________________
વેદના (ચાલુ)
૫૩૦
ત્યાં જીવ વળગી રહે છે.' તેનો સંક્ષેપમાં ઉત્તર ઃ
તે વેદના વેદવામાં કેટલાક પ્રસંગે વિશેષ ઉપયોગ રોકાય છે અને બીજા પ્રદેશનું તે ભણી કેટલાક પ્રસંગમાં સહજ આકર્ષણ પણ થાય છે. કોઇ પ્રસંગમાં વેદનાનું બહુલપણું હોય તો સર્વ પ્રદેશ મૂર્છાગત સ્થિતિ પણ ભજે છે, અને કોઇ પ્રસંગમાં વેદના કે ભયના બહુલપણે સર્વ પ્રદેશ એટલે આત્માની દશમદ્વાર આદિ એક સ્થાનમાં સ્થિતિ થાય છે. આમ થવાનો હેતુ પણ અવ્યાબાધ નામનો જીવસ્વભાવ તથાપ્રકારે પરિણામી નહીં હોવાથી, તેમ વીર્યંતરાયના ક્ષયોપશમનું સમવિષમપણું હોય છે. (પૃ. ૪૮૧)
— સંબંધિત શિર્ષક : કર્મ-વેદનીય
વેદોદય
D વિષયનો નાશ (વેદનો અભાવ) ક્ષાયિકચારિત્રથી થાય છે. ચોથે ગુણસ્થાનકે વિષયની મંદતા હોય છે; ને નવમા ગુણસ્થાનક સુધી વેદનો ઉદય હોય છે. (પૃ. ૭૬૫)
કરણાનુયોગ પ્રમાણે નવમા ગુણસ્થાનકે વેદોદયનો ક્ષય થઇ શકે છે. (પૃ. ૭૮૫) સંબંધિત શિર્ષક : ઉદય
વૈરાગ્ય
ગૃહકુટુંબાદિ ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે ‘વૈરાગ્ય' છે. (પૃ. ૪૦૭) ગમે તે કોઇ મરી ગયું હોય તેનો જો વિચાર કરે તો તે વૈરાગ્ય છે. (પૃ. ૭૦૦)
D અત્યંત પ્રણીત તત્ત્વ વૈરાગ્ય જ બોધે છે, તો તે જ ધર્મનું સ્વરૂપ એમ ગણવું. (પૃ. ૯૯)
જીવને વિષે વૈરાગ્ય ઉત્પન્ન થવો એ એક મોટો ગુણ જાણીએ છીએ; અને તે સાથે શભ, દમ, વિવેકાદિ સાધનો અનુક્રમે ઉત્પન્ન થવારૂપ જોગ પ્રાપ્ત થાય તો જીવને કલ્યાણની પ્રાપ્તિ સુલભ થાય છે, એમ જાણીએ છીએ. (ઉપલી લીટીમાં ‘જોગ' શબ્દ લખ્યો છે તેનો અર્થ પ્રસંગ અથવા સત્સંગ એવો ક૨વો.) (પૃ. ૩૪૯)
E સંસારમાં જ્યારે ઘણા ઘણા પ્રતિકૂળ પ્રસંગોની પ્રાપ્તિ થાય છે, તે વખતે પણ જીવને પ્રથમ તે ન ગમતો થઇ પછી વૈરાગ્ય આવે છે; પછી આત્મસાધનની કંઇ સૂઝ પડે છે; અને પરમાત્મા શ્રીકૃષ્ણના વચન પ્રમાણે મુમુક્ષુ જીવને તે તે પ્રસંગો સુખદાયક માનવા ઘટે છે, કે જે પ્રસંગને કારણે આત્મસાધન સૂઝે છે.
અમુક વખત સુધી અનુકૂળપ્રસંગી સંસારમાં કદાપિ સત્સંગનો જોગ થયો હોય તોપણ આ કાળમાં તે વડે વૈરાગ્યનું યથાસ્થિત વેદન થવું દુર્લભ છે; પણ ત્યાર પછી પ્રતિકૂળ પ્રતિકૂળ કોઇ કોઇ પ્રસંગ બન્યા કર્યા હોય તો તેને વિચારે, તેને વિમાસણે સત્સંગ હિતકારક થઇ આવે છે. (પૃ. ૩૭૧)
જો કંઇ પણ આ સંસારના પદાર્થોનો વિચાર કરવામાં આવે, તો તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં; કેમકે માત્ર અવિચારે કરીને તેમાં મોહબુદ્ધિ રહે છે. (પૃ. ૪૫૨)
વૈરાગ્ય પામવો હોય તો કર્મને નિંદવાં, કર્મને પ્રધાન ન કરવાં પણ આત્માને માથે રાખવો - પ્રધાન કરવો. (પૃ. ૬૯૭)