનું કારણ એ કે વૃત્તિઓ પ્રથમ જાણે છે કે ‘હમણાં આ શૂરાતનમાં છે એટલે આપણું બળ ચાલવાનું નથી;' અને તેથી ચૂપ થઇ બધી દબાઇ રહે છે. ‘ક્રોધ કડવો છે તેથી છેતરાશે નહીં, માનથી પણ છેતરાશે નહીં; તેમ માયાનું બળ ચાલે તેવું નથી' એમ વૃત્તિએ જાણ્યું કે તરત ત્યાં લોભ ઉદયમાન થાય છે. ‘મારામાં કેવાં રિદ્ધિ, સિદ્ધિ, અને ઐશ્વર્ય પ્રગટ થયાં' એવી વૃત્તિ ત્યાં આગળ થતાં તેનો લોભ થવાથી ત્યાંથી જીવ પડે છે, અને પહેલે ગુણસ્થાનકે આવે છે.
આ કારણથી વૃત્તિઓને ઉપશમ કરવા કરતાં ક્ષય કરવી; એટલે ફરીથી ઉદ્ભવે નહીં. જ્યારે જ્ઞાનીપુરુષ ત્યાગ કરાવવાને માટે કહે કે આ પદાર્થ ત્યાગી દે ત્યારે વૃત્તિ ભૂલવે છે કે ઠીક છે, હું બે દિવસ પછી ત્યાગીશ. આવા ભુલાવામાં પડે છે કે વૃત્તિ જાણે છે કે ઠીક થયું, અણીનો ચૂક્યો સો વર્ષ જીવે. એટલામાં શિથિલપણાનાં કારણો મળે કે ‘આ ત્યાગવાથી રોગનાં કારણો થશે; માટે હમણાં નહીં પણ આગળ ત્યાગીશ.' આ રીતે વૃત્તિઓ છેતરે છે.
.
આ પ્રકારે અનાદિકાળથી જીવ છેતરાય છે. કોઇનો વીશ વર્ષનો પુત્ર મરી ગયો હોય, તે વખતે તે જીવને એવી કડવાશ લાગે કે આ સંસાર ખોટો છે. પણ બીજે જ દિવસે એ વિચાર બાહ્યવૃત્તિ વિસ્મરણ કરાવે છે કે ‘એનો છોકરો કાલ સવારે મોટો થઇ રહેશે; એમ થતું જ આવે છે; શું કરીએ ?' આમ થાય છે; પણ એમ નથી થતું કે તે પુત્ર જેમ મરી ગયો, તેમ હું પણ મરી જઇશ. માટે સમજીને વૈરાગ્ય પામી ચાલ્યો જાઉં તો સારું. આમ વૃત્તિ થતી નથી. ત્યાં વૃત્તિ છેતરે છે.
કોઇ અભિમાની જીવ એમ માની બેસે છે કે ‘હું પંડિત છું, શાસ્ત્રવેત્તા છું, ડાહ્યો છું, ગુણવાન છું, લોક મને ગુણવાન કહે છે’, પણ તેને જ્યારે તુચ્છ પદાર્થનો સંયોગ થાય ત્યારે તરત જ તેની વૃત્તિ ખેંચાય છે. આવા જીવને જ્ઞાની કહે છે કે તું વિચાર તો ખરો કે તે તુચ્છ પદાર્થની કિંમત કરતાં તારી કિંમત તુચ્છ છે ! જેમ એક પાઈની ચાર બીડી મળે છે; અર્થાત્ પા પાઇની એક બીડી છે. તેવી બીડીનું જો તને વ્યસન હોય તો તું અપૂર્વ જ્ઞાનીનાં વચનો સાંભળતો હોય તોપણ જો ત્યાં ક્યાંયથી બીડીનો ધુમાડો આવ્યો કે તારા આત્મામાંથી વૃત્તિનો ધુમાડો નીકળે છે, અને જ્ઞાનીનાં વચનો ઉપ૨થી પ્રેમ જતો રહે છે. બીડી જેવા પદાર્થમાં, તેની ક્રિયામાં વૃત્તિ ખેંચાવાથી વૃત્તિક્ષોભ નિવૃત્ત થતો નથી ! પા પાઇની બીડીથી જો એમ થઇ જાય છે, તો વ્યસનીની કિંમત તેથી પણ તુચ્છ થઇ; એક પાઇના ચાર આત્મા થયા, માટે દરેક પદાર્થમાં તુચ્છપણું વિચારી વૃત્તિ બહાર જતી અટકાવવી; અને ક્ષય કરવી. (પૃ. ૬૮૯-૯૦)
D તુચ્છ પદાર્થમાં પણ વૃત્તિ ડોલાયમાન થાય છે. ચૌદપૂર્વધારી પણ વૃત્તિની ચપળતાથી અને અહંપણું સ્ફુરવાથી નિગોદાદિમાં પરિભ્રમણ કરે છે. અગિયારમે ગુણસ્થાનકેથી પણ જીવ ક્ષણ લોભથી પડી પહેલે ગુણસ્થાનકે આવે છે. ‘વૃત્તિ શાંત કરી છે,' એવું અહંપણું જીવને સ્ફુર્યાથી, એવા ભુલાવાથી