________________
૫૦૧
| વિચાર (આલુ) | અભાવ કરવા તે સિદ્ધવરૂપનો વિચાર, બાન તથા રસ્તુતિ ઘટે છે. (પૃ. ૪૧૦) 0 જેવું સિદ્ધનું સામર્થ્ય છે તેવું સર્વ જીવનું છે. માત્ર અજ્ઞાન વડે કરી ધ્યાનમાં આવતું નથી. વિચારવાન
જીવ હોય તેણે તો તે સંબંધી નિત્ય વિચાર કરવો. (પૃ. ૬૯૯) D આ જીવની સાથે રાગદ્વેષ વળગેલા છે; જીવ અનંતજ્ઞાનદર્શન સહિત છે, પણ રાગદ્વેષ વડે તે જીવને
ધ્યાનમાં આવતું નથી. સિદ્ધને રાગદ્વેષ નથી. જેવું સિદ્ધનું સ્વરૂપ છે તેવું જ સર્વ જીવનું સ્વરૂપ છે. માત્ર જીવને અજ્ઞાને કરી ધ્યાનમાં આવતું નથી; તેટલા માટે વિચારવાને સિદ્ધના સ્વરૂપનો વિચાર કરવો,
એટલે પોતાનું સ્વરૂપ સમજાય. (પૃ. ૬૯૯) D રાગદ્વેષાદિ વિચારોનું ઉદ્ભવ થવું તે જીવે પૂર્વોપાર્જિત કરેલાં કર્મના યોગથી છે; વર્તમાનકાળમાં
આત્માનો પુરુષાર્થ કંઈ પણ તેમાં હાનિવૃદ્ધિમાં કારણરૂપ છે, તથાપિ તે વિચાર વિશેષ ગહન છે.
(પૃ. ૪૬૭). D વિચાર કરે તે અનંતા કર્મો ભોળાં પડે; અને વિચાર ન કરે તો અનંતાં કર્મો ઉપાર્જન થાય. (પૃ. ૭૨૭)
જ્ઞાનનો વિચાર કર. જ્ઞાનવિચાર કર્યા વિના માત્ર એકલી બાહ્યક્રિયાથી) અંતરમાં ભાવકર્મના રહેલા વિકાર મટતા નથી. (પૃ. ૧૬૨) 1 જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે; અને તે વિચારને વૈરાગ્ય (ભોગ પ્રત્યે અનાસક્તિ) તથા
ઉપશમ (કષાયાદિનું ઘણું જ મંદપણું, તે પ્રત્યે વિશેષ ખેદ) બે મુખ્ય આધાર છે, એમ જાણી તેનો નિરંતર લક્ષ રાખી તેવી પરિણતિ કરવી ઘટે. સપુરુષના વચનના યથાર્થ ગ્રહણ વિના વિચાર ઘણું કરીને ઉદ્ભવ થતો નથી અને પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ, સપુરુષની પ્રતીતિ એ કલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત હોવાથી તેમની “અનન્ય આશ્રયભક્તિ' પરિણામ પામ્યથી, થાય છે. ઘણું કરી એકબીજાં કારણોને અન્યોન્યાશ્રય જેવું છે. ક્યાંક કોઇનું મુખ્યપણું છે, ક્યાંક કોઇનું મુખ્યપણું છે, તથાપિ એમ તો અનુભવમાં આવે છે કે ખરેખરો મુમુક્ષુ હોય તેને સત્પરુષની “આશ્રયભક્તિ” અહંભાવાદિ છેદવાને માટે અને અલ્પ કાળમાં વિચારદશા પરિણામ પામવાને માટે ઉત્કૃષ્ટ કારણરૂપ થાય છે. (પૃ. ૫૧૬). વિચાર વિના જ્ઞાન નહીં. જ્ઞાન વિના સુપ્રતીતિ એટલે સમ્યકત્વ નહીં. (પૃ. ૭૫૪) D પરમાણુમાં રહેલા ગુણ સ્વભાવાદિ કાયમ રહે છે, અને પર્યાય તે ફરે છે. તે ગુણની હાનિવૃદ્ધિરૂપ ફેરફાર
તે પણ પર્યાય છે. તેના વિચારથી પ્રતીતિ અને પ્રતીતિથી ત્યાગ અને ત્યાગથી જ્ઞાન થાય છે. (પૃ. ૭૫૫) D “જ્ઞાનનું ફળ વિરતિ છે.' વીતરાગનું આ વચન સર્વ મુમુક્ષુઓએ નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે. જે
વાંચવાથી, સમજવાથી તથા વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવનાં કાર્યોથી અને વિભાવનાં પરિણામથી ઉદાસ ન થયો, વિભાવનો ત્યાગી ન થયો, વિભાવનાં કાર્યોનો અને વિભાવનાં ફળનો ત્યાગી ન થયો, તે વાંચવું, તે વિચારવું અને તે સમજવું અજ્ઞાન છે. વિચારવૃત્તિ સાથે ત્યાગવૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે, એમ કહેવાનો જ્ઞાનીનો પરમાર્થ છે. (પૃ. ૫૬૮-૯). “માથે રાજા વર્તે છે એટલા વાક્યના ઇહાપોહ (વિચાર)થી ગર્ભશ્રીમંત એવા શ્રી શાલિભદ્ર તે કાળથી
સ્ત્રી આદિ પરિચયને ત્યાગવારૂપ પ્રારંભ ભજતા હવા. આવા સપુરુષના (શ્રી શાળિભદ્ર અને શ્રી ધનાભદ્ર) વૈરાગ્યને સાંભળ્યા છતાં આ જીવ ઘણા વર્ષના