Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૫૩૫
વ્યવહાર (ચાલુ) સમજ્યું; માટે જે થાય તે જોવું; અને પછી જો આપને અકળામણ જન્મ પામે, તો જોઇ લઇશું. હવે સમાગમ થશે ત્યારે એ વિષે વાતચીત કરીશું. અકળામણ રાખશો નહીં. અમે તો એ માર્ગથી તર્યા છીએ. (પૃ. ૨૮૭)
અનંતકાળ વ્યવહાર કરવામાં વ્યતીત કર્યો છે, તો તેની જંજાળમાં ૫૨માર્થ વિસર્જન ન કરાય એમ જ વર્તવું, એવો જેને નિશ્ચય છે, તેને તેમ હોય છે, એમ અમે જાણીએ છીએ. (પૃ. ૩૨૭)
તારો સિદ્ધાંત ત્રુટે તેમ સંસારવ્યવહાર ન ચલાવું. (પૃ. ૧૪૧)
વ્યવહારમાં આત્મકર્તવ્ય કરતા રહેવું. (પૃ. ૭૮૫)
વ્યવહારના પ્રસંગને સાવધાનપણે, મંદ ઉપયોગે, સમતાભાવે નિભાવ્યો આવજે. બીજા તારું કેમ માનતા નથી એવો પ્રશ્ન તારા અંતરમાં ન ઊગો. બીજા તારું માને છે એ ઘણું યોગ્ય છે, એવું સ્મરણ તને ન થાઓ. તું સર્વ પ્રકારે તારાથી પ્રવર્તો.
જીવન-અજીન પર સમવૃત્તિ હો. જીવન હો તો એ જ વૃત્તિએ પૂર્ણ હો. ગૃહવાસ જ્યાં સુધી સર્જિત હો ત્યાં સુધી વ્યવહાર પ્રસંગમાં પણ સત્ય તે સત્ય હો.
જો તારી સ્વતંત્રતા અને તારા ક્રમથી તારા ઉપજીવન - વ્યવહાર સંબંધી સંતોષિત હોય તો ઉચિત પ્રકારે તારે વ્યવહાર પ્રવર્તાવવો. તેની એથી બીજા ગમે તે કારણથી સંતોષિત વૃત્તિ ન રહેતી હોય તો તારે તેના કહ્યા પ્રમાણે પ્રવૃત્તિ કરી તે પ્રસંગ પૂરો કરવો, અર્થાત્ પ્રસંગની પૂર્ણાહુતિ સુધી એમ કરવામાં તારે વિષમ થવું નહીં. તારા ક્રમથી તેઓ સંતોષિત રહે તો ઔદાસીન્યવૃત્તિ વડે નિરાગ્રહભાવે તેઓનું સારું થાય તેમ કરવાનું સવધાનપણું તારે રાખવું. (પૃ. ૨૧૪-૫)
— વ્યાવહારિક પ્રયોજનમાં પણ ઉપયોગપૂર્વક વિવેકી રહેવાની સપ્રતિજ્ઞા માની આજના દિવસમાં વર્તજે. (પૃ. ૬)
તું વ્યવહા૨માં જેનાથી જોડાયો હો તેનાથી અમુક પ્રકારે વર્તવાનો નિર્ણય કરી તેને જણાવ. તેને અનુકૂળ આવે તો તેમ; નહીં તો તે જણાવે તેમ પ્રવર્તજે. સાથે જણાવજે કે તમારા કાર્યમાં (જે મને સોંપો તેમાં) કોઇ રીતે મારી નિષ્ઠાથી કરીને હાનિ નહીં પહોંચાડું. તમે મારા સંબંધમાં બીજી કંઇ કલ્પના કરશો નહીં; મને વ્યવહા૨સંબંધી અન્યથા લાગણી નથી, તેમ હું તમારાથી વર્તવા ઇચ્છતો નથી, એટલું જ નહીં પણ કંઇ મારું વિપરીતાચરણ મનવચનકાયાએ થયું, તો તે માટે પશ્ચાત્તાપી થઇશ. એમ નહીં કરવા આગળથી બહુ સાવચેતી રાખીશ. તમે સોંપેલું કામ કરતાં હું નિરભિમાની રહીશ. મારી ભૂલને માટે મને ઠપકો આપશો તે સહન કહીશ. મારું ચાલશે ત્યાં સુધી સ્વપ્ને પણ તમારો દ્વેષ વા તમારા સંબંધી કોઇ પણ જાતની અન્યથા કલ્પના કરીશ નહીં. તમને કોઇ જાતની શંકા થાય તો મને જણાવશો, તો તમારો ઉપકાર માનીશ, અને તેનો ખરો ખુલાસો કરીશ. ખુલાસો નહીં થાય તો મૌન રહીશ, પરંતુ અસત્ય બોલીશ નહીં.
માત્ર તમારી પાસેથી એટલું જ ઇચ્છું છું કે, કોઇ પણ પ્રકારે તમે મને નિમિત્ત રાખી અશુભયોગમાં પ્રવૃત્તિ કરશો નહીં; તમારી ઇચ્છાનુસાર તમે વર્તજો, તેમાં મારે કંઇ પણ અધિક કહેવાની જરૂર નથી. માત્ર મને મારી નિવૃત્તિશ્રેણિમાં વર્તવા દેતાં કોઇ રીતે તમારું અંતઃકરણ ટૂંકું ક૨શો નહીં; અને ટૂંકું કરવા જો તમારી ઇચ્છા હોય તો ખચીત કરીને મને આગળથી જણાવી દેજો. તે શ્રેણિને સાચવવા મારી ઇચ્છા છે અને તે માટે એથી હું યોગ્ય કરી લઇશ. મારું ચાલતાં સુધી હું તમને દુભાવીશ નહીં અને છેવટે એ જ