________________
વાંછા (ચાલુ)
૫OO પ્રત્યે પરમાર્થના હેતુની જ ઇચ્છા રહે તો જ તેનું શ્રેય થાય; પણ દ્રવ્યાદિ કારણની કંઈ પણ વાંછા રહે અથવા તેવા વ્યવસાયનું મને તેનાથી જણાવવું થાય, તો પછી અનુક્રમે તે જીવ મલિન વાસનાને પામી મુમુક્ષુતાનો નાશ કરે, એમ મને નિશ્રય રહે છે; (પૃ. ૪૪૧) T સંબંધિત શિર્ષક: ઈચ્છા વિકાર |
વિકારનો ઘટાડો કરજો. (પૃ. ૧૨) T “બાળપણા કરતાં યુવાવસ્થામાં ઇન્દ્રિયવિકાર વિશેષ કરી ઉત્પન્ન થાય છે, તેમાં શું કારણ હોવાં
જોઇએ?' એમ લખ્યું તે માટે સંક્ષેપમાં આ પ્રમાણે વિચારવા યોગ્ય છે :ક્રમે જેમ વય વધે છે, તેમ તેમ ઇન્દ્રિયબળ વધે છે, તેમ તે બળને વિકારનાં હેતુ એવાં નિમિત્તો મળે છે; અને પૂર્વભવના તેવા વિકારના સંસ્કાર રહ્યા છે, તેથી તે નિમિત્તાદિ યોગ પામી વિશેષ પરિણામ પામે છે. જેમ બીજ છે, તે તથારૂપ કારણો પામી ક્રમે વૃક્ષાકારે પરિણમે છે, તેમ પૂર્વના બીજભૂત સંસ્કારો ક્રમે
કરી વિશેષાકારે પરિણમે છે. (પૃ. ૪૮૨). વિન | મુખ્યમાં મુખ્ય વિન સ્વછંદ છે. (પૃ. ૬૯૪) D યોગ્યતા માટે બ્રહ્મચર્ય એ મોટું સાધન છે. અસત્સંગ એ મોટું વિઘ્ન છે. (પૃ. ૨૨) | વિચક્ષણતા || આજના દિવસમાં આટલી વસ્તુને બાધ ન અપાય તો જ વાસ્તવિક વિચક્ષણતા ગણાયઃ
(૧) આરોગ્યતા. (૨) મહત્તા. (૩) પવિત્રતા. (૪) ફરજ. (પૃ. ) . | વિચાર D તું દેહાદિક સર્વ પદાર્થથી જુદો છે. કોઈમાં આત્મદ્રવ્ય ભળતું નથી, કોઈ તેમાં ભળતું નથી, દ્રવ્ય દ્રવ્ય
પરમાર્થથી સદાય ભિન્ન છે, માટે તું શુદ્ધ છો, બોધસ્વરૂપ છો, ચૈતન્યપ્રદેશાત્મક છો; સ્વયજ્યોતિ એટલે કોઈ પણ તને પ્રકાશતું નથી, સ્વભાવે જ તું પ્રકાશ સ્વરૂપ છો; અને અવ્યાબાધ સુખનું ધામ છો. બીજું કેટલું કહીએ? અથવા ઘણું શું કહેવું? ટૂંકામાં એટલું જ કહીએ છીએ, જો વિચાર કરે તો તે પદને
પામીશ. (પૃ. ૫૫૪) || વિચાર કરો, “વાણિયો છું’, ઇત્યાદિ આત્મામાં રોમે રોમે વ્યાખ્યું છે તે ટાળવાનું છે. (પૃ. ૭૦૭) | વાણિયો, બ્રાહ્મણ, પશુ, પુરુષ, સ્ત્રી આદિ કલ્પનાએ કરી હું વાણિયો, બ્રાહ્મણ, પુરુષ, સ્ત્રી, પશુ છું”
એમ માને છે; પણ વિચાર કરે તો પોતે તેમાંનો કોઈ નથી. “મારું સ્વરૂપ તેથી જુદું જ છે. (પૃ. ૭૨૮). I જેને તે ચેતનસત્તા પ્રગટી નથી એવા સંસારી જીવને તે સત્તા પ્રગટવાનો હેતુ, પ્રગટસત્તા જેને વિષે છે
એવા સિદ્ધ ભગવંતનું સ્વરૂપ, તે વિચારવા યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય છે. સ્તુતિ કરવા યોગ્ય છે; કેમકે તેથી આત્માને નિજરવરૂપનો વિચાર, ધ્યાન, સ્તુતિ કરવાનો પ્રકાર થાય છે કે જે કર્તવ્ય છે. સિદ્ધરવરૂપ - જેવું આત્મવરૂપ છે એવું વિચારીને અને આ આત્માને વિષે તેનું વર્તમાનમાં અપ્રગટપણું છે તેનો