________________
૫૨૩
વીથી
શ્લોકથી માંડી દ્વાદશાંગપર્યત રચના કરી છે. (પૃ. ૫૭૮-૭૯) _ જેમ બને તેમ વીતરાગધ્રુવનું અનુપ્રેક્ષણ (ચિંતવન) વિશેષ કર્તવ્ય છે. (પૃ. ૨૯) 'D વીતરાગધ્રુતનો અભ્યાસ રાખજો. (પૃ. ૨૨૯)
સંબંધિત શિર્ષકઃ શ્રુત
| વીર્ય
[] વીર્યનું કામ પ્રવર્તવાનું છે. વીર્ય બે પ્રકારે પ્રવર્તી શકે છે - (૧) અભિસંધિ = આત્માની પ્રેરણાથી
વીર્યનું પ્રવર્તવું થાય છે. (૨) અનભિસંધિ = કષાયથી વીર્યનું પ્રવર્તવું થાય તે. જ્ઞાનદર્શનમાં ભૂલ થતી નથી. પરંતુ ઉદયભાવે રહેલા દર્શનમોહને લીધે ભૂલ થવાથી એટલે ઔરનું તૌર જણાવાથી વીર્યની પ્રવૃત્તિ વિપરીતપણે થાય છે, જો સમ્યપણે થાય તો સિદ્ધપર્યાય પામે. આત્મા કોઈ પણ વખતે ક્રિયા વગરનો હોઈ શકતો નથી. જ્યાં સુધી યોગો છે ત્યાં સુધી ક્રિયા કરે છે, તે પોતાની વીર્યશકિતથી કરે છે. તે ક્રિયા જોવામાં આવતી નથી; પણ પરિણામ ઉપરથી જાણવામાં આવે છે. ખાધેલો ખોરાક નિદ્રામાં પચી જાય છે એમ સવારે ઊઠતાં જણાય છે. નિદ્રા સારી આવી હતી ઇત્યાદિક બોલીએ છીએ તે થયેલી ક્રિયા સમજાયાથી બોલવામાં આવે છે. ચાળીસ વર્ષની ઉમરે આંકડા ગણતાં આવડે તો શું તે પહેલાં આંકડા નહોતા. એમ કાંઇ કહી શકશે? નહીં જ. પોતાને તેનું જ્ઞાન નહોતું તેથી એમ કહે. આ જ પ્રમાણે જ્ઞાન-દર્શનનું સમજવાનું છે. આત્માનાં જ્ઞાન, દર્શન અને વીર્ય. થોડાંઘણાં પણ ખૂલ્લાં રહેતાં હોવાથી આત્મા ક્રિયામાં પ્રવર્તી શકે. વીર્ય ચળા:ચળ હંમેશા રહ્યા, કરે છે. કર્મગ્રંથ વાંચવાથી વિશેષ સ્પષ્ટ થશે. (પૃ. ૭૮૨) ત્રણ પ્રકારનાં વીર્ય પ્રણીત કર્યા - (૧) મહાવીર્ય (૨) મધ્યવીર્ય. (૩) અવીર્ય. ત્રણ પ્રકારે મહાવીર્ય પ્રણીત કર્યું - (૧) સાત્ત્વિક. (૨) રાજસી. (૩) તામસી. ત્રણ પ્રકારે સાત્ત્વિક મહાવીર્ય પ્રણીત કર્યું :- (૧) સાત્વિક શુકલ. (૨) સાત્વિક ધર્મ. (૩) સાત્ત્વિક મિશ્ર. ત્રણ પ્રકારે સાત્વિક શુકલ મહાવીર્ય પ્રણીત કર્યું - (૧) શુકલ જ્ઞાન. (૨) શુકલ દર્શન. (૩) શુકલ ચારિત્ર. (શીલ) સાત્ત્વિક ધર્મ બે પ્રકારે પ્રણીત કર્યા :- (૧) પ્રશસ્ત. (૨) પ્રસિદ્ધ પ્રશસ્ત. એ પણ બે પ્રકારે પ્રણીત કર્યું - (૧) પન્નતે. (૨) અપન્નતે. સામાન્ય કેવળી, તીર્થંકર એ અર્થ સમર્થ છે. (પૃ. ૨૩૦-૧) [ આત્મવીર્ય પ્રવર્તાવવામાં અને સંકોચવામાં બહુ વિચાર કરી પ્રવર્તવું ઘટે છે. (પૃ. ૪૫૭) D વીતરાગ સન્માર્ગની ઉપાસનામાં વીર્ય ઉત્સાહમાન કરશો. (પૃ. ૩૪) || વીર્યનો વ્યાઘાત કરું નહીં. (પૃ. ૧૩૭) D વીર્ય મંદ પડ્યું ત્યાં ઉપાય નથી. (પૃ. ૭૮૫)