Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૫૨૯
વેદના (ચાલુ) | વાત છે, તથાપિ જેનો તેમ કરવા નિશ્રય છે, તે વહેલે મોડે ફળીભૂત થાય છે. (પૃ. ૩૭૮-૯) T સમ્યફપ્રકારે વેદના અહિયાસવારૂપ પરમધર્મ પરમપુરુષોએ કહ્યો છે. તીક્ષ્ણ વેદના અનુભવતાં
સ્વરૂપભ્રંશવૃત્તિ ન થાય એ જ શુદ્ધ ચારિત્રનો માર્ગ છે. ઉપશમ જ જે જ્ઞાનનું મૂળ છે તે જ્ઞાનમાં તીક્ષ્ણ,
વેદના પરમ નિર્જરા ભાસવા યોગ્ય છે. (પૃ. ૬૫૩). I જો જ્ઞાને કરી જીવ ને કાયા જુદાં જાણ્યાં છે, તો પછી વેદનાનું વેદવું અને માનવું શાથી થાય છે? તે પછી થવું ન જોઇએ, એ પ્રશ્ન જોકે થાય છે; તથાપિ તેનું સમાધાન આ પ્રકારે છે :સૂર્યથી તપેલા એવા પથ્થર તે સૂર્યના અસ્ત થયા પછી પણ અમુક વખત સુધી તપ્યા રહે છે, અને પછી સ્વરૂપને ભજે છે; તેમ પૂર્વના અજ્ઞાન સંસ્કારથી ઉપાર્જિત કરેલા એવા વેદનાદિ તાપ તેનો આ જીવને સંબંધ છે. જ્ઞાનયોગનો કોઇ હેતુ થયો તો પછી અજ્ઞાન નાશ પામે છે, અને તેથી ઉત્પન્ન થનારું એવું ભાવિકર્મ નાશ પામે છે, પણ તે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું એવું વેદનીય કર્મ તે અજ્ઞાનના સૂર્યની પેઠે અસ્ત થયા પછી પથ્થરરૂપ એવા આ જીવને સંબંધમાં છે; જે આયુષ્યકર્મના નાશથી નાશ પામે છે. ભેદ એટલો છે કે, જ્ઞાની પુરુષને કાયાને વિષે આત્મબુદ્ધિ થતી નથી, અને આત્માને વિષે કાયાબુદ્ધિ થતી નથી, બેય સ્પષ્ટ ભિન્ન તેના જ્ઞાનમાં વર્તે છે; માત્ર પૂર્વ સંબંધ, જેમ પથ્થરને સૂર્યના તાપનો પ્રસંગ છે તેની પેઠે, હોવાથી વેદનીયકર્મ આયુષ્ય-પૂર્ણતા સુધી અવિષમભાવે વેદવું થાય છે; પણ તે વેદના વેદતાં જીવને સ્વરૂપજ્ઞાનનો ભંગ થતો નથી, અથવા જો થાય છે તો તે જીવને તેવું સ્વરૂપજ્ઞાન સંભવતું નથી. (પૃ. ૪૦૯-૧૦) T વેદના વેદતાં જીવને કંઈ પણ વિષમભાવ થવો તે અજ્ઞાનનું લક્ષણ છે; પણ વેદના છે તે અજ્ઞાનનું
લક્ષણ નથી, પૂર્વોપાર્જિત અજ્ઞાનનું ફળ છે. વર્તમાનમાં તે માત્ર પ્રારબ્ધરૂપ છે; તેને વેદતાં જ્ઞાનીને અવિષમપણું છે; એટલે જીવ ને કાયા જુદાં છે, એવો જે જ્ઞાનયોગ તે જ્ઞાની પુરુષનો અબાધ જ રહે છે. માત્ર વિષમભાવરહિતપણું છે, એ પ્રકાર જ્ઞાનને અવ્યાબાધ છે. વિષમભાવ છે તે જ્ઞાનને બાધકારક છે. દેહમાં દેહબુદ્ધિ અને આત્મામાં આત્મબુદ્ધિ, દેહથી ઉદાસીનતા અને આત્મામાં સ્થિતિ છે, એવા
જ્ઞાનીપુરુષનો વેદના ઉદય તે પ્રારબ્ધ વેદવારૂપ છે; નવા કર્મનો હેતુ નથી. (પૃ. ૪૧૦) 1 યથાર્થ જોઇએ તો શરીર એ જ વેદનાની મૂર્તિ છે. સમયે સમયે જીવ તે દ્વારાએ વેદના જ વેદે છે.
ક્વચિત્ શાતા અને પ્રાયે અશાતા જ વેદે છે. માનસિક અશાતાનું મુખ્યપણું છતાં તે સૂક્ષ્મ સમ્યફદૃષ્ટિવાનને જણાય છે. શારીરિક અશાતાનું મુખ્યપણું ધૂળ દૃષ્ટિવાનને પણ જણાય છે. જે વેદના પૂર્વે સુદ્રઢ બંધથી જીવે બંધન કરી છે, તે વેદના ઉદય સંપ્રાપ્ત થતાં ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર કે જિનેન્દ્ર પણ રોકવાને સમર્થ નથી. તેનો ઉદય જીવે વેદવો જ જોઈએ. અજ્ઞાનદ્રષ્ટિ જીવો ખેદથી વેદ તોપણ કંઈ તે વેદના ઘટતી નથી કે જતી રહેતી નથી. સત્યદ્રષ્ટિવાન જીવો શાંત ભાવે વેચે તો તેથી તે વેદના વધી જતી નથી, પણ નવીન બંધનો હેતુ થતી નથી. પૂર્વની બળવાન નિર્જરા થાય છે. આત્માર્થીને એ જ કર્તવ્ય છે.
હું શરીર નથી, પણ તેથી ભિન્ન એવો જ્ઞાયક આત્મા છું, તેમ નિત્ય શાશ્વત છું. આ વેદના માત્ર પૂર્વ કર્મની છે, પણ મારું સ્વરૂપ નાશ કરવાને તે સમર્થ નથી, માટે મારે ખેદ કર્તવ્ય જ નથી' એમ
આત્માર્થીનું અનુપ્રેક્ષણ હોય છે. (પૃ. ૬૫૦). n “શરીરના અમુક ભાગમાં પીડા હોય ત્યારે જીવ ત્યાં વળગી રહે છે, તેથી જે ભાગમાં પીડા છે તે
ભાગની પીડા વેદવા સારુ તમામ પ્રદેશ તે તરફ ખેંચાતા હશે ? જગતમાં કહેવત છે કે જ્યાં પીડા હોય