________________
૫૨૧
વીતરાગદર્શન અસમર્થ છું; વળી આ૫ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છો; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપનાં ચરણારવિન્દમાં નમસ્કાર કરું છું. આપની પરમભક્તિ અને વીતરાગપુરુષના મૂળધર્મની ઉપાસના મારા હ્મયને વિષે ભવપર્યત અખંડ જાગ્રત રહો એટલું માગું છું તે સફળ થાઓ.
(પૃ. ૩૫૭). D પ્રાણીમાત્રનો રક્ષક, બંધવ અને હિતકારી એવો કોઈ ઉપાય હોય તો તે વીતરાગનો ધર્મ જ છે. (પૃ. ૬૪૨) પ્ર0 વીતરાગની આજ્ઞાથી પોરસી સ્વાધ્યાય કરે તો શો ગુણ થાય? ઉ0 તથારૂપ હોય તો યાવત્ મોક્ષ થાય. પ્ર0 વીતરાગની આજ્ઞાથી પોરસીનું ધ્યાન કરે તો શો ગુણ થાય?
ઉ0 તથારૂપ હોય તો યાવત્ મોક્ષ થાય. (પૃ. ૬૪૮). D વીતરાગોનો મત લોકપ્રતિકૂળ થઈ પડ્યો છે. રૂઢિથી જે લોકો તેને માને છે તેના લક્ષમાં પણ તે
સુપ્રતીત જણાતો નથી, અથવા અન્યમત તે વીતરાગોનો મત સમજી પ્રત્યે જાય છે. યથાર્થ વીતરાગોનો મત સમજવાની તેમનામાં યોગ્યતાની ઘણી ખામી છે. કૃષ્ટિરાગનું પ્રબળ રાજ્ય વર્તે છે.
વેષાદિ વ્યવહારમાં મોટી વિટંબણા કરી મોક્ષમાર્ગનો અંતરાય કરી બેઠા છે. (પૃ. ૮૨૨). D સંબંધિત શિર્ષકો : અહંત, ઇશ્વર, જિન, તીર્થકર, દેવ, ભગવાન, મહાત્મા, મોટાપુરુષ, દેવ,
સપુરુષ, સિદ્ધ 'વીતરાગદર્શન | D સર્વ દુઃખનો ક્ષય કરનારો એક પરમ સદુપાય, સર્વ જીવને હિતકારી, સર્વ દુઃખના ક્ષયનો એક
આત્યંતિક ઉપાય, પરમ સદુપાયરૂપ વીતરાગદર્શન છે. તેની પ્રતીતિથી, તેના અનુકરણથી, તેની
આજ્ઞાના પરમ અવલંબન વડે, જીવ ભવસાગર તરી જાય છે. (પૃ. ૫૮૦) | પૂર્વાપર અવિરોધ એવું દર્શન, એવા વચન, તે વીતરાગનાં છે. (પૃ. ૭૦)
વીતરાગદર્શન સંક્ષેપ મંગલાચરણ :- શુદ્ધ પદને નમસ્કાર. ભૂમિકા :- મોક્ષ પ્રયોજન. તે દુઃખ મટવા માટે જુદા જુદા મતો પૃથક્કરણ કરી જોતાં તેમાં વીતરાગદર્શન પૂર્ણ અને અવિરુદ્ધ છે એવું સામાન્ય કથન. તે દર્શનનું વિશેષ સ્વરૂપ. તેની જીવને અપ્રાપ્તિ અને પ્રાપ્તિએ અનાસ્થા થવાનાં કારણો. મોક્ષાભિલાષી જીવે તે દર્શનની કેમ ઉપાસના કરવી.
આસ્થા - તે આસ્થાના પ્રકાર અને હેતુ. વિચાર - તે વિચારના પ્રકાર અને હેતુ.