________________
૫૨૬
વૃત્તિ (ચાલુ) રખડી પડે છે. અજ્ઞાનીને ધનાદિક પદાર્થને વિષે ઘણી જ આસક્તિ હોવાથી કોઇ પણ ચીજ ખોવાઈ જાય તો તેથી કરી અનેક પ્રકારની આર્તધ્યાનાદિક વૃત્તિને બહુ પ્રકારે ફેલાવી, પ્રસારી પ્રસારી ક્ષોભ પામે છે. કારણ કે તેણે તે પદાર્થની તુચ્છતા જાણી નથી, પણ તેને વિષે મહત્ત્વ માન્યું છે. માટીના ઘડામાં તુચ્છતા જાણી છે એટલે તે ફૂટી જવાથી ક્ષોભ પામતો નથી. ચાંદી, સુવર્ણાદિને વિષે મહત્ત્વ માન્યું છે તેથી તેનો વિયોગ થવાથી અનેક પ્રકારે આર્તધ્યાનની વૃત્તિ Úરાવે છે. જે જે વૃત્તિમાં સ્કુરે અને ઇચ્છા કરે તે ‘આગ્નવ” છે. તે તે વૃત્તિનો વિરોધ કરે તે “સંવર' છે. અનંત વૃત્તિઓ અનંત પ્રકારે સ્ફરે છે, અને અનંત પ્રકારે જીવને બંધન કરે છે. બાળજીવોને આ સમજાય નહીં તેથી જ્ઞાનીઓએ તેના સ્થૂલ ભેદો સમજણ પડે તે રીતે કહ્યા છે. વૃત્તિઓનો મૂળથી ક્ષય કર્યો નથી તેથી ફરી ફરી સ્કુરે છે. દરેક પદાર્થને વિષે સ્કુરાયમાન થતી બાહ્યવૃત્તિઓને અટકાવવી; અને તે વૃત્તિ-પરિણામ અંતર્મુખ કરવાં. (પૃ. ૬૯૬-૭). જેને સૂવાની એક પથારી જોઈએ તે દશ ઘર મોકળાં રાખે તો તેવાની વૃત્તિ ક્યારે સંકોચાય? વૃત્તિ રોકે તેને પાપ નહીં. કેટલાક જીવો એવા છે કે વૃત્તિ ન રોકાય એવાં કારણો ભેગાં કરે, આથી પાપ રોકાય નહીં. (પૃ. ૭૧૪). વૃત્તિને ગમે તેમ કરી રોકવી; જ્ઞાનવિચારથી રોકવી; લોકલાજથી રોકવી; ઉપયોગથી રોકવી; ગમે તેમ કરીને પણ વૃત્તિને રોકવી. મુમુક્ષુઓએ કોઇ પદાર્થ વિના ચાલે નહીં એવું રાખવું નહીં. (પૃ. ૭૨૨) T બારમા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી પણ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવાનું થાય છે. તેમાં
સ્વછંદપણું વિલય થાય છે. સ્વચ્છેદે નિવૃત્તિ કરવાથી વૃત્તિઓ શાંત થતી નથી, પણ ઉન્મત્ત થાય છે, અને તેથી પડવાનો વખત આવે છે; અને જેમ જેમ આગળ ગયા પછી જો પડવાનું થાય છે, તો તેમ તેમ તેને પછાટ વધારે લાગે છે, એટલે ઘણો તે ઊંડો જાય છે; અર્થાત્ પહેલામાં જઈ ખૂંચે છે, એટલું જ નહીં પરંતુ તેને ત્યાં ઘણા
કાળ સુધી જોરની પછાટથી ખૂંચ્યા રહેવું પડે છે. (પૃ. ૭૪૧). |પરમાણુ આદિ દ્રવ્યનું સૂક્ષ્મભાવથી નિરૂપણ કરવામાં આવ્યું છે, તે જોકે પરભાવનું વિવેચન છે, તોપણ
તે કારણસર છે, અને સહેતુ કરવામાં આવેલું છે. ચિત્ત સ્થિર કરવા સારુ, અથવા વૃત્તિને બહાર ન જવા દેતાં અંતરંગમાં લઈ જવા સારુ પરદ્રવ્યના સ્વરૂપનું સમજવું કામ લાગે છે. પરદ્રવ્યનું સ્વરૂપ વિચારવાથી વૃત્તિ બહાર ન જતાં અંતરંગને વિષે રહે છે; અને સ્વરૂપ સમજ્યા પછી તેના થયેલા જ્ઞાનથી તે તેનો વિષય થઈ રહેતાં અથવા અમુક અંશે સમજવાથી તેટલો તેનો વિષય થઈ રહેતાં, વૃત્તિ પાધરી બહાર નીકળી પરપદાર્થો વિષે રમણ કરવા દોડે છે; ત્યારે પરદ્રવ્ય કે જેનું જ્ઞાન થયું છે, તેને સૂક્ષ્મભાવે ફરી સમજવા માંડતાં વૃત્તિને પાછી અંતરંગમાં લાવવી પડે છે; અને તેમ લાવ્યા પછી વિશેષપણે સ્વરૂપ સમજાયાથી જ્ઞાન કરી તેટલો તેનો વિષય થઈ રહેતાં વળી વૃત્તિ બહાર દોડવા માંડે છે: ત્યારે જાણ્યું હોય તેથી વિશેષ સૂક્ષ્મભાવે ફરી વિચારવા માંડતાં વળી પણ વૃત્તિ પાછી અંતરંગને વિષે પ્રેરાયછે. એમ કરતાં કરતાં વૃત્તિને વારંવાર અંતરંગભાવમાં લાવી શાંત કરવામાં આવે છે; અને એ પ્રમાણે વૃત્તિને