Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
વિચાર (ચાલુ)
૫૦૨
આગ્રહે કાળનો વિશ્વાસ કરે છે, તે કિયા બળે કરતો હશે ? તે વિચારી જોવા યોગ્ય છે. (પૃ. ૩૮૮)
D વિશેષે કરીને ‘વૈરાગ્ય પ્રકરણ'માં શ્રી રામે જે પોતાને વૈરાગ્યનાં કારણો લાગ્યાં તે જણાવ્યાં છે, તે ફરી ફરી વિચારવા જેવાં છે. (પૃ. ૩૨૦)
D ‘યોગવાસિષ્ઠાદિ' ગ્રંથો વાંચવાવિચારવામાં બીજી અડચણ નથી. ઉપદેશગ્રંથ સમજી એવા ગ્રંથ વિચારવાથી જીવને ગુણ પ્રગટે છે. (પૃ. ૪૧૪)
D એ ગુણો (ત્યાગ, વૈરાગ્ય અને ઉપશમ) જ્યાં સુધી જીવને વિષે સ્થિરતા પામશે નહીં ત્યાં સુધી આત્મસ્વરૂપનો વિશેષ વિચાર જીવથી યથાર્થપણે થવો કઠણ છે. આત્મા રૂપી છે, અરૂપી છે એ આદિ વિકલ્પ તે પ્રથમમાં જે વિચારાય છે તે કલ્પના જેવા છે. જીવ કંઇક પણ ગુણ પામીને જો શીતળ થાય તો પછી તેને વિશેષ વિચાર કર્તવ્ય છે. (પૃ. ૪૧૫-૬)
I ‘આત્મા છે' એમ જે પ્રમાણથી જણાય, ‘આત્મા નિત્ય છે’ એમ જે પ્રમાણથી જણાય, ‘આત્મા કર્તા છે’ એમ જે પ્રમાણથી જણાય, ‘આત્મા ભોકતા છે' એમ જે પ્રમાણથી જણાય, ‘મોક્ષ છે’ એમ જે પ્રમાણથી જણાય, અને ‘તેનો ઉપાય છે' એમ જે પ્રમાણથી જણાય, તે વારંવાર વિચારવા યોગ્ય છે. ‘અધ્યાત્મસાર’માં અથવા બીજા ગમે તે ગ્રંથમાં એ વાત હોય તો વિચારવામાં બાધ નથી. કલ્પનાનો ત્યાગ કરી વિચારવા યોગ્ય છે. (પૃ. ૩૧૮)
I ‘અસ્તિ’ એ પદથી માંડીને આત્માર્થે સર્વ ભાવ વિચારવા યોગ્ય છે; તેમાં જે સ્વસ્વરૂપપ્રાપ્તિના હેતુ છે, તે મુખ્યપણે વિચારવા યોગ્ય છે, અને તે વિચાર માટે અન્ય પદાર્થના વિચારની પણ અપેક્ષા રહે છે, તે અર્થે તે પણ વિચારવા યોગ્ય છે. (પૃ. ૪૭૪)
વર્તમાનમાં જો પોતાનું વિદ્યમાનપણું છે, તો ભૂતકાળને વિષે પણ તેનું વિદ્યમાનપણું હોવું જોઇએ, અને ભવિષ્યમાં પણ તેમ જ હોવું જોઇએ. આ પ્રકારના વિચારનો આશ્રય મુમુક્ષુ જીવને કર્તવ્ય છે. કોઇ પણ વસ્તુનું પૂર્વપદ્માત્ હોવાપણું ન હોય, તો મધ્યમાં તેનું હોવાપણું ન હોય એવો અનુભવ વિચારતાં થાય છે.
વસ્તુની કેવળ ઉત્પત્તિ અથવા કેવળ નાશ નથી, સર્વકાળ તેનું હોવાપણું છે, રૂપાંતર પરિણામ થયાં કરે છે; વસ્તુતા ફરતી નથી, એવો શ્રી જિનનો અભિમત છે, તે વિચારવા યોગ્ય છે.
‘ષદર્શનસમુચ્ચય’ કંઇક ગહન છે, તોપણ ફરી ફરી વિચારવાથી તેનો કેટલોક બોધ થશે. (પૃ. ૪૮૫) D ‘‘આત્મસિદ્ધિ' ગ્રંથના સંક્ષેપ અર્થનું પુસ્તક તથા કેટલાંક ઉપદેશપત્રોની પ્રત અત્રે હતી તે આજે ટપાલમાં મોકલ્યાં છે. બન્નેમાં મુમુક્ષુ જીવને વિચારવા યોગ્ય ઘણા પ્રસંગો છે. (પૃ. ૬૦૪)
D ‘યોગવાસિષ્ઠ'ની વાંચના પૂરી થઇ હોય તો થોડો વખત તેનો અવકાશ રાખી એટલે હમણાં ફરી વાંચવાનું બંધ રાખી ‘ઉત્તરાધ્યયનસૂત્ર' વિચારશો; પણ તે કુળસંપ્રદાયના આગ્રહાર્થ નિવૃત્ત કરવાને વિચારશો, કેમકે જીવને કુળયોગે સંપ્રદાય પ્રાપ્ત થયો હોય છે તે પરમાર્થરૂપ છે કે કેમ ? એમ વિચારતાં દૃષ્ટિ ચાલતી નથી; અને સહેજે તે જ ૫૨માર્થ માની રાખી જીવ પરમાર્થથી ચૂકે છે; માટે મુમુક્ષુ જીવને તો એમ જ કર્તવ્ય છે કે જીવને સદ્ગુરુયોગે કલ્યાણની પ્રાપ્તિ અલ્પકાળમાં થાય તેનાં સાધન, વૈરાગ્ય અને ઉપશમાર્થે ‘યોગવાસિષ્ઠ', ‘ઉત્તરાધ્યયનાદિ' વિચારવા યોગ્ય છે, તેમ જ પ્રત્યક્ષ પુરુષના વચનનું નિરાબાધપણું, પૂર્વાપર અવિરોધપણું જાણવાને અર્થે વિચારવા યોગ્ય છે. (પૃ. ૪૩૪) સત્પુરુષનાં વચન વગર વિચાર આવતો નથી; વિચાર વિના વૈરાગ્ય આવે નહીં; વૈરાગ્ય, વિચાર વગર